________________
398
પ્રતિમાશતક ભાગ-૩ | સ્તવપરિજ્ઞા | ગાથા-૧૭૬-૧૭૭ હોવાથી પુરુષકૃત દોષ તે વચનમાં નથી, માટે વેદવચનોને પ્રવૃત્તિનાં નિયામક સ્વીકા૨વાં જોઈએ. પરંતુ આ કથન તેમનું યત્કિંચિત્ છે=અર્થ વગરનું છે; કેમ કે ઉપર સિદ્ધ કર્યું તેમ પૌરુષેય વચનો કરતાં અપૌરુષેય વચનોનો અર્થભેદ તેણે માનવો પડશે, અને અર્થભેદ સ્વીકારે તો વેદવચનો કયા અર્થના વાચક છે, તેવો નિર્ણય પુરુષ કરી શકશે નહિ, માટે વેદવચનથી નિર્ણય થઈ શકે નહિ.
અહીં વિશેષ એ છે કે, જૈનદર્શન પ્રમાણે શ્રુતના પ્રત્યક્ષ શ્રુત અને પરોક્ષ શ્રુત એમ બે પ્રકાર છે. પ્રત્યક્ષ શ્વેત :- પ્રત્યક્ષ શ્રુત એ લોકમાં દેખાતા પદાર્થોમાં વાચ્ય-વાચક ભાવના સંબંધના બોધથી થતા જ્ઞાનસ્વરૂપ છે.
પરોક્ષ શ્રુત ઃ- પરોક્ષ શ્રુતનું લક્ષણ ‘આપ્તવચનાર્થસંવેદ્દનમ્' છે. તેથી જે પદાર્થો દેખાતા નથી, તે પદાર્થોનો બોધ આપ્તવચનથી થાય છે, એ પરોક્ષ શ્રુત છે.
જેમ કે સ્વર્ગ અથવા તો દેવલોકમાં રહેલી ઉર્વશી વગેરે અપ્સરાઓનો બોધ આપ્તવચનોથી થઈ શકે છે, પણ લૌકિક વચનોથી થઈ શકે નહિ; કેમ કે લોકમાં સ્વર્ગ કે અપ્સરાઓ દેખાતી નથી. તેથી અતીન્દ્રિય પદાર્થને કહેનાર સર્વજ્ઞ છે, એમ સ્વીકારીએ તો, તેમના વચનથી સ્વર્ગ-ઉર્વશી વગેરેનો નિર્ણય થઈ શકે; કેમ કે અતીન્દ્રિય પદાર્થને જોનારા સર્વજ્ઞ છે અને સર્વજ્ઞે સ્વર્ગ વગેરેને જોઈને તેનું સ્વરૂપ બતાવ્યું છે.
હવે અતીન્દ્રિયદર્શી કોઈ પુરુષ નથી, તેમ મીમાંસકના મત પ્રમાણે સ્વીકારીએ, તો એમ જ કહેવું પડે કે, અપૌરુષેય એવા વેદવચનોથી જ સ્વર્ગ-ઉર્વશી વગેરેનું જ્ઞાન થાય છે, અને લૌકિક એવા પૌરુષેય વચનોથી ઘટ-પટાદિ દેખાતા પદાર્થોનું જ્ઞાન થાય છે. માટે વેદમાં કહેલા શબ્દો કયા અર્થના વાચક છે તેનો નિર્ણય લોકને નથી, માટે લોકો વેદવચનોથી કોઈ અર્થનિર્ણય કરી શકશે નહિ. તેથી વેદવચનો વિચારકની પ્રવૃત્તિના નિયામક બનશે નહિ; કેમ કે જેમ સ્વર્ગ-ઉર્વશી વગેરે શબ્દો લોકમાં દેખાતું નથી તેવા જ કોઈક જુદા અર્થના વાચક છે, તેમ વેદના દરેક શબ્દો કોઈક જુદા જ અર્થના વાચક માનવા પડે, અને તેમ સ્વીકારીએ તો તે શબ્દો કયા અર્થના વાચક છે, તેનો નિર્ણય લોક કરી શકે નહિ.
લૌકિક વચન અને વેદવચનમાં વૈધર્મી છે અને અર્થભેદ પણ છે. તેથી વેદવચનથી અર્થનિર્ણય થઈ શકે નહિ, એમ પૂર્વમાં સ્થાપન કર્યું. તેના સમાધાનરૂપે મીમાંસક કહે છે કે - લૌકિક વચનો અને વેદવચનો સમાન જ છે અને લૌકિક વચનોનો અર્થ અને વેદવચનોનો અર્થ સમાન જ છે. પરંતુ તેમનું એ કથન પણ અસંબદ્ધ છે; કેમ કે લૌકિક વચનો લોકમાં દેખાતા પદાર્થોને બતાવી શકે છે, પરંતુ લોકમાં નહિ દેખાતા સ્વર્ગ-ઉર્વશી વગેરે પદાર્થોને લૌકિક વચનો બતાવી શકે નહિ, અને તેથી વેદવચનોથી વાચ્ય અર્થ શું છે ? તે નિર્ણય લોકમાં કોઈને થઈ શકે નહિ. ૧૭૬ા
અવતરણિકા :
પૂર્વે ગાથા-૧૭૫માં કહ્યું કે, પુરુષમાત્રથી ગમ્ય=બધા પુરુષોથી ગમ્ય, અતીન્દ્રિય શક્તિ નથી, માટે વેદવચનથી કોઈ વસ્તુમાં નિર્ણય થઈ શકશે નહિ. તેના સમાધાનરૂપે પૂર્વપક્ષી આમ કહે કે, વેદવચન સ્વભાવથી જ પ્રદીપની જેમ સ્વાર્થ-પ્રકાશન-પર છે. તેથી પુરુષમાત્રને જેમ પ્રદીપથી