________________
૩૮૦
પ્રતિમાશતક ભાગ-૩ | જીવપરિજ્ઞા | ગાથા-૧૮૫-૧૮૬
ટીકાર્ય -
વેવને.... જાથાર્થ ! જે કારણથી વેદવચનમાં સર્વ આગમાદિ, ન્યાયથી યુક્તિથી, અસંભવ સંભવી ન શકે તેવા સ્વરૂપવાનું છે, તે કારણથી, ઈતરવચનસિકસરૂપ વચનસિદ્ધ સર્વજ્ઞના વચનથી સિદ્ધ, વસ્તુ પૂજામાં થતી હિંસામાં અદોષાદિરૂપ વસ્તુ, તેનાથી=વેદવચનથી, થાગીય હિંસામાં કેવી રીતે સિદ્ધ થાય? અથત ન થાય. એ પ્રમાણે ગાથાર્થ છે. ૧૮પા ભાવાર્થ :
પૂર્વે ગાથા-૧૮૦થી ૧૮૨માં ગ્રંથકારશ્રીએ બતાવ્યું કે, મીમાંસક વેદને અપૌરુષેય માને છે, માટે તેમના વૈદિક આચાર્ય દ્વારા કરાતું વ્યાખ્યારૂપ આગમ, અને તે વ્યાખ્યા અનુસાર કરાતો યાગીય હિંસારૂપ પ્રયોગ એ બંને વ્યામોહ છે. અને વૈદિક આચાર્ય જાણતા નહિ હોવાને કારણે વેદના અર્થને કહેવામાં પ્રમાણભૂત નથી, અને જાતિઅંધ એવી વૈદિક આચાર્યની ગુરુપરંપરા પણ પ્રમાણભૂત નથી.
આ રીતે યુક્તિથી વિચારીએ તો એ સિદ્ધ થયું કે, વેદવચનમાં આગમાદિ સર્વ અસંભવસંભવી ન શકે તેવા સ્વરૂપવાળું છે અર્થાતુ અપ્રમાણરૂપ છે. માટે અપ્રમાણભૂત એવા વેદવચનથી કરાતા યજ્ઞમાં થતી હિંસામાં દોષાદિ નથી, તેમ સિદ્ધ થઈ શકે નહિ.
વળી, પૂર્વે ગાથા-૧૧૯માં પૂર્વપક્ષીએ કહેલ કે, જો દ્રવ્યસ્તવની પ્રવૃત્તિમાં થતી હિંસા દોષને કરનારી નથી, તો વેદવિહિત હિંસાને પણ તમારે દોષરૂપ નથી તેમ માનવું પડશે. આ વચન સંગત નથી, તે બતાવવા માટે માથાના ઉત્તરાર્ધથી ગ્રંથકારશ્રી કહે છે - દ્રવ્યસ્તવમાં હિંસા થાય છે, તે ભાવસ્તવનું કારણ બનવાથી મોક્ષનું કારણ છે, એ પ્રકારે સર્વજ્ઞવચનથી સિદ્ધ છે. તેને આશ્રયીને પૂર્વપક્ષી કહે કે - જો સર્વશના વચન પ્રમાણે દ્રવ્યસ્તવમાં થતી હિંસા દોષરૂપ નથી, તો વેદવચનથી થતી યાગીય હિંસા પણ દોષરૂપ નથી. તેને ગ્રંથકારશ્રી કહે છે કે - તે વાત સિદ્ધ થઈ શકે નહિ; કેમ કે પૂર્વે ગાથા-૧૩૭માં કહેલ કે, સર્વજ્ઞનું વચન દૃષ્ટ-ઈષ્ટથી અવિરુદ્ધ અને સંભવતું સ્વરૂપવાળું છે, તેથી તેમના વચન પ્રમાણે દ્રવ્યસ્તવમાં પ્રવૃત્તિ કરવાથી ભાવસ્તવની પ્રાપ્તિ દ્વારા મોક્ષની પ્રાપ્તિ થાય છે, એ વાત સંગત થાય છે; અને વેદવચનમાં ન્યાયથી યુક્તિથી, આગમાદિ સર્વ અસંભવતું સ્વરૂપવાળું છે, માટે વેદના વચનથી યજ્ઞમાં પ્રવૃત્તિ કરવામાં આવે તો હિંસાકૃત દોષની પ્રાપ્તિ થાય નહિ, તેમ કહી શકાય નહિ. ૧૮પા અવતરણિકા -
પૂર્વે ગાથા-૧૧૯માં પૂર્વપક્ષીએ કહેલ કે, દ્રવ્યસ્તવમાં થતી હિંસા જો દોષ માટે નથી, એમ તમે માનશો, તો યજ્ઞમાં થતી હિંસાને તમારે દોષરૂપ નથી એમ કહેવું પડશે. એનું અત્યાર સુધી નિરાકરણ કરીને ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું કે, સર્વજ્ઞના વચનથી થતી પ્રવૃત્તિમાં દ્રવ્યહિંસા હોવા છતાં મોક્ષનું કારણ છે, માટે દોષ નથી, પરંતુ તેના બળથી અસંભવિત રૂપવાળા એવા વેદવચનથી યજ્ઞની હિંસામાં દોષ નથી, તેમ સિદ્ધ થઈ શકે નહિ. અને તે જ વાત દાંતથી બતાવતાં ગ્રંથકારશ્રી કહે છે –