________________
પ્રતિમાશતક ભાગ-૩ | સ્તવપરિજ્ઞા | ગાથા-૧૭૭
394
અર્થનો બોધ થઈ શકે છે, તેમ વેદવચનથી અર્થનો બોધ થઈ જશે. તેથી વેદવચન અપૌરુષેય હોવા છતાં વેદવાક્યથી પદાર્થનો નિર્ણય થઈ શકશે. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે
ગાથા =
" ण य तं सहावओ च्चिय सत्थपगासणपरं पईवो व्व । समयविभेया जोगा मिच्छत्तपगासजोगा य" ।। १७७ ।।
ગાથાર્થ ઃ
તે=વેદવચન, પ્રદીપની જેમ સ્વભાવથી જ સ્વાર્થ-પ્રકાશન-પર છે, તેમ ન કહેવું; કેમ કે સંકેતભેદનો અભાવ છે અને મિથ્યાપણાના પ્રકાશનો યોગ છે. II૧૭૭||
ટીકાર્ય :
asi :
न च तद्वेदवचनं स्वभावत एव स्वार्थप्रकाशनपरं प्रदीपवत्, कुतः ? इत्याह- समयविभेदायोगात्=सङ्केतभेदाभावात्, मिथ्यात्वप्रकाशयोगाच्च क्वचिदेतदापत्तेरिति भावः ।।१७७।।
નાર...
તેમ ન કહેવું; કેમ કે સમયવિભેદનો અયોગ=સંકેતભેદનો અભાવ, છે.
-
સતમેલામાવાત્, તેવેદવચન, પ્રદીપની જેમ સ્વભાવથી જ સ્વાર્થ-પ્રકાશન-પર છે
* (તે તે શબ્દમાં તે તે અર્થનો સંકેત છે, તેથી તે તે શબ્દથી તે તે અર્થનો બોધ થાય છે, તેના કરતાં જુદા પ્રકા૨નો સંકેત વેદવચનમાં નથી, માટે જેમ તે તે શબ્દના સંકેતના બોધ વગર તે તે શબ્દથી અર્થનો બોધ થતો નથી, તેમ વેદના વચનથી પણ સંકેતના બોધ વગર અર્થનો બોધ થઈ શકતો નથી.)
અહીં પૂર્વપક્ષી કહે કે, લૌકિક વચન કરતાં વેદવચનમાં સંકેતભેદ નહિ હોવા છતાં વેદવચનોનો સ્વભાવ છે કે, પોતાના અર્થનું પ્રકાશન કરી શકે છે. તેથી બીજો હેતુ કહે છે
-
-
मिथ्यात्व કૃતિ ભાવઃ ।। મિથ્યાપણાના પ્રકાશનના યોગને કારણે કોઈક સ્થાનમાં આવી= મિથ્યાજ્ઞાનની, આપત્તિ છે, એ પ્રમાણે ભાવ છે. ।।૧૭૭।।
ભાવાર્થ:
પૂર્વે ગાથા-૧૭૪માં સ્થાપન કર્યું કે, વેદવચનોમાં અતીન્દ્રિય શક્તિ છે, તેથી વેદવચનોથી કોઈને બોધ થઈ શકશે નહિ. તેના સમાધાનરૂપે મીમાંસક કહે કે, જેમ પ્રદીપ પોતાનું પ્રકાશન સ્વભાવથી કરે છે, તેમ વેદવચનો પણ પોતાના અર્થનું પ્રકાશન સ્વભાવથી જ કરે છે, માટે વેદવચનોથી બોધ થઈ શકશે. તેના નિરાકરણરૂપે ગ્રંથકારશ્રી કહે છે
વેદવચનો પ્રદીપની જેમ સ્વભાવથી સ્વાર્થ-પ્રકાશન-૫૨ છે, એમ ન કહેવું; કેમ કે તેમ સ્વીકારીએ તો લૌકિક વચનો કરતાં વેદવચનોમાં જુદા પ્રકારનો સંકેત માનવો પડે.