________________
૩૮૮
પ્રતિમાશતક ભાગ-૩/ સ્તવપરિક્ષા | ગાથા-૧૯૧-૧૨ અહિંસા પાળી શકે તેમ ન હોય તેને રાગાદિના ઉચ્છેદ માટે જ દ્રવ્યસ્તવની વિધિ છે, તેથી જેમ હિંસાનો નિષેધ રાગાદિના ઉચ્છેદનું કાર્ય કરે છે, તેમ દ્રવ્યસ્તવનું સેવન પણ રાગાદિના ઉચ્છેદનું જ કાર્ય કરે છે. માટે દ્રવ્યસ્તવમાં થતી હિંસાથી પાપબંધરૂપ કોઈ દોષની પ્રાપ્તિ નથી, પરંતુ જે હિંસા થાય છે, તે અશક્ય પરિહારરૂપ હોવાથી માત્ર સ્વરૂપહિંસા છે.
વસ્તુતઃ દ્રવ્યસ્તવની ક્રિયા ભગવાનની ભક્તિ કરીને આત્મગુણોને વિકસાવવા અર્થે છે, માટે હિંસાનો નિષેધ અને દ્રવ્યસ્તવની વિધિ એકાર્થક હોવાથી દ્રવ્યસ્તવમાં વર્તતી હિંસામાં લેશ પણ દોષ નથી. જ્યારે વેદમાં હિંસાનો નિષેધ અને યાગીય હિંસા ભિન્નાર્થક હોવાથી ત્યાગીય હિંસાથી સ્વર્ગ સ્વીકારીએ તોપણ હિંસાકૃત અનર્થની પ્રાપ્તિ તો થાય જ છે. માટે દ્રવ્યસ્તવના બળથી ભાગીય હિંસા નિર્દોષ છે તેમ સ્થાપન કરવું એ દ્રવ્યસ્તવને અસ્થાને સ્થાપન કરવા બરાબર છે. II૧૧ાા અવતરણિકા :
પૂર્વે ગાથા-૧૦૦માં કહ્યું કે, દ્રવ્યસ્તવ અને ભાવસ્તવ અન્યોન્ય સમતુવિદ્ધ છે, અને ત્યાર પછી ગાથા-૧૧૮ સુધી યુક્તિથી તેની પુષ્ટિ કરી, અને ગાથા-૧૧માં પૂર્વપક્ષીની શંકા ઉલ્માવત કરી કે, જો દ્રવ્યસ્તવમાં હિંસા હોવા છતાં દોષ નથી, તો વેદમાં બતાવેલી યજ્ઞની હિંસામાં પણ દોષ નથી તેમ માવવું પડશે, અને તે પ્રાસંગિક કથનની ચર્ચા ગાથા-૧૯૧ સુધી કરી. હવે તેનું નિગમત કરતાં કહે છે – ગાથા :
"कयमित्थ पसंगणं जहोचिया चेव दव्वभावत्थया ।
अण्णोण्णसमणुविद्धा णियमेणं होंति णायव्वा" ।।१९२॥ ગાથાર્થ -
અહીંયાં=સ્તવવિચારમાં, પ્રસંગથી સર્યું અર્થાત ગાથા-૧૧લ્થી અત્યાર સુધીનું પ્રાસંગિક કથન કર્યું એ પ્રસંગથી સર્યું. યથોચિત જ દ્રવ્યસ્તવ અને ભાવસ્તવ નિયમથી=નક્કી, અન્યોન્ય સમનુવિદ્ધ જાણવા યોગ્ય છે= સ્વીકારવા યોગ્ય છે. II૧૯શા ટીકા :
अत्र स्तवविचारे कृतं प्रसङ्गेन, यथोचितावेव द्रव्यभावस्तवौ अन्योन्यसमनुविद्धौ प्रधानગુમાવેન પાર૬રા. ટીકાર્ય :
અત્ર ગુમાવે છે. અહીંયાં=સ્તવવિચારમાં, પ્રસંગથી સર્ષ અર્થાત ગાથા-૧૧૯થી અત્યાર સુધીનું પ્રાસંગિક કથન કર્યું, એ પ્રસંગથી સર્યું.
યથોચિત જ દ્રવ્યસ્તવ અને ભાવાસ્તવ પ્રધાનગીણભાવથી અન્યોન્ય સમતુવિદ્ધ છે=પરસ્પર જોડાયેલા છે. ૧૯૨ાા