________________
પ્રતિમાશતક ભાગ-૩ આવપરિણા ગાથા-૧૮૦
૩૯ વળી, જેમ જૈતાગમ સર્વજ્ઞથી કહેવાયેલ ગુરુપરંપરાથી પ્રાપ્ત છે, તેવું વેદવચન નથી, માટે પણ વેદવચન પ્રવૃત્તિનું અંગ બને નહિ, એ વાત ગાથા-૧૭૯માં બતાવી. ત્યાં વેદને માનનાર કહે છે, યાપિ વેદ અષીય હોવાને કારણે “કથિત આગમપ્રયોગ” ન સંભવે; કેમ કે અપરુષેય હોવાને કારણે વેદ કોઈથી કહેવાયેલ નથી; પરંતુ જે વૈદિક આચાય છે, તેઓ વડે પદાર્થનો નિર્ણય કરીને કહેવાયેલ છે. તેથી વૈદિક આચાર્યા પ્રમાણરૂપ છે. તેના નિરાકરણરૂપે ગ્રંથકારશ્રી કહે છે – ગાથા -
"ण कयाइ इओ कस्सइ इह णिच्छयमो कहंचि वत्थुम्मि ।
जाओ त्ति कहइ एवं जं सो तत्तं सो वामोहो" ।।१८०।। ગાથાર્થ -
ક્યારેય પણ આનાથી=વેદવચનથી, અહીંયાં=લોકમાં, કોઈને કોઈ વસ્તુમાં નિશ્ચય થયો નથી, એ પ્રમાણે કહે છેઃવેદને માનનારા જ કહે છે કે, વેદથી કહેવાયેલા પદાર્થો સાક્ષાત્ દેખાતા નહિ હોવાથી નિર્ણય થતો નથી, પરંતુ વૈદિક આચાર્યો કહે છે કે, વેદના કથનનું આ તાત્પર્ય છે, તેથી વેદના વચનથી નિર્ણય થાય છે એમ વૈદિક કહે છે. આમ હોતે છતે જે આ=વૈદિક, તત્ત્વ છે એ અર્થાત્ વેદને જાણનાર પ્રમાણ છે એમ જે કહે છે એ, વ્યામોહ છે. II૧૮૦I. ટીકા -
न कदाचिदतो वेदवचनात्कस्यचिदिह निश्चय एव क्वचिद्वस्तुनि जात इति कथयत्येवं सति यदसौ वैदिकस्तत्त्वं स व्यामोहः, स्वतोऽप्यज्ञात्वा कथनात् ।।१८०।। ટીકાર્ચ -
ર.રથના | ક્યારેય પણ આનાથી=વેદવચનથી, અહીંયાં=લોકમાં, કોઈને કોઈ વસ્તુમાં નિશ્ચય જ થયો નથી, એ પ્રમાણે વૈદિક કહે છે. આમ હોતે છતે જે આ વૈદિક તત્વ છે તે અર્થાત્ વેદને જાણનાર પ્રમાણ છે એમ જે કહે છે તે કથન, વ્યામોહ છે; કેમ કે સ્વતઃ પણ જાણ્યા વગર કથન કરે છે=વૈદિક આચાર્ય કથન કરે છે. I૧૮| ભાવાર્થ
વૈદિકને પૂછવામાં આવે કે, વેદમાં બતાવેલ યાગીય હિંસાથી સ્વર્ગ થાય છે, એ પ્રકારના કાર્યકારણનો નિશ્ચય તમે કર્યો છે ? ત્યારે તેમણે સ્વીકારવું પડે કે, ક્યારેય પણ કોઈને વેદવચનથી કોઈ વસ્તુમાં તેવો નિર્ણય થયો નથી, એ પ્રમાણે વૈદિક કહે છે. પરંતુ તેઓ કહે છે કે, વેદ અપૌરુષેય હોવાથી પ્રમાણભૂત છે, પણ વેદવચનના કથનનો નિર્ણય કોઈને થઈ શકતો નથી. અને આમ હોતે છતે પણ વેદને પ્રમાણ માનવા માટે તે કહે છે કે –
અમારા વૈદિક આચાર્યો છે તે તત્ત્વ છે, અર્થાત્ પ્રમાણરૂપ છે. તેથી પ્રામાણિક પુરુષ વડે કહેવાયેલું