________________
૨૪
પ્રતિમાશતક ભાગ-૩/ સ્તવપરિણા / ગાથા-૧૫ આદિ કરીને તે ભાવ પ્રત્યેનો બહુમાનભાવ જે શ્રાવક પ્રતિદિન વધારે છે, તેવા શ્રાવકમાં જ્યારે મહાશક્તિનો સંચય થાય છે, ત્યારે સાધુની જેમ જ આજીવન નિરવદ્ય જીવન જીવવા માટે અનુકૂળ શક્તિનો સંચય થાય છે. માટે અલ્પવીર્યવાળા શ્રાવકે પ્રથમ દ્રવ્યસ્તવમાં જ યત્ન કરીને ભાવસ્તવની શક્તિનો સંચય કરવો ઉચિત છે.
અહીં પૂર્વપક્ષી કહે કે, જે કોઈ જીવો સંયમ ગ્રહણ કરે છે, તે બધા પ્રતિમાપાલન કરીને સંયમ ગ્રહણ - કરતા નથી. તેથી પ્રતિમાપાલનમાં જેમ અનિયમ છે, તેમ દ્રવ્યસ્તવથી શક્તિનો સંચય કર્યા પછી ભાવસ્તવ કરવો જોઈએ, તેવો નિયમ નથી. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે કે -
પ્રતિમાપાલનની જેમ અનિયમ છે, તેમ કહેવું નહિ; કેમ કે ‘ગુજ્જો પુખ પણ વો' પંચાશક-૧૦/૪૯ ઇત્યાદિ વચન દ્વારા પ્રતિમા પાલનમાં પણ પ્રાયઃ કરીને આ નિયમ છે.
આશય એ છે કે, ભાવસ્તવ અતિદુષ્કર છે. તેથી દ્રવ્યસ્તવથી સંચિત થયેલું વીર્ય ન હોય તો શીઘ ભાવસ્તવ પ્રાયઃ આવતું નથી, અને તેથી દ્રવ્યસ્તવ સેવીને ઉત્તરોત્તર અધિક અધિક કરીને પ્રતિમાપાલનમાં યત્ન કરવો જોઈએ, અને પ્રતિમા પાલનથી સંચિતવીર્ય થયા પછી ભાવસ્તવ સ્વીકારવો જોઈએ, આ પ્રમાણે સામાન્યથી નિયમ છે, અને વિશેષથી આ કાળમાં આ જ ક્રમથી સંયમમાં જવું જોઈએ.
શ્રાવકે શ્રાવકપણું સારું પાળીને ક્રમસર પ્રતિમા વહન કરીને ત્યાર પછી જ સંયમ ગ્રહણ કરવું જોઈએ, આ નિયમ છે. માટે પ્રતિમાપાલન કરીને સંયમ ગ્રહણ કરવું જોઈએ તેવો નિયમ નથી તેમ કહેવું ઉચિત નથી, અને તેના બળથી દ્રવ્યસ્તવ વગર ભાવસ્તવમાં યત્ન થઈ શકે તેમ કહેવું પણ ઉચિત નથી. આમ છતાં આ ક્રમ મોટા ભાગના જીવોને આશ્રયીને છે. જ્યારે કેટલાક સાત્ત્વિક જીવો ધર્મની પ્રાપ્તિ થતાંની સાથે જ સંચિતવીર્યવાળા હોય છે. તેઓ દ્રવ્યસ્તવ કર્યા વગર કે પ્રતિમા વહન કર્યા વગર પણ સંયમ ગ્રહણ કરે, તો તેવા જીવો માટે આ નિયમ નહિ હોવા છતાં મોટા ભાગના જીવો માટે આ નિયમ છે. અને તેમાં હેત આપ્યો કે, દ્રવ્યાદિ વિશેષને કારણે આ નિયમ છે. તેનો આશય એ છે કે -
વર્તમાનકાળના જીવો પ્રાયઃ કરીને અલ્પવિર્યવાળા છે, તેથી અલ્પવીર્યવાળા જીવરૂપ દ્રવ્યાદિ વિશેષને કારણે આ ક્રમનો નિયમ છે.
દ્રવ્યાદિ વિશેષમાં આદિ' પદથી દુષમાલક્ષણ કાળ ખરાબ હોવાથી આ ક્રમનો નિયમ છે, માટે દ્રવ્યસ્તવનું સમ્યનું પાલન કરી, ક્રમે કરીને પ્રતિમા વહન કરી, સંયમ ગ્રહણ કરવું જોઈએ.
વળી, આ ક્રમ સ્વીકારવામાં બીજો હેતુ આપ્યો કે - ગુણસ્થાનકક્રમમાં આવ્યભિચાર છે. તેનો આશય એ છે કે, જીવને ગુણસ્થાનકની પ્રાપ્તિ કર્મની સ્થિતિની લઘુતાથી થાય છે. તેથી અંતઃકોટાકોટિ કર્મની સ્થિતિમાં કાંઈક સ્થિતિ ઘટ્યા પછી જીવ સમ્યક્ત પામે છે, અને સમ્યક્તની પ્રાપ્તિ પછી પણ કાંઈક કર્મની સ્થિતિ ઘટ્યા પછી દેશવિરતિની=પાંચમા ગુણસ્થાનકની, પ્રાપ્તિ થાય છે. તેથી ચોથા ગુણસ્થાનકથી છઠ્ઠા ગુણસ્થાનકની સીધી પ્રાપ્તિ થતી નથી, પરંતુ ગુણસ્થાનકના ક્રમથી ચોથા ગુણસ્થાનકથી છઠ્ઠા ગુણસ્થાનકની પ્રાપ્તિ થાય છે. માટે જેઓ અતિ વીર્યવાળા છે, તેઓ અત્યંત સુદઢ ઉપયોગ દ્વારા અલ્પકાળમાં