________________
પ્રતિમાશતક ભાગ-૩ | સ્તવપરિજ્ઞા | ગાથા-૧૯૨-૧૯૩
ભાવાર્થ :
પૂર્વે ગાથા-૧૦૦માં દ્રવ્યસ્તવ અને ભાવસ્તવ પરસ્પર સંલગ્ન છે, એમ કહ્યું, અને એ જ વાત ત્યાર પછીની ગાથાઓમાં યુક્તિથી બતાવી, અને ગાથા-૧૧૯થી પ્રાસંગિક કથન શરૂ કર્યું, તે અહીં પૂરું થાય છે. તેથી એ સર્વ કથનનું નિગમન કરતાં ગ્રંથકારશ્રી કહે છે -
દ્રવ્યસ્તવના વિચારમાં પ્રસંગથી સર્યું. આમ કહીને પ્રાસંગિક કથન પૂરું થાય છે અને તેનાથી શું ફલિત થાય છે, તે બતાવે છે –
૩૮૯
પ્રાસંગિક કથન પૂર્વે જે બતાવેલ કે દ્રવ્યસ્તવ અને ભાવસ્તવ અન્યોન્ય સંલગ્ન છે, તે સ્પષ્ટ કરે છે - પોતાના ઔચિત્ય પ્રમાણે અર્થાત્ શ્રાવકને પોતાના ઔચિત્ય પ્રમાણે અને સાધુને પોતાના ઔચિત્ય પ્રમાણે, જે સ્તવ કરાય છે, તે સ્તવમાં દ્રવ્યસ્તવ અને ભાવસ્તવ પ્રધાનગૌણભાવથી અન્યોન્ય સંલગ્ન છે.
આશય એ છે કે, શ્રાવક દ્રવ્યસ્તવ કરે છે ત્યાં પ્રધાનરૂપે દ્રવ્યસ્તવ હોવા છતાં ગૌણભાવથી ભાવસ્તવ છે જ અને સાધુ પ્રધાનરૂપે ભાવસ્તવ કરે છે તોપણ ‘અરિહંત ચેઈઆણં’ સૂત્ર દ્વારા દ્રવ્યસ્તવના ફળની આશંસા રાખે છે, તે દ્રવ્યસ્તવરૂપ હોવાથી ગૌણરૂપે દ્રવ્યસ્તવ પણ કરે છે, તે વાત ગ્રંથકારશ્રીએ સ્વયં ગાથા-૧૦૧થી ૧૧૩માં બતાવેલ છે, આથી સાધુને મુખ્યરૂપે ભાવસ્તવ હોવા છતાં ગૌણરૂપે દ્રવ્યસ્તવ પણ છે. II૧૯૨૨
અવતરણિકા :
પૂર્વે ગાથા-૧૯૨માં કહ્યું કે, યથોચિત જ દ્રવ્યસ્તવ અને ભાવસ્તવ અન્યોન્ય સંલગ્ન છે. તેથી પ્રશ્ન થાય કે, દ્રવ્યસ્તવ કોને ઉચિત છે? અને ભાવસ્તવ કોને ઉચિત છે? તે બતાવવા માટે ગ્રંથકારશ્રી કહે છે .
-
ગાથા
"अप्पविरियस्स पढमो, सहकारिविसेसभूयमो सेओ । इयरस्स बज्झचाया इयरो च्चिय एस परमत्थो" ।।१९३।।
ગાથાર્થ ઃ
અલ્પવીર્યવાળા પ્રાણીને પ્રથમ=દ્રવ્યસ્તવ, સહકારી વિશેષભૂત છે=ભાવવિશેષની પ્રાપ્તિમાં સહકારી કારણરૂપ છે, (આથી કરીને) શ્રેયઃકારી છે. ઈતરને=બહુવીર્યવાળા સાધુને, બાહ્ય ત્યાગથી ઈતર જ=ભાવસ્તવ જ (શ્રેયઃકારી) છે, આ પરમાર્થ છે. ।।૧૯૩II
ટીકા
अल्पवीर्यस्य प्राणिनः प्रथमो द्रव्यस्तवः सहकारिविशेषभूतोऽतः श्रेयान् इतरस्य = बहुवीर्यस्य साधोर्बाह्यत्यागात्=बाह्यद्रव्यस्तवत्यागेन, इतरः = भावस्तव, एव श्रेयान् इत्येष परमार्थोऽत्र क्रममाश्रित्य દ્રવ્યઃ ।।૧૩।।