________________
૩૭૯
પ્રતિમાશતક ભાગ-૩/ સ્તવપરિજ્ઞા| ગાથા-૧૮૪-૧૮૫ હિતાર્થી જીવોની પ્રવૃત્તિનું અંગ છે.
વળી, કેટલાક જીવો તે વચનને પામ્યા વગર પણ ક્ષયોપશમાદિને કારણે આગમના અર્થને પ્રાપ્ત કરી લે છે. જેમ કે મરુદેવા માતાએ મોક્ષ મેળવવા માટે શુદ્ધ આત્માનું ધ્યાન કરવું જોઈએ, તેવું વચનથી ક્યારેય પણ સાંભળ્યું નથી કે કોઈ સર્વજ્ઞ પાસેથી પ્રાપ્ત કર્યું નથી, તોપણ પોતાના મતિવિશેષના ક્ષયોપશમથી જ તેઓને ભગવાનના સમોવસરણના દર્શનથી અર્થબોધ થાય તેવો ક્ષયોપશમ થયો કે જેથી કેવલજ્ઞાનને પામ્યા. આથી સર્વજ્ઞના વચનથી જે અર્થબોધ થાય છે, તેવો જ અર્થબોધ કોઈકને વચન વગર પણ થઈ જાય તે સંભવે. તેથી વચન અને સર્વજ્ઞ વચ્ચે વ્યાપ્તિ નથી તોપણ જેમને કેવલજ્ઞાન થયું, તેમને અર્થબોધ થાય ત્યાર પછી જ કેવલજ્ઞાન થાય છે. તેથી અર્થબોધ અને કેવલજ્ઞાન વચ્ચે નિયત વ્યાપ્તિ છે, માટે બીજાંકુર ન્યાય છે.
આ વસ્તુ સૂક્ષ્મદષ્ટિથી વિચારવી જોઈએ, તો નક્કી થાય કે, સર્વજ્ઞ થવાનો ઉપાય તો આગમનો અર્થ જ છે અને આગમનો અર્થ પ્રાપ્ત કરવા માટે સર્વજ્ઞના વચનરૂપ આગમ ઉપાય છે; અને તેથી વિવેકી જીવની પ્રવૃત્તિનું અંગ સર્વજ્ઞનું વચન છે, અને તે વચન અપૌરુષેય નથી પરંતુ કોઈક પુરુષના પ્રયત્નથી બોલાયેલ છે.ll૧૮૪ અવતરણિકા -
પૂર્વે ગાથા-૧૮૦થી ૧૮રમાં ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું કે, મીમાંસક જે કહે છે કે, વૈદિક આચાર્ય તત્વ છે, તે તેમનો વ્યામોહ છે, અને તેથી વૈદિક આચાર્ય વડે કહેવાયેલ વ્યાખ્યારૂપ આગમ અને તે આગમાનુસાર યાગાદિમાં પ્રયોગ એ વ્યામોહ છે, અને ગુરુનો સંપ્રદાય પણ મીમાંસકના મતમાં પ્રમાણસિદ્ધ થતો નથી. તેનાથી શું ફલિત થાય છે, તે હવે ગ્રંથકારશ્રી બતાવે છે –
ગાથા -
"वेदवयणम्मि सव्वं णाएणासंभवंतरूवं जं ।
ता इयरवयणसिद्धं वत्थु कहं सिज्झई तत्तो" ।।१८५।। ગાથાર્થ :
જે કારણથી વેદવચનમાં ન્યાયથી, સર્વ=આગમાદિ, અસંભવત્રસંભવી ન શકે તેવા, સ્વરૂપવાળા છે તે કારણથી, ઈતરવચનસિદ્ધ સદરૂપ વચનસિદ્ધ અર્થાત્ સર્વાના વચનથી સિદ્ધ, એવી પૂજામાં થતી હિંસામાં અદોષાદિ રૂપ વસ્તુ, તેનાથી=વેદવચનથી, ત્યાગીય હિંસામાં કેવી રીતે સિદ્ધ થાય ? અર્થાત્ ન થાય. II૧૮૫l ટીકા :
वेदवचने सर्वमागमादि न्यायेन असम्भवद्रूपं यद् यस्माद्, तत्=तस्माद्, इतरवचनसिद्धं= सद्रूपवचनसिद्धं, वस्तु हिंसाऽदोषादि, कथं सिध्यति ततो वेदवचनादिति गाथार्थः ।।१८५।।