________________
પ૮
પ્રતિમા શતક ભાગ-૩ | જીવપરિજ્ઞા) ગાથા-૧૭૩
આશય એ છે કે, સત્કાર્યવાદની દૃષ્ટિથી સમ્યગ્દષ્ટિ જીવ સમ્યકત્વ પામે છે; કેમ કે જીવમાં સમ્યકત્વ હતું અને જીવના પ્રયત્નથી તે અભિવ્યક્ત થયું. તેથી સત્કાર્યવાદ સ્વીકારે છે કે, જગતમાં કાંઈ નવું પેદા કરાતું નથી, પરંતુ કારણમાં જે વસ્તુ વિદ્યમાન હોય તેને પ્રયત્નથી કાર્ય રૂપે અભિવ્યક્ત કરવામાં આવે છે.
જેમ કે જીવમાં સમ્યકત્વ છે, તેને જ પ્રયત્નથી અભિવ્યક્ત કરાય છે અથવા માટીમાં ઘડો છે, તેને જ કુંભાર પ્રયત્નથી અભિવ્યક્ત કરે છે, માટે સત્કાર્યવાદીના મતે જીવનો પ્રયત્ન એ કાર્યનો અભિવ્યંજક છે, પરંતુ કાર્યનો જનક નથી.
તે જ રીતે ભાષાવર્ગણાનાં પુદ્ગલો ગ્રહણ કરીને પુરુષ જ્યારે કંઠ-તાલ આદિના અભિઘાત દ્વારા બોલે છે, ત્યારે તે કંઠ-તાલ આદિના અભિવાતથી વર્ણો અભિવ્યક્ત થાય છે, પરંતુ તે વર્ષોનાં વર્ણવાદિ કે વાચક–ાદિ પુરુષ કરતો નથી; નહીંતર પાણીમાંથી ઘડો બનાવે અને પાણીનાં પુદ્ગલોમાંથી ભાષા પણ બનાવે. પરંતુ ભાષાવર્ગણાનાં પુલોમાંથી કંઠ-તાલ આદિના અભિઘાતથી વર્ણવાદિ અને વાચકત્વાદિ ભાવો અભિવ્યક્ત થાય છે; કેમ કે જગતમાં બોલાતા બધા લૌકિક વચનોના વર્ણાદિ અને તે તે વર્ષોમાં રહેલ વાચક–ાદિ અપૌરુષેય છે, તેમ વેદવચનો પણ વર્ણવાદિરૂપ છે, માટે વેદવચનો અને લૌકિક વચનો એ બેમાં પૌરુષેય અપૌરુષેયરૂપે કોઈ ભેદ નથી.
આમ છતાં પુરુષથી કરાયેલાં વચનો મૃષા પણ હોઈ શકે છે; કેમ કે રાગથી, દ્વેષથી કે અજ્ઞાનથી બોલાયેલાં વચનોમાં મૃષાપણું પ્રત્યક્ષ દેખાય છે. તેથી લૌકિક વચનો પ્રવૃત્તિના નિયામક તરીકે સ્વીકારી શકાય નહિ; કેમ કે પુરુષોના અજ્ઞાનાદિ દોષકૃત દોષ તે વચનોમાં પ્રાપ્ત થાય છે. જ્યારે વેદવચનો તો અપૌરુષેય છે, માટે પુરુષના અજ્ઞાનાદિ દોષકૃત દોષ તેમાં આવવાનો સંભવ નથી. માટે વેદવચનો પ્રવૃત્તિના નિયામક બને છે, એમ પૂર્વપક્ષી કહે છે; કેમ કે પૂર્વપક્ષી વેદને અપૌરુષેય સ્વીકારીને તે વચનોમાં પુરુષત દોષ સંભવે નહિ તેમ બતાવીને, વેદવચનોને પ્રામાણિક વચનોરૂપે સ્થાપન કરે છે, અને તે પ્રામાણિક એવાં વેદવચનોને પ્રવૃત્તિના નિયામક તરીકે સ્વીકારે છે.
તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે – જેમ વેદવચનો અપૌરુષેય છે, તેમ લૌકિક વચનો પણ અપૌરુષેય છે. માટે માત્ર વૈદિક વચનો અપૌરુષેય છે તેથી પુરુષકૃત દોષરહિત છે, એવો અસઘ્રહ રાખીને વેદવચનોને પ્રવૃત્તિનિયામક માનવાનો પૂર્વપક્ષીનો આશય મિથ્યા છે; કેમ કે લૌકિક વચનો અને વેદવચનો બંને સમાન રીતે અપૌરુષેય છે. તેથી જે પુરુષમાં અજ્ઞાન, રાગ કે દ્વેષ હોય તે પુરુષનું વચન આ ત્રણમાંથી કોઈ પણ દોષને કારણે મૃષા થઈ શકે, પરંતુ જે પુરુષમાં લેશ પણ અજ્ઞાન નથી અને લેશ પણ રાગ-દ્વેષ નથી, તે પુરુષનું વચન સંપૂર્ણ દોષથી અનાક્રાંત છે; માટે તે વચન પુરુષથી બોલાયેલું છે અને તે અપેક્ષાએ પૌરુષેય સ્વીકારો, અથવા તો પુરુષના પ્રયત્નથી તે વચનને અભિવ્યંજક સ્વીકારો, તોપણ એ અભિવ્યક્ત થયેલા શબ્દો, વક્તારૂપ પુરુષમાં રાગાદિ દોષ નહિ હોવાથી સંપૂર્ણ દોષરહિત છે. માટે એવાં સર્વશનાં વચનો જ પ્રવૃત્તિનાં નિયામકે સ્વીકારી શકાય. આ પ્રકારનું પ્રસ્તુત ગાથાનું તાત્પર્ય છે. ll૧૭૩