________________
પ્રતિમાશતક ભાગ-૩/ સ્તવપરિજ્ઞા) ગાથા-૧૯૭
અવતરણિકા :
अनयोरेव गुरुलाघवविधिमाह - અવતરણિકાર્ચ -
આ બેના જ દ્રવ્યસ્તવ અને ભાવસ્તવના જ, ગુરુ-લાઘવની વિધિને ગ્રંથકારશ્રી કહે છે –
ગાથા -
"आरंभच्चाएणं नाणाइगुणेसु वड्ढमाणेसु ।
दव्वथयपरिहाणीवि ण होइ दोसाय परिसुद्धा" ।।१९७ ।। ગાથાર્થ :
આરંભના ત્યાગ વડે જ્ઞાનાદિ ગુણ વધતે છતે, પરિશુદ્ધ દ્રવ્યસ્તવની પરિહાનિ પણ દોષ માટે થતી નથી. II૧૯૭ના ટીકા :__ आरंभत्यागेन हेतुना ज्ञानादिगुणेषु वर्द्धमानेषु सत्सु द्रव्यस्तवहानिरपि तत्कर्तुर्दोषाय न भवति રિ=સાનુકન્યા, તિ નાથાર્થ પાછા. ટીકાર્ચ -
આજંખત્યાર ... માથાર્થ આરંભત્યાગરૂપ હેતુ વડે કરીને જ્ઞાનાદિ ગુણ વર્ધમાન હોતે છતે, પરિશુદ્ધ સાનુબંધ દ્રવ્યસ્તવની હાનિ પણ તેના કર્તાને=ભાવસ્તવ કરનાર, દોષ માટે થતી નથી. ૧૯ ભાવાર્થ :
જે સાત્ત્વિક જીવ સર્વ આરંભનો ત્યાગ કરીને સંયમ ગ્રહણ કરે છે, ત્યાર પછી જ્ઞાન, દર્શન અને ચારિત્ર ગુણ વધે એ રીતે સુદઢ યત્નપૂર્વક સંયમયોગોમાં ઉત્થિત રહે છે, તે જીવનો નિઃસંગ ભાવ હોવાને કારણે જેમ જેમ શાસ્ત્ર ભણે છે તેમ તેમ શાસ્ત્ર સમ્યફ પરિણમન પામે છે. તેથી શાસ્ત્રાધ્યયનની ક્રિયાથી જ સાધુને રત્નત્રયીની વૃદ્ધિ થાય છે.
આ રીતે જે જીવ સંયમ ગ્રહણ કરે છે તે જીવ, સંયમ ગ્રહણ કરતાં પૂર્વે જે દ્રવ્યસ્તવનું સારી રીતે પાલન કરીને ભગવાનની ભક્તિથી ઉત્તમ ચિત્ત પેદા કરતો હતો, તે દ્રવ્યસ્તવની સંયમ ગ્રહણ કર્યા પછી હાનિ થાય છે, તેથી તે દ્રવ્યસ્તવજન્ય ઉત્તમ ભાવો વર્તમાનમાં થતા દેખાતા નથી. તેથી કોઈને શંકા થાય કે, સંયમ ગ્રહણ કરવાથી દ્રવ્યસ્તવની હાનિ થશે, તે દોષરૂપ થશે. તેને ગ્રંથકારશ્રી કહે છે કે –
વ્યસ્તવનું કાર્ય ભાવસ્તવની નિષ્પત્તિ છે અર્થાત્ ભગવાનની ભક્તિ કરીને શ્રાવકે પોતાના આત્માને એ રીતે વાસિત કરવો જોઈએ કે જે રીતે ભગવાન પરમ નિઃસ્પૃહી બન્યા તેમ હું પણ પરમ નિઃસ્પૃહી