________________
પ્રતિમાશતક ભાગ-૩) સ્તવપરિજ્ઞાગાથા-૧૮૪
૩૭૭
અથવા ..... માવા અથવા અર્થથી જ=આગમના અર્થને આશ્રયીને જ, આ પ્રમાણે છેઃબીજઅંકુર થાય છે. તેમાં યુક્તિ બતાવે છે –
સર્વ જજે કોઈ સર્વજ્ઞ થયા છે તે સર્વ જ, કોઈક રીતે આગમતા અર્થને પામીને સર્વજ્ઞ થયા છે. અને આગમનો અર્થ તેનો સર્વાનો સાધક છે, જેથી કરીને વચનને આશ્રયીને બીજ-અંકુર ત્યાય નથી; કેમ કે પ્રકારમંતરથી પણ વચન વગર અર્થથી પણ, મરુદેવાદિનો ભાવ છે.
આ રીતે અર્થથી બીજ-અંકુર ન્યાય સ્થાપન કરવાથી એ પ્રાપ્ત થયું કે, આગમ પોતે સર્વજ્ઞનું સાધક છે, તેવો નિયમ ન રહ્યો, તોપણ સર્વજ્ઞની પ્રાપ્તિમાં કારણભૂત એવો જે અર્થ છે, તે પ્રાયઃ વચનથી પ્રાપ્ત થાય છે, કેમ કે મરુદેવાદિ જેવા કેટલાક જીવોને છોડીને તે અર્થ વચનથી જ પ્રાપ્ત થાય છે. તે વચન અપૌરુષેય નથી, એ બતાવવા માટે કહે છે –
તન્... વનપ્રવૃત્તેિરવા, તે=વચન=સર્વજ્ઞની પ્રાપ્તિના કારણભૂત અર્થને કહેનારું વચન, વક્તાને આધીન છે, પરંતુ અનાદિ પણ નથી; કેમ કે વક્તા વગર વચનપ્રવૃત્તિનો અયોગ છે.
પૂર્વે સ્થાપન કર્યું કે, સર્વજ્ઞના કારણભૂત અર્થને કહેનારું વચન વક્તાને આધીન છે, તેથી અપૌરુષેય નથી, એ સ્થિર થયું. ત્યાં પ્રશ્ન થાય કે તોપણ વચનની પ્રાપ્તિ વગર અર્થની પ્રાપ્તિ કઈ રીતે થઈ શકે ? કે જેથી અર્થ અને સર્વજ્ઞ વચ્ચે બીજાંકુર ન્યાય સ્વીકારી શકાય ? તેથી કહે છે –
તરતિપત્તિ તું ..... તથતિનાત્ વળી, અર્થની પ્રાપ્તિ ક્ષયોપશમાદિથી અવિરુદ્ધ છે; કેમ કે તે પ્રકારે દર્શન છે.
તત્ .... માવનીયમ્ આગવચનના અવલંબન વગર લયોપશમાદિથી સર્વજ્ઞના કારણીભૂત એવા અર્થની પ્રાપ્તિ થાય છે એ, સૂક્ષ્મબુદ્ધિથી ભાવન કરવું જોઈએ. ll૧૮૪ો
ક્ષયપસમારે - અહીં ‘દિથી નિસર્ગથી ગ્રહણ કરવું અર્થાતું મરુદેવાદિ જેવા જીવોને વચનના અવલંબન વગર જ તેવા પ્રકારનો મતિવિશેષનો ક્ષયોપશમ થયો, કે જેથી કેવલજ્ઞાનના કારણભૂત એવા અર્થનો બોધ થયો. વિવેચન -
પૂર્વે ગાથા-૧૮૩માં મીમાંસકે જૈનદર્શનને આપત્તિ આપી કે, તમે પણ આગમપૂર્વક સર્વજ્ઞ થાય છે તેમ માનો છો, અને અનાદિની સર્વજ્ઞની પરંપરા માનો છો. તેથી અનાદિ સર્વશની પરંપરાનું કારણ આગમ સર્વજ્ઞની પહેલાં હોવું જોઈએ, માટે આગમને અપૌરુષેય માનવું જોઈએ. અને જો આગમને અપૌરુષેય ન માનો તો આગમની નિષ્પત્તિ પહેલાં આગમ વગર અનાદિનો કોઈ એક સર્વજ્ઞ છે, એમ માનવું જોઈએ.
તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે – આગમ અને સર્વજ્ઞ વચ્ચે બીજ-અંકુર ન્યાય જેવું છે અથવા જીવ-કર્મના સંયોગ જેવું છે. આશય એ છે કે, “બીજથી અંકુર અને અંકુરથી બીજ એવી અનાદિની પરંપરા છે. તેથી પ્રથમ બીજ