________________
પ્રતિમાશતક ભાગ-૩ | સ્તવપરિજ્ઞા | ગાથા-૧૮૧-૧૮૨
વિચારક જીવ સમજી શકે છે કે, વૈદિક આચાર્ય જાણ્યા વગર કહે છે, તેથી બીજા જીવોની જેમાં હિંસા થાય છે તેવા યજ્ઞ-યાગાદિથી સ્વર્ગની પ્રાપ્તિ સંભવે નહિ, પરંતુ યજ્ઞથી પોતાને સ્વર્ગ મળશે એ પ્રકારના પોતાના સ્વાર્થ ખાતર બીજા જીવોનો પ્રાણનાશ કરવાનો અધ્યવસાય હોવાથી દુર્ગતિની પ્રાપ્તિ થાય. માટે તેનું નિવારણ ન કરે તો તે નક્કી વ્યામોહ છે.
આ રીતે ભગવાનનાં વચનોના ૫૨માર્થને નહીં જાણનારા ઉપદેશક કહે છે, તે તેઓનો વ્યામોહ છે. તેમના વચન અનુસાર પ્રવૃત્તિ કરનારા જીવોને પણ વ્યામોહ છે અને તેનું નિવારણ ન કરનારાને નક્કી વ્યામોહ જ છે. આથી જ ગીતાર્થો બાહ્યથી સુંદર પણ દેખાતી પ્રવૃત્તિ તત્ત્વને સ્પર્શનારી ન હોય તો તેનું નિવારણ કરે જ છે. ૧૮૧
૩૭૨
અવતરણિકા :
પૂર્વે ગાથા-૧૮૦/૧૮૧માં સ્થાપન કર્યું કે, વેદના અર્થોને કહેનાર વૈદિક આચાર્ય પ્રમાણ નથી, તેમ તેનાથી વ્યાખ્યાન કરાતું આગમ પણ પ્રમાણ નથી અને તેનાથી કહેવાયેલ આગમાર્થનો પ્રયોગ પણ પ્રમાણ નથી. ત્યાં પૂર્વપક્ષી કહે કે
-
ભલે તમારા સર્વજ્ઞથી કહેવાયેલા આગમપ્રયોગને તમે પ્રમાણરૂપ માનો અને તેના બળથી ગુરુસંપ્રદાયના સદ્ભાવને તમે પ્રમાણરૂપ સ્થાપો છો, પરંતુ તમારા જૈનાગમને જેમ તમે પ્રમાણ માનો છો, તેમ અમારા વેદ અપૌરુષેય હોવા છતાં અનાદિની ગુરુપરંપરા વેદના અર્થોનું પ્રકાશન કરે છે, માટે વેદ અપૌરુષેય હોવા છતાં ગુરુસંપ્રદાય દ્વારા વેદનો અર્થ પ્રમાણરૂપ સિદ્ધ થશે. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે
ગાથા:
—
"जेवं परंपराए माणं एत्थ गुरूसंपयाओ वि ।
रूवविसेसट्ठवणे जह जच्चंधाण सव्वेसिं" ।।१८२।।
ગાથાર્થ ઃ
આ રીતે=વૈદિક આચાર્ય વડે કહેવાયેલ આગમપયોગમાં માન=પ્રમાણ, નથી એ રીતે, અહીંયાં=યાગીય હિંસારૂપ પ્રસ્તુત પ્રસંગમાં, પરંપરાથી ગુરુસંપ્રદાય પણ માન=પ્રમાણ, નથી, જેમ રૂપવિશેષના સ્થાપનમાં સર્વે જાતિ અંધોનું વચન માન=પ્રમાણ, નથી. II૧૮૨
ટીકા ઃ
નેવ પરમ્પરાયાં (પરમ્બરવા) માનમત્ર પ=તિરે, પુરુષપ્રવાયોઽપિ, નિવર્શનમાજ્ઞ-સિત્તેતાતિरूपविशेषस्थापने यथा जात्यन्धानां सर्वेषामनादिमताम् ।।१८२ ।।
-
* ગુરુતપ્રવાયોઽપિ - અહીં ‘અવિ’થી એ સમુચ્ચય થાય છે કે, વૈદિક આચાર્ય તો પ્રમાણ નથી, પણ ગુરુસંપ્રદાય પણ પ્રમાણ નથી.