________________
પ્રતિમાશતક ભાગ-૩ | સ્તવપરિજ્ઞા | ગાથા-૧૯૬
૩૯૬
ટીકા ઃ
यो बाह्यत्यागेन=बाह्यवित्तव्ययेन, इत्वरमपि निग्रहं न करोति वन्दनादाविहात्मनः क्षुद्रः सदाऽसौ यावज्जीवं सर्वत्यागेन कथं कुर्यादात्मनो निग्रहमिति गाथार्थः । । १९६ ।।
ટીકાર્ય ઃ
यो થાર્થ:।। અહીં=આ સંસારમાં, જે જીવ બાહ્ય ત્યાગ વડે=બાહ્ય દ્રવ્યના વ્યય વડે, ઈત્વર પણ=થોડો કાળ પણ, વંદનાદિમાં નિગ્રહ કરતો નથી, ક્ષુદ્ર એવો આ=જીવ, યાવજ્જીવ સર્વ ત્યાગ વડે આત્માનો વિગ્રહ કેવી રીતે કરી શકે ? અર્થાત્ ન કરી શકે. એ પ્રમાણે ગાથાર્થ 8.1196911
ભાવાર્થ:
જે જીવ ગૃહસ્થ અવસ્થામાં પણ બાહ્ય ધનના વ્યયથી ભગવાનની ભક્તિ કે સાધુની ભક્તિ કરતો હોય ત્યારે, વંદનાદિ ક્રિયાકાળમાં, ભગવાનના ગુણોથી આત્માને રંજિત કરીને કે સાધુના સંયમજીવનથી આત્માને રંજિત કરીને ઇન્દ્રિયોનો નિગ્રહ કરી શકતો નથી, પરંતુ ભગવાનની ભક્તિના કાળમાં પણ આજુબાજુનાં નિમિત્તો સાથે મનને જોડે છે, અને પોતાની ભક્તિને જોઈને અન્ય કોઈ પ્રશંસા કરે છે, એ બધા ભાવોથી, ભક્તિના કાળમાં પણ ચિત્તને મલિનભાવથી વાસિત કરે છે, તેવા જીવો બાહ્ય સામગ્રીના વ્યયથી પણ ઉત્તમ ભાવ કરી શકવા સમર્થ બનતા નથી. તે સર્વ જીવો યોગમાર્ગમાં ક્ષુદ્ર પ્રકૃતિવાળા છે, આથી જ અનાદિના અભ્યાસ પ્રમાણે ઉત્તમ સામગ્રી, ઉત્તમ એવા ભગવાનનું અવલંબન વગેરે હોવા છતાં પોતાની તુચ્છ પ્રકૃતિ પ્રમાણે વચ્ચે વચ્ચે તુચ્છ ભાવો કરે છે, અને ભગવાનની ભક્તિથી પણ વિશેષ પ્રકારનું વીર્ય સંચિત કરવા સમર્થ બનતા નથી. અને આવા જીવો જ્યારે સર્વવિરતિ ગ્રહણ કરે ત્યારે સર્વથા બાહ્ય દ્રવ્યસામગ્રીનો અભાવ થવાથી, જે બાહ્ય દ્રવ્યસામગ્રીના બળથી યત્કિંચિત્ શુભભાવ કરી શકતા હતા, તે પણ કરી શકતા નથી; અને સંયમ ગ્રહણ કર્યા પછી નિરવઘ સંયમયોગોને અનુકૂળ શક્તિનો સંચય કરેલ નહિ હોવાથી, આત્માનો તે રીતે નિગ્રહ પણ કરી શકતા નથી, તેથી બાહ્ય રીતે સંયમવેશમાં હોવા છતાં અને સ્થૂલથી કદાચ બાહ્ય ક્રિયાઓ કરતા હોવા છતાં, ઇન્દ્રિયોનો અનિગ્રહ હોવાથી વારંવાર વિષયોના ભાવોને ક૨ીને આત્માના હિતને બદલે અહિત સાધે છે. માટે તેવા જીવોએ પ્રથમ દ્રવ્યસ્તવમાં જ સુદૃઢ અભ્યાસ કરીને ઉત્તમ સામગ્રી આદિના બળથી ભગવાનની ભક્તિ કરીને આત્માને સંપન્ન કરવો જોઈએ; કેમ કે મોક્ષની પ્રાપ્તિ ભાવથી થાય છે અને ભાવની નિષ્પત્તિમાં દ્રવ્યક્રિયાઓ સહાયક છે. છતાં જે દ્રવ્યક્રિયાઓ ભાવનિષ્પત્તિનું કારણ ન બને તેવી દ્રવ્યક્રિયાઓ આત્મકલ્યાણનું કારણ બની શકતી નથી. માટે દ્રવ્યસ્તવથી સર્વવિરતિની શક્તિનો સંચય કરીને સર્વવિરતિ ગ્રહણ કરવામાં યત્ન કરવો જોઈએ, એ પ્રકા૨નો પ્રસ્તુત ગાથાનો ભાવાર્થ છે. II૧૯૬