________________
પ્રતિમાશતક ભાગ-૩) સપરિજ્ઞા) ગાથા-૨૦૨-૨૦૩
૪૦૩
પુરુષો વડે=બુદ્ધિમાનો વડે, સ્વબુદ્ધિથી દ્રવ્યસ્તવાદિનું સ્વરૂપ સમ્યમ્ આલોચન કરીને વિવેચન કરવું અથત આ દ્રવ્યસ્તવરૂપ ધર્મ છે અને આ ભાવસ્તવરૂપ ધર્મ છે, એ પ્રકારે વિભાગ કરવો.
૨૦૨II : ભાવાર્થ :
પ્રસ્તુત ગાથામાં અતિદેશથી એ કહેવું છે કે, દાન, શીલ, તપ અને ભાવમય ચાર પ્રકારના ધર્મમાં દાનધર્મને દ્રવ્યસ્તવરૂપે કહ્યો અને શીલ, તપ અને ભાવધર્મને ભાવરૂવરૂપે કહ્યો. એ રીતે શાસ્ત્રમાં અનુષ્ઠાનને કહેનારાં જે જે સૂત્રો છે, તેને આશ્રયીને આ અનુષ્ઠાન કે ધર્મ દ્રવ્યસ્તવરૂપ છે અને આ અનુષ્ઠાન કે ધર્મ ભાવરૂવરૂપ છે, એ પ્રકારનો વિભાગ સ્વબુદ્ધિથી સમ્યગુ વિચારીને બુદ્ધિમાનોએ કરી લેવો જોઈએ.
આશય એ છે કે, આગમમાં તે તે અનુષ્ઠાનને બતાવનારાં સૂત્રો છે, પરંતુ સૂક્ષ્મ બુદ્ધિથી વિચારવામાં ન આવે તો કર્યું અનુષ્ઠાન દ્રવ્યસ્તવ રૂપ છે અને કયું અનુષ્ઠાન ભાવસ્તવ રૂ૫ છે, તેનો ખ્યાલ ન આવે. જેમ ચાર પ્રકારના ધર્મમાં પણ સૂક્ષ્મ બુદ્ધિથી વિચારવામાં ન આવે તો ખ્યાલ ન આવે કે દાનધર્મ દ્રવ્યસ્તવ રૂપ છે અને બાકીના ત્રણ ધર્મો ભાવસ્તવ રૂપ છે. તેથી ગ્રંથકારશ્રીએ અહીં તેનું યોજન કરીને પૂર્વમાં બતાવ્યું. હવે સૂચન કરે છે કે, જેમ અમે પૂર્વમાં ચાર પ્રકારના ધર્મમાં દ્રવ્યસ્તવનું અને ભાવસ્તવનું યોજના કરીને બતાવ્યું, તેમ તે તે શાસ્ત્રમાં બતાવાયેલ સર્વ અનુષ્ઠાનો પણ કોઈક રીતે દ્રવ્યસ્તવ અને ભાવરૂવરૂપ છે, તેની વિચારણા સ્વબુદ્ધિથી કરવી, જેથી દ્રવ્યસ્તવ અને ભાવસ્તવથી સંગૃહીત સંપૂર્ણ ધર્મ વિસ્તારથી અનેક ભેદવાળો છે, તે રીતે બોધ થાય. ll૨૦શા અવતરણિકા -
उपसंहारमाह - અવતરણિકાર્ય :
સ્તવપરિક્ષાના ઉપસંહારને ગ્રંથકારશ્રી કહે છે – ગાથા :
"एसेह थयपरिण्णा समासओ वण्णिया मए तुब्भं ।
વિત્થરતો ભાવત્યો પણ સુત્તા નાયબ્રો” ર૦રૂા. ગાથાર્થ -
આ=આગળમાં વર્ણન કરાઈ એ, સ્તવપરિજ્ઞા અહીંયાં=ાંચવસ્તુક ગ્રંથમાં મારા વડે તમને સંક્ષેપમાં વર્ણન કરાઈ. વિસ્તારથી આનો સ્તવપરિણાનો, ભાવાર્થ સૂત્રથી જાણવો. ૫૨૦૩