________________
૩૧
પ્રતિમાશતક ભાગ-૩/ dવપરિક્ષા | ગાથા-૧૭૫ ટીકાર્ય :
પુરુષમાથા .. ક્ષા, પુરુષમાત્રથી=થાવત્ પુરુષથી, આ=અતીન્દ્રિય શક્તિ, ગમ્ય નથી. માટે વેદવચનથી અર્થનો નિર્ણય કોઈને થઈ શકશે નહિ.
કોઈ એવો પુરુષ હોય કે જે અતીન્દ્રિય શક્તિને જાણતો હોય તેવો પુરુષ વેદવાક્યથી અર્થનો નિર્ણય કરી શકશે. એવી શંકાને સામે રાખીને કહે છે -
તતિરાવો....... સાશા લૌકિક વચનથી તેનો=અતીન્દ્રિયદર્શી એવા પુરુષનો, અતિશય પણ તમનેકમીમાંસકતે, બહુમત નથી.
અહીં મીમાંસક કહે કે, લૌકિક વચનોમાં જે શક્તિ છે તેવી જ વેદવચનમાં શક્તિ છે, પરંતુ અતીન્દ્રિય શક્તિ માનવાની જરૂર નથી. તેથી અપૌરુષેય એવા વેદવચનથી અર્થનો નિર્ણય થઈ શકશે. તેનું નિરાકરણ કરીને લૌકિક વચન સદશ અર્થપ્રકાશનની શક્તિ વેદવચનમાં સ્વીકારી શકાય નહિ, એ બતાવવા માટે ગ્રંથકારશ્રી કહે છે – વૃષ્ટા.... માથાર્થ અને લૌકિક વચનોથી વેદવચનોનું કથંચિત્ વૈધર્ખ જોવાયેલું છે. I૧૭પા
વિક્રેપચ્ચે - અહીં ‘થથી એ કહેવું છે કે, લૌકિક વચન અને વેદવચન વચનરૂપે સમાન હોવા છતાં પૌરુષેય અને અપૌરુષેયરૂપ કાંઈક વૈધર્મ છે, જે ગાથા-૧૭૬માં ગ્રંથકારશ્રી સ્વયં બતાવે છે. ભાવાર્થ:
મીમાંસક વેદવચનને અપૌરુષેય માને છે, તેથી વેદવચનમાં રહેલી અર્થપ્રકાશનની શક્તિને પણ અતીન્દ્રિય માનવી પડે, અને તે અર્થપ્રકાશનની શક્તિ પુરુષમાત્રથી ગમ્ય નથી અર્થાત્ કોઈ પુરુષ તે વેદવચનોમાં રહેલી અતીન્દ્રિય શક્તિને જાણી શકે તેમ નથી, તેથી અપૌરુષેય એવાં વેદવચનો સ્વીકારી લઈએ તોપણ સયુક્તિથી તે વેદવચનો દ્વારા કોઈ અર્થનો નિર્ણય થાય નહિ. - હવે કદાચ કોઈ એમ કહે કે, કોઈ પુરુષવિશેષ છે કે જે વેદવચનમાં રહેલી અર્થપ્રકાશનની અતીન્દ્રિય શક્તિ જાણી શકે છે. તો તેના નિરાકરણ માટે ગ્રંથકારશ્રી કહે છે –
અતીન્દ્રિયદર્શી એવા પુરુષનો અતિશય પણ મીમાંસકને સંમત નથી. તે આ રીતે –
મીમાંસક કહે છે કે, લૌકિક વચનોથી જે બોધ થાય છે તે જ બોધ સર્વ પુરુષો કરી શકે છે, પરંતુ અતીન્દ્રિય પદાર્થને જોનાર એવા અતિશયવાળો કોઈ પુરુષ નથી કે જે પરલોક અર્થે પ્રવૃત્તિ બતાવી શકે, માટે પરલોકના અર્થીની પ્રવૃત્તિ તો અપૌરુષેય એવા વેદથી જ થઈ શકે છે. આમ, મીમાંસકના મત પ્રમાણે અતીન્દ્રિયદર્શી કોઈ પુરુષ નથી, માટે તે અતીન્દ્રિય એવા યોગમાર્ગની પ્રવૃત્તિ માટે વેદને પ્રમાણભૂત સ્વીકારે છે, પરંતુ સર્વજ્ઞને માનતા નથી. માટે તેમના મતમાં અતીન્દ્રિયદર્શી પુરુષ માન્ય નથી, તેથી ગ્રંથકારશ્રી કહે છે -
મીમાંસકના મત પ્રમાણે કોઈ અતીન્દ્રિયદર્શી પુરુષ નથી, તેથી વેદવચનમાં રહેલી અર્થપ્રકાશનની