________________
૩૭૮
પ્રતિમાશતક ભાગ-૩ નવપરિણા | ગાય-૧૮૪ અને પછી અંકુર એમ કહી શકાય નહિ અને પ્રથમ અંકુર અને પછી બીજ એમ પણ કહી શકાય નહિ; પરંતુ કોઈક બીજ પહેલાં કોઈક અંકુર છે, અને કોઈક અંકુર પહેલાં કોઈક બીજ છે, એમ કહી શકાય; પરંતુ બીજ અને અંકુરમાં બીજ પહેલાં અને અંકુર પછી એવી વ્યવસ્થા નથી, અથવા તો અંકુર પહેલાં અને બીજ પછી એવી વ્યવસ્થા નથી. તેમ આગમ પહેલાં અને સર્વજ્ઞ પછી અથવા સર્વજ્ઞ પહેલાં અને આગમ પછી એવી વ્યવસ્થા નથી.
અથવા તો જીવ અને કર્મનો સંયોગ અનાદિ છે, તેમાં પણ જીવના યત્નથી કર્મ બંધાય છે અને જીવનો કર્મબંધને અનુકૂળ યત્ન પૂર્વ કર્મના ઉદયથી થાય છે. આમ છતાં જીવ અને કર્મના યોગમાં પહેલાં જીવ અને પછી કર્મ એવું નથી, પરંતુ દરેક કર્મ જીવના પ્રયત્નથી બંધાય છે, તેથી કર્મ પછી છે; અને કર્મવાળો જીવ જ તેવો પ્રયત્ન કરીને કર્મ બાંધે છે, તેથી પૂર્વનું કર્મ વર્તમાનમાં કર્મ બાંધતા જીવ કરતાં પહેલાં છે, તોપણ જીવ અને કર્મના સંયોગની અનાદિ પરંપરા છે. એ રીતે આગમ અને સર્વજ્ઞ વચ્ચે અનાદિ પરંપરા છે. તે આ રીતે -
કોઈક આગમને પામીને જીવ સાધના કરે છે અને સર્વજ્ઞ થાય છે, અને સર્વજ્ઞ થયા પછી તે આગમને જગતમાં પ્રકાશિત કરે છે; આમ છતાં પહેલાં આગમ અને પછી સર્વજ્ઞ, કે પહેલાં સર્વજ્ઞ અને પછી આગમ, એવી વ્યવસ્થા નથી, પરંતુ એ બંનેનો પ્રવાહ પરસ્પર કાર્યકારણભાવરૂપે બીજ-અંકુરની જેમ કે જીવ-કર્મની જેમ અનાદિ છે. તેથી મીમાંસકે કહ્યું તે રીતે, કાં આગમને અપૌરુષેય માનવું પડશે, તેમ માનવાની આપત્તિ જૈનદર્શનને નથી, કે કોઈક એક અનાદિનો સર્વજ્ઞ છે જે આગમ વગર છે, તેમ પણ માનવાની જૈનદર્શનને આપત્તિ નથી, પરંતુ સર્વ આગમો સર્વજ્ઞો વડે કહેવાયાં , અને સર્વ સર્વજ્ઞો આગમપૂર્વક થયા છે, અને તેઓની અનાદિની પરંપરા છે, માટે કોઈ દોષ નથી.
આ રીતે ગ્રંથકારશ્રીએ આગમ અને સર્વજ્ઞ વચ્ચે બીજ-અંકુર-ન્યાય બતાવીને મીમાંસકે આપેલ દોષનું નિવારણ કર્યું. ત્યાં કોઈક સૂક્ષ્મ પદાર્થ સ્પષ્ટ કરવા માટે અથવા'થી બતાવે છે –
આગમ વગર પણ કોઈક સર્વજ્ઞ થાય છે, પરંતુ આગમાર્થને પામ્યા વગર કોઈ સર્વજ્ઞ થતું નથી; કેમ કે સર્વજ્ઞનું આગમ કહે છે કે, “સ્વર્ગના અર્થીએ તપ કરવો જોઈએ અને કેવલના અર્થીએ ધ્યાન કરવું ? જોઈએ;” અને શુદ્ધ આત્માના ધ્યાન વગર કોઈ સર્વજ્ઞ થયું નથી, પરંતુ મોટા ભાગના જીવો આગમના વચનને અવલંબીને શુદ્ધ આત્માનું ધ્યાન કેમ કરવું? તેની કળા શીખે છે અને સર્વજ્ઞ થાય છે. તેથી મોટા ભાગના જીવોને આશ્રયીને આગમવચન અને સર્વજ્ઞ વચ્ચે બીજ-અંકુર જાય છે. તોપણ મરુદેવાદિ જેવા કેટલાક જીવોને ક્યારેય પણ આગમવચન પ્રાપ્ત થયું નથી, આમ છતાં આગમાર્થના ક્ષયોપશમાદિને કારણે શુદ્ધ આત્માના ધ્યાનમાં પ્રયત્ન કરીને તેઓ સર્વજ્ઞ થયા. તેથી આગમનો અર્થ અને સર્વજ્ઞ વચ્ચે બીજઅંકુર-ન્યાયથી નિયત વ્યાપ્તિ છે.
વળી, આગમના અર્થને કહેનાર વચન વક્તાને આધીન છે, અને તે વચન અનાદિકાળથી જે કોઈ સર્વજ્ઞ થયા છે તેઓ જ બોલે છે, પરંતુ અપૌરુષેય નથી; અને સર્વજ્ઞકથિત એવું તે વચન પ્રમાણભૂત હોવાથી