________________
૩૭ક.
પ્રતિમાશતક ભાગ-) સ્તવપરિતા/ ગાથા-૧૮૪
ગાથા :
"णोभयमवि जमणाई, बीयंकुरजीवकम्मजोगसमं ।
अहवत्थतो उ एवं ण वयणओ वत्तहीणं तं" ।।१८४।। ગાથાર્થ :
નથી=પૂર્વપક્ષીએ પૂર્વે ગાથા-૧૮૩માં કહ્યું કે, જૈન દર્શનકારને પણ કાં કોઈ એક સર્વજ્ઞ અનાદિ માનવો પડશે, કાં આગમને અપૌરુષેય માનવાં પડશે, તે નથી; જે કારણથી બીજ-અંકુર અથવા જીવકર્મના યોગ સમાન આગમ અને સર્વજ્ઞ ઉભય પણ અનાદિ છે અથવા તો અર્થથી=અર્થને આશ્રયીને જ આ પ્રમાણે છેઃબીજ-અંકુર કે જીવ-કર્મના યોગ સમાન ઉભય છે, પરંતુ વચનથી નહિ. તે=આગમાર્થને કહેનારું વચન, વક્તાને આધીન છે અર્થાત્ અપૌરુષેય નથી. ૧૮૪ll ટીકા :
नो नैतदेवम्, उभयमपि आगमः सर्वज्ञश्च, य-यस्मात्, अनादि बीजाङ्कुरजीवकर्मयोगसमं न हि अत्र 'इदं पूर्वमिदं न' इति व्यवस्था ततश्च यथोक्तदोषाभावः अथवा अर्थत एवैवं बीजाङ्कुरादिन्यायः, सर्व एव कथञ्चिदागमार्थमासाद्य सर्वज्ञो जातः, तदर्थश्च तत्साधक इति न वचनतो न वचनमेवाश्रित्य, मरुदेव्यादीनां प्रकारान्तरेणापि भावात् । तद् वचनं वाधीनम्, नत्वनाद्यपि वक्तारमन्तरेण वचनप्रवृत्तेरयोगात् तदर्थप्रतिपत्तिस्तु क्षयोपशमादेरविरुद्धा तथादर्शनात्, एतत् सूक्ष्मधिया भावनीयम् ।।१८४ ।। ટીકાર્ય :
નો-નૈવ .... થોડોષમાવા, નથી આ એમ નથી=પૂર્વે ગાથા-૧૮૩માં મીમાંસકે કહ્યું કે, કાં આગમને અપૌરુષેય માનવાં પડશે, કાં કોઈ એક સર્વજ્ઞતે અનાદિ માનવો પડશે એ, પર્વન=મીમાંસક કહે છે એમ નથી; જે કારણથી બીજ-અંકુર અને જીવ-કર્મના સંયોગ જેવું આગમ અને સર્વજ્ઞ ઉભય પણ અનાદિ છે. તેમાં હેતુ કહે છે – દિ=જે કારણથી, અહીંયાં=આગમ અને સર્વજ્ઞમાં ‘આ પૂર્વે અને આ પૂર્વે નહિ એ પ્રકારે વ્યવસ્થા નથી. અને તેનાથી=આ પૂર્વે અને આ પૂર્વે નહિ એવી વ્યવસ્થા તથી તેનાથી, થોક્ત દોષનો અભાવ છે=પૂર્વે ગાથા-૧૮૩માં મીમાંસકે દોષ આપેલ કે, કાં તમારે આગમને અપૌરુષેય માનવા પડશે, કાં કોઈ આગમ વગર અનાદિમાન સર્વજ્ઞ માનવો પડશે, એ રૂપ દોષનો અભાવ છે.
અહીં સૂક્ષ્મ દૃષ્ટિથી વિચારતાં ગ્રંથકારશ્રીને દેખાય છે કે, સ્વમત પ્રમાણે પણ આગમવચન વગર કેટલાક સર્વજ્ઞ થાય છે, તેથી બીજથી જ અંકુર કે અંકુરથી બીજ, એવી વ્યાપ્તિ આગમ અને સર્વજ્ઞ વચ્ચે નથી, તોપણ આગમનો અર્થ અને સર્વજ્ઞ વચ્ચે બીજાંકુર જાય છે, તે બતાવવા માટે અથવાથી ગ્રંથકારશ્રી કહે છે -