________________
૩૭૪
અવતરણિકા :
पराभिप्रायमाह
પ્રતિમાશતક ભાગ-૩ | સ્તવપરિજ્ઞા / ગાથા-૧૮૩
અવતરણિકાર્થ -
પૂર્વે ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું કે, વેદવચન અપૌરુષેય છે, માટે સંભવત્=સંભવી શકે તેવા, સ્વરૂપવાળું નથી, તેથી વેદવચન પ્રવૃત્તિનું અંગ બને નહિ. ત્યાં ગ્રંથકારશ્રી પરના=મીમાંસકતા, અભિપ્રાયને કહે છે
-
ગાથા:
“भवतोऽपि य सव्वन्नू सव्वो आगमपुरस्सरो जेणं ।
ता सो अपोरुसेओ इयरो वा णागमा जो उ" ।। १८३ ।।
ગાથાર્થ ઃ
જે કારણથી તમારા પણ=જૈનોના પણ, સર્વ સર્વજ્ઞ આગમપુરસ્કર=આગમપૂર્વક છે, તે કારણથી તે=આગમ, અપૌરુષેય હોય, અથવા જે ઈતર=સર્વજ્ઞ, આગમથી જ નથી. II૧૮૩II
ટીકા ઃ
भवतोऽपि च सर्वज्ञः सर्व आगमपुरस्सरः, येन कारणेन स्वर्गकेवलार्थिना तपोध्यानादि कर्त्तव्यमित्यागमः, अतः प्रवृत्तेरिति, तदसावपौरुषेयः, इतरः वा = अनादिमत्सर्वज्ञः वा, नागमादेव, कस्यचित् तमन्तरेणापि भावादिति गाथार्थः । । १८३ । ।
* પ્રસ્તુત ગાથાની ટીકા પ્રતિમાશતકની હસ્તલિખિત પ્રતમાં અશુદ્ધ જણાય છે અને મુદ્રિત પુસ્તકમાં પણ તે મુજબ જ છે. તેથી પંચવસ્તુક ગ્રંથ ગાથા-૧૨૯૨ પ્રમાણે ટીકા સંગત જણાવાથી તે મુજબ અર્થ અહીં કરેલ છે, અને ત્યાં ટીકા આ મુજબ છે.
भवतोऽपि च सर्वज्ञः सर्व आगमपुरस्सरो, येन कारणेन, स्वर्गकेवलार्थिना तपोध्यानादिकं कर्त्तव्यमित्यागमः, अतः प्रवृत्तेरिति तदसावपौरुषेयः आगमोऽनादिमत्सर्वज्ञसाधनत्वात् । 'इतरो वा' सर्वज्ञो नागमादेव, कस्यचित् तमन्तरेणापि માવાવિતિ ગાથાર્થ: આ પંચવસ્તુક ગ્રંથ ગાથા-૧૨૯૨ની ટીકામાં પણ ફતરો છે ત્યાં યઃ તો હોવું જોઈએ; કેમ કે મૂળ ગાથામાં ‘નો’ છે, તેથી ય: તો હોવું જોઈએ.
ટીકાર્ય ઃ
भवतोऽपि • ગાથાર્થ:।। તમારા પણ=જૈનોના પણ, સર્વ સર્વજ્ઞ આગમપુરસ્સર=આગમપૂર્વક છે, તેમાં મીમાંસક યુક્તિ આપે છે –
જે કારણથી સ્વર્ગ અને કેવલના અર્શી વડે તપ અને ધ્યાનાદિ કરવાં જોઈએ, એ પ્રમાણે તમારુ=જૈનોનું, આગમ છે. આનાથી=એ આગમથી, પ્રવૃત્તિ થવાથી (સર્વજ્ઞ થાય છે) એ હેતુથી સર્વ