________________
૩૮૪
ગાથા:
પ્રતિમાશતક ભાગ-૩ | સ્તવપરિજ્ઞા / ગાથા-૧૮૮-૧૮૯
ગાથાર્થ :
તે પ્રકારે=હિંસામાં દોષ છે તે પ્રકારે, વેદમાં જ સામાન્યથી=ઉત્સર્ગથી, કહેવાયેલું છે.
વેદમાં કહેવાયેલું છે તે ‘યથા’થી બતાવે છે –
FET .....
" तह वेदे चिय भणियं सामण्णेणं जहा ण हिंसिज्जा । भूयाणि फलुसा पुणो य हिंसिज्ज तत्थेव " । ।१८८ ।।
ભૂતોની હિંસા કરવી જોઈએ નહિ, અને વળી ફળના ઉદ્દેશથી ત્યાં જ=વેદમાં જ, હિંસા કરવી એમ કહેલ છે. ૧૮૮૫
ટીકાઃ
तथा वेद एव भणितं सामान्येनोत्सर्गेण यथा- "न हिंस्याद् भूतानि" फलोद्देशात् पुनश्च हिंस्यात् तत्रैव भणितं “अग्निहोत्रं जुहुयात् स्वर्गकामः” इतीति गाथार्थः । । १८८ ।।
ટીકાર્થ ઃ
કહેવાયેલું છે.
ગાથાર્થ: ।। તે પ્રકારે=હિંસામાં દોષ છે તે પ્રકારે, વેદમાં જ સામાન્યથી=ઉત્સર્ગથી,
વેદમાં શું કહેવાયેલું છે, તે ‘યથા’થી બતાવે છે –
“ભૂતોની હિંસા કરવી જોઈએ નહિ,” અને વળી “ફ્ળના ઉદ્દેશથી હિંસા કરવી જોઈએ,” એ પ્રકારે ત્યાં જ=વેદમાં જ, કહેવાયેલું છે. તે બતાવે છે
“સ્વર્ગની ઇચ્છાવાળાએ અગ્નિહોત્ર કરવો જોઈએ.”
‘કૃતિ' શબ્દ વેદના કથનની સમાપ્તિસૂચક છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ૧૮૮
ગાથા:
"ता तस्स पमाणत्ते वि एत्थ नियमेण होइ दोसु त्ति ।
फलसिद्धिए वि सामण्णदोसविणिवारणाभावा” ।।१८९।।
ગાથાર્થ ઃ
તે કારણથી, તેનું=વેદનું, પ્રમાણપણું હોતે છતે પણ અહીંયાં=ચોદનામાં=“વેદના કથનથી યજ્ઞ કરો” એમાં, ફ્ળસિદ્ધિ હોવા છતાં પણ નિયમથી દોષ છે; કેમ કે સામાન્ય દોષના નિવારણનો અભાવ છે. ૧૮૯II