________________
૩૬૦
પ્રતિમાશતક ભાગ-૩/ નવપરિણા | ગાથા-૧૭૪-૧૫ બોલાયાં ન હોય તેવાં વેદવચનોનો સ્વીકાર તો ઘટતો નથી, પરંતુ અપૌરુષેય એવાં વેદવચનો સ્વીકારી લઈએ તોપણ તે વેદવચનોથી નિશ્ચય પણ વાક્યર્થનો નિર્ણય પણ, ઘટતો નથી.
અહીં પ્રાયઃ કહેવાથી એ પ્રાપ્ત થાય છે કે, કોઈ પુરુષ અતીન્દ્રિય પદાર્થને જોવાની શક્તિવાળો છે, એમ મીમાંસક સ્વીકારે, તો તેવો પુરુષ વેદમાં રહેલી અતીન્દ્રિય શક્તિને જાણી શકે, તે સિવાય અન્ય કોઈ જાણી શકે નહિ, તે બતાવવા માટે પ્રાયઃ શબ્દ કહેલ છે. ભાવાર્થ
પૂર્વપક્ષીના મત પ્રમાણે વેદવાક્ય કોઈનાથી કરાયેલાં નથી અને તેનો કોઈ અભિવ્યંજક પણ નથી, પરંતુ અપૌરુષેય એવાં વેદવચનો શાશ્વત છે. તેને ગ્રંથકારશ્રી કહે છે –
સદ્ભક્તિથી વિચારીએ તો વેદવાક્યથી કોઈ નિર્ણય પણ પ્રાયઃ થઈ શકે નહિ; કેમ કે વેદવચનની અર્થપ્રકાશનમાં અતીન્દ્રિય શક્તિ છે, માટે જે શબ્દોમાં રહેલી શક્તિનો બોધ ન થાય તે શબ્દોથી શાબ્દબોધ થઈ શકે નહિ.
જેમ કે જે ભાષાનું જેને જ્ઞાન નથી, તે ભાષા તે સાંભળે તો તે ભાષાથી તેને શબ્દમાત્ર સંભળાય છે, પરંતુ અર્થનું જ્ઞાન થતું નથી, તેમ વેદવચનોમાં રહેલી અર્થબોધની શક્તિ અતીન્દ્રિય હોવાથી યુક્તિથી વિચારીએ તો તેનો બોધ પ્રાયઃ કોઈને થઈ શકે નહિ; કેમ કે શબ્દમાં રહેલી શક્તિનો જેને બોધ હોય તેને જ તે શબ્દથી તે અર્થનો બોધ થાય છે, અને વેદવચનોમાં કયા પ્રકારની શક્તિ રહેલી છે તેનો બોધ ઇન્દ્રિયોથી થઈ શકતો નથી, તેથી તે શબ્દો દ્વારા અર્થનો બોધ પણ થઈ શકે નહિ. ll૧૭૪ અવતરણિકા :- વેદવચનમાં અર્થપ્રકાશનની અતીન્દ્રિય શક્તિ હોય તોપણ જે પુરુષને અતીન્દ્રિય શક્તિનું જ્ઞાન છે, તે પુરુષ વેદવાક્યથી નિર્ણય કરી શકશે. આ પ્રકારની શંકાને સામે રાખીને ગ્રંથકારશ્રી કહે છે – ગાથા :
"णो पुरिसमित्तगम्मा तदतिसओ वि ण बहुमओ तुम्हं ।
लोइयवयणेहिंतो दिटुं च कहंचि वेहम्मं" ।।१७५।। ગાથાર્થ :
પુરુષમાત્રથી આ અતીન્દ્રિય, શક્તિ ગગ નથી. તેનો અતીન્દ્રિયદર્શી એવા પુરુષનો, અતિશય પણ તમને બહુમત નથી અને લોકિક વચનોથી વેદવયનોનું કથંચિત્ વૈધર્મે છે ૧૭૫ll ટીકા - ___न पुरुषमात्रगम्या एषा, तदतिशयोऽपि न बहुमतो युष्माकमतीन्द्रियदर्शी, लौकिकवचनेभ्यः सकाशाद् दृष्टं च कथंचिद्वैधयं वेदवचनानामिति गाथार्थः ।।१७५।।