________________
પ્રતિમાશતક ભાગ-૩ | સ્તવપરિજ્ઞા | ગાથા-૧૮૧
ગાથાર્થ:
અને તેનાથી=વૈદિક આચાર્યથી, વિનેયસત્ત્વ સંબંઘી=શિષ્ય સંબંધી અર્થાત્ શિષ્યની આગળ, વૈદિક આચાર્ય દ્વારા કરાતું એવું જે વ્યાખ્યારૂપ આગમ છે, તે પણ એમ જ છે=વૈદિક આચાર્ય વ્યામોહ છે એમ વ્યામોહ જ છે. તેનો=આગમાર્થનો, પ્રયોગ પણ એમ જ છે=વ્યામોહ જ છે, અને અનિવારણ નિયમથી=નક્કી, વ્યામોહ છે. ૧૮૧॥
ટીકા
ततश्च वैदिकादर्था (चार्या) दागमो यो व्याख्यारूपो विनेयसत्त्वानां सम्बन्धी सोऽप्येवमेव = व्यामोह एव, तस्यागमार्थस्य प्रयोगोऽप्येवमेव = व्यामोह एव, अनिवारणं च नियमेन व्यामोह एवेति ગાથાર્થ:।।૮।।
૩૭૧
ઢીકાર્ય :
ततश्च ગાથાર્થ:।। અને તેનાથી વૈદિક આચાર્યથી, વિનેયસત્ત્વ સંબંધી=શિષ્ય સંબંધી અર્થાત્ શિષ્યની આગળ, વૈદિક આચાર્ય દ્વારા કરાતું એવું જે વ્યાખ્યારૂપ આગમ છે, તે પણ એમ જ અર્થાત્ વૈદિક આચાર્ય પ્રમાણ છે તે વ્યામોહ છે એમ જ, વૈદિક આચાર્યથી કહેવાયેલ શિષ્ય સંબંધી વ્યાખ્યારૂપ આગમ પણ વ્યામોહ જ છે.
.....
તેનો=આગમાર્થનો, પ્રયોગ પણ અર્થાત્ આગમ મુજબ યજ્ઞાદિ કરાવવા એ પણ, એ પ્રમાણે જ=જે પ્રમાણે વ્યાખ્યારૂપ આગમ વ્યામોહ છે એ પ્રમાણે જ=વ્યામોહ જ છે, અને અનિવારણ નિયમથી=નક્કી, વ્યામોહ જ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ૧૮૧
* પ્રસ્તુત ગાથાની ટીકામાં ‘વૈવિાર્થાવાળો’ પાઠ છે, તે અસંગત જણાય છે. ત્યાં પંચવસ્તુક ગ્રંથ ગાથામાં ‘વૈવિાચાર્યાવાળમો' પાઠ છે, તે સંગત છે અને તે મુજબ અહીં અમે અર્થ કરેલ છે.
ભાવાર્થ :
પૂર્વે ગાથા-૧૮૦માં કહ્યું કે, વૈદિક આચાર્ય પ્રમાણ છે તે વ્યામોહ છે, માટે વૈદિક આચાર્ય પ્રમાણ નથી, તો તેઓ વડે શિષ્ય સંબંધી જે વ્યાખ્યારૂપ આગમ કહેવાયું તે પણ વ્યામોહ જ છે.
આશય એ છે કે, હિતાર્થી એવા શિષ્યોએ આ પ્રકારે ક૨વું જોઈએ, એ પ્રકારે વેદવાક્યની વ્યાખ્યા વૈદિક આચાર્ય વડે કરાઈ તે પણ વ્યામોહ જ છે.
વળી તે આગમાર્થ પ્રમાણે શિષ્યોની જે પ્રવૃત્તિ છે, તે પણ વ્યામોહ જ છે અર્થાત્ વૈદિક આચાર્યે કરેલા આગમાર્થ પ્રમાણે શિષ્યો જે યજ્ઞાદિમાં પ્રવૃત્તિ કરે છે, તે પણ વ્યામોહ જ છે.
વળી, તે પ્રવૃત્તિનું અનિવારણ છે તે નક્કી વ્યામોહ છે; કેમ કે યજ્ઞાદિમાં પ્રવૃત્તિ ક૨વાથી બીજા જીવોની હિંસા થાય છે અને તેનાથી પાપકર્મનો બંધ થાય છે અને દુર્ગતિની પ્રાપ્તિ થાય છે, માટે તેવી પ્રવૃત્તિનું નિવારણ ન કરવું તે નક્કી વ્યામોહ છે.