________________
પ્રતિમાશતક ભાગ-૩ | જીવપરિજ્ઞા / ગાથા-૧૮૩-૧૮૪
૩૭૫
સર્વજ્ઞ આગમપૂર્વક છે, (અ) સર્વ સર્વજ્ઞ આગમપૂર્વક છે તે કારણથી આ આગમ, અપૌરુષેય છે; કેમ કે અનાદિમાન એવા સર્વજ્ઞનું સાધનપણું છે. અથવા=જો આગમને અપૌરુષેય ન માનો તો, જે ઈતર=સર્વશ, આગમથી જ નથી; કેમ કે કોઈક સર્વજ્ઞનો આગમ વગર પણ ભાવ=સદ્ભાવ છે. એ પ્રમાણે ગાથાર્થ છે.
અત: પ્રવૃરિતિ - અહીં આનાથી–તમારા આગમથી, પ્રવૃત્તિ હોવાથી સર્વજ્ઞ થાય છે, એ હેતુથી સર્વ સર્વજ્ઞ આગમપૂર્વક છે, એમ “તિ’નું જોડાણ છે.
ગામ નો ૩- અહીં મૂળમાં ૩==ા શબ્દ છે તે સ્વીકારાર્થક છે. તેથી ટીકામાં ‘નાગમવેવ' કહેલ છે. ભાવાર્થ :
ગ્રંથકારશ્રીએ પૂર્વમાં સ્થાપન કર્યું કે, મીમાંસક વેદવચન અપૌરુષેય સ્વીકારે છે, માટે સંભવતુ સંભવી શકે તેવા, સ્વરૂપવાળું નથી, અને અમારું આગમ સર્વજ્ઞથી કહેવાયેલ ગુરુપરંપરાથી પ્રાપ્ત છે, માટે સંભવતુ સંભવી શકે તેવા, સ્વરૂપવાળું છે. ત્યાં મીમાંસક કહે કે –
તમારા મત પ્રમાણે પણ=જૈન મત પ્રમાણે પણ, બધા સર્વજ્ઞો આગમવચનના સેવનથી જ થયેલા છે, તેમ માનવું પડશે; કેમ કે તમારા શાસ્ત્રમાં કહેલ છે કે, સ્વર્ગના અર્થીએ તપ કરવો જોઈએ અને મોક્ષના અર્થીએ ધ્યાન કરવું જોઈએ, અને તે વચન પ્રમાણે પ્રવૃત્તિ કરીને ધ્યાનથી સર્વ સર્વજ્ઞો થયા છે. તેથી જે સર્વ સર્વજ્ઞની પરંપરા છે, તેનું કારણ આગમ છે, તેમ માનવું પડે. માટે સર્વજ્ઞની નિષ્પત્તિ પહેલાં આગમનું અસ્તિત્વ માનવું પડે. તેથી આગમને અપૌરુષેય માનવું પડે; કેમ કે અનાદિમાન એવી સર્વજ્ઞની પરંપરાનું સાધન આગમ છે. માટે જો આગમ સર્વ સર્વજ્ઞ પહેલાં હોય તો જ આગમથી સર્વ સર્વજ્ઞ થઈ શકે. તેથી સર્વજ્ઞથી આગમ કહેવાયાં છે તેમ કહી શકાય નહિ, પરંતુ અપૌરુષેય જ આગમ માનવાં પડે.
હવે કદાચ તમે=જૈન દર્શનકાર, બીજો વિકલ્પ કરો કે, આગમ તો સર્વજ્ઞથી જ કહેવાયેલાં છે, અપૌરુષેય આગમ નથી, તો જે ઈતર-સર્વજ્ઞ, આગમથી જ થાય છે એમ તમે ત્યારે જ કહી શકો કે કોઈક સર્વજ્ઞ અનાદિના છે જેમણે આગમ કહ્યાં છે, અને તે આગમવચનથી અન્ય સર્વજ્ઞની પરંપરા થાય છે. તેથી એ પ્રાપ્ત થયું કે, કાં આગમ અનાદિનાં છે માટે અપૌરુષેય છે, કાં કોઈ એક સર્વજ્ઞ અનાદિનો છે, જેમણે આગમ કહ્યાં છે. આ પ્રકારે મીમાંસક જૈનદર્શનને આપત્તિ આપે છે. I૧૮૩મા અવતરણિકા :
अत्रोत्तरम् - અવતરણિકાર્ય :
અહીંયાં પૂર્વે ગાથા-૧૮૩માં મીમાંસકે આપત્તિ આપી કે, જૈન દર્શનકારને પણ કાં આગમને અપૌરુષેય માનવું પડશે અથવા તો કોઈ એક અનાદિમાન સર્વજ્ઞ માનવો પડશે એ કથનમાં, ઉત્તર આપતાં ગ્રંથકારશ્રી કહે છે –