________________
૩૬૮
પ્રતિમાશતક ભાગ-૩ | નવપરિફ/ ગાથા-૧૭૯-૧૮૦ નિશ્ચય થઈ શકતો નથી, માટે વેદવચનો હિતાર્થી જીવોની પ્રવૃત્તિના નિયામક બનતા નથી એ રીતે, અહીંયાં=વેદવચનમાં, પ્રવૃત્તિના અંગભૂત શુભ એવો, સર્વથી કહેવાયેલ આગમવા પ્રયોગથી થયેલો ગુરુસંપ્રદાયનો ભાવ=સદ્ભાવ, પણ ઘટતો નથી; કેમ કે વ્યાયથી છિન્નમૂલપણું હોવાથી તથાવિધિ વચનનો અસંભવ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. II૧૭૯l
મુદ્રિત પુસ્તકમાં પ્રસ્તુત ગાથાની ટીકામાં ‘વતઃ છે, ત્યાં પંચવસ્તુક ટીકા પ્રમાણે અને પ્રસ્તુત મૂળગાથામાં ‘સુદો છે તે મુજબ ‘ગુમઃ' હોવું જોઈએ. ભાવાર્થ :
જેમ જૈનદર્શનમાં સર્વજ્ઞોએ અર્થનો ઉપદેશ આપ્યો અને તેનાથી ગણધરોએ આગમની રચના કરી, તેથી સર્વજ્ઞથી કહેવાયેલા પદાર્થ દ્વારા આગમોની રચના થઈ, અને એ આગમના પ્રયોગથી ગુરુપરંપરા ઊભી થઈ અર્થાત્ આગમના સેવનથી ગુરુપરંપરા ઊભી થઈ. અને એ ગુરુપરંપરાનો સદ્ભાવ હોવાથી એમ કહી શકાય કે, સર્વજ્ઞ વડે કહેવાયેલાં કષ, છેદ અને તાપથી શુદ્ધ એવાં ગુરુસંપ્રદાયથી પ્રાપ્ત થયેલાં આ વચનો છે, અને તે વચનો આત્મહિતાર્થી જીવોની પ્રવૃત્તિના અંગભૂત છે.
મીમાંસક વેદવચનોને અપૌરુષેય સ્વીકારે છે. તેથી મીમાંસકના મત પ્રમાણે, પ્રવૃત્તિના અંગભૂત એવો સર્વજ્ઞકથિત આગમના પ્રયોગથી થયેલો ગુરુસંપ્રદાયનો ભાવ પણ વેદવચનોમાં ઘટતો નથી; કેમ કે ન્યાયથી યુક્તિથી, છિન્નમૂળપણું છે. માટે તેમાં તેવા પ્રકારના=સર્વજ્ઞોના વચનોની સાથે એકવાક્યતાથી જોડાયેલા હોય તેવા પ્રકારના, વચનનો અસંભવ છે.
આશય એ છે કે, મીમાંસકના મતે વેદ અપૌરુષેય છે, તેથી ચાલી આવતી મીમાંસકોની ગુરુપરંપરાને મૂળ સાથે કોઈ જોડાણ નથી. તેથી જે જે પુરુષ જ્યારે જ્યારે જે જે વેદવચનો કહે તેનો, અને લખેલાં વેદવચનો પ્રાપ્ત થાય તે વચનોનો, આઘકથક સાથે કોઈ સંબંધ નથી. આથી કહી શકાય નહિ કે સંપૂર્ણ રાગાદિ રહિત એવા સર્વજ્ઞ પુરુષ દ્વારા કહેવાયેલાં આ વેદવચનો છે, માટે પ્રવૃત્તિનું અંગ બને છે; કેમ કે મીમાંસકના મત પ્રમાણે વેદવચનો અપૌરુષેય છે. માટે કોઈક આપ્ત પુરુષથી કહેવાયેલા વચનોની પરંપરાપ્રાપ્ત છે તેવા પ્રકારના વેદવચનોનો સંભવ નથી. માટે વેદવચન વિચારકની પ્રવૃત્તિનું અંગ છે, તેમ કહી શકાય નહિ.૧૭લા અવતરણિકા -
પૂર્વે ગાથા-૧૬૮માં કહ્યું કે, આ સર્વ સર્વજ્ઞના વચનથી સંભવત=સંભવી શકે તેવા, સ્વરૂપવાળું છે; અને ત્યાર પછીની ગાથાઓમાં બતાવ્યું કે, વેદવચન અપૌરુષેય હોવાથી સંભવતંત્રસંભવી શકે તેવા, સ્વરૂપવાળું નથી; કેમ કે અપૌરુષેય અને વચન તેનો વિરોધ છે.
વળી, તે બતાવ્યા પછી અપેક્ષાવિશેષથી વેદવચનને અપરુષેય સ્વીકારીને પણ વેદવચનથી પદાર્થનો નિર્ણય થઈ શકે નહિ, તેમ યુક્તિથી ગાથા-૧૭૪માં સ્થાપન કર્યું.