________________
પ્રતિમાશતક ભાગ-૩ | સ્તવપરિજ્ઞા / ગાથા-૧૯૫-૧૯૬
Зеч
જ ચોથા ગુણસ્થાનકથી પાંચમા ગુણસ્થાનકે જઈને છઠ્ઠા ગુણસ્થાનકમાં જાય છે, પરંતુ તેઓને પાંચમા ગુણસ્થાનકના પ્રાપ્તિકાળ જેટલી કર્મની લઘુસ્થિતિ દ્રવ્યસ્તવની આચરણાથી થતી નથી, પરંતુ સંયમને અભિમુખ વધતા જતા શુભભાવથી જ જ્યારે કર્મની સ્થિતિ કાંઈક ઓછી થાય છે ત્યારે પાંચમું ગુણસ્થાનક સ્પર્શે છે, અને ત્યાર પછી જ છઠ્ઠું ગુણસ્થાનક આવે છે. તેથી કોઈક મહાવીર્યવાળો જીવ અલ્પકાળમાં ચોથા ગુણસ્થાનકથી પાંચમા ગુણસ્થાનકને સ્પર્શીને તરત જ છઠ્ઠા ગુણસ્થાનકને સ્પર્શી શકે તેના દૃષ્ટાંતથી, અલ્પવીર્યવાળો જીવ પણ દેશવિરતિનું પાલન કર્યા વગર સર્વવિરતિમાં જવા યત્ન કરે તો, પોતાનું તેવું મહાવીર્ય નહિ હોવાથી સર્વવિરતિ ગ્રહણ કરીને પાંચમા ગુણસ્થાનક જેટલી પણ શક્તિનો સંચય થાય નહિ અને છઠ્ઠું ગુણસ્થાનક પણ પ્રાપ્ત થાય નહિ. તેથી ગુણસ્થાનકની પ્રાપ્તિ માટે ક્રમસર ગુણસ્થાનકનાં પ્રતિબંધક કર્મોનો ક્ષય થાય તેવી ઉચિત આચરણા કરીને જે ગુણસ્થાનકની શક્તિનો સંચય થાય તેમાં યત્ન ક૨વો જોઈએ. વળી ઉપર ઉપરના ગુણસ્થાનક માટે તો મહાશક્તિની અપેક્ષા છે. તેથી પણ સામાન્ય રીતે જીવે દેશવિરતિનું પાલન કરી પ્રતિમા વહન કરી દેશિવરતિના ઉપર ઉપરના કંડકોને પ્રાપ્ત કરી, સર્વવિરતિની નજીકની ભૂમિકાને પામે ત્યારે તેના માટે યત્ન કરે તો પરિશુદ્ધ ભાવસ્તવ પ્રાપ્ત થઈ શકે. તેથી સંયમના અર્થી જીવે પ્રતિમાપાલનમાં અનિયમ છે તેમ કહીને, સમ્યગ્ દ્રવ્યસ્તવથી શક્તિનો સંચય કર્યા વગર સર્વવિરતિમાં જવું ઉચિત નથી.
આ પ્રકારનો અર્થ વિશેષ જિજ્ઞાસુએ પંચાશક-૧૦/૪૯માં જોવો અને પંચાશકની પૂજ્ય અભયદેવસૂરિ મહારાજની ટીકામાં સ્પષ્ટ લખેલ છે કે, આ કાળમાં વિશેષથી પ્રતિમાપાલનના ક્રમથી સંયમ લેવું ઉચિત છે. ૧૯૫
અવતરણિકા :
उक्तमेव स्पष्टयति
-
અવતરણિકાર્થ :
ઉક્તને જ સ્પષ્ટ કરે છે=જે શ્રાવક પલશત જેટલા ભારતે વહન કરવા સમર્થ નથી, તે પર્વત જેટલા સર્વવિરતિના ભારને વહન કરી શકે નહિ, એમ જે પૂર્વે ગાથા-૧૯૫માં કહ્યું, તે ઉક્તને જ= કહેવાયેલાને જ, સ્પષ્ટ કરે છે –
11211 :
" जो बज्झचाएणं णो इत्तरियं पि णिग्गहं कुणइ ।
इह अप्पणो सया से सव्वचाएण कहं कुज्जा" ।।१९६ ।।
ગાથાર્થ ઃ
અહીં=સંસારમાં, જે જીવ બાહ્ય ત્યાગ વડે થોડો કાળ પણ નિગ્રહ કરતો નથી, તે જીવ સદા= હંમેશાં, સર્વ ત્યાગ વડે કેવી રીતે આત્માનો=પોતાનો, નિગ્રહ કરી શકે ? અર્થાત્ ન કરી શકે. II૧૯૬૪