________________
પ્રતિમાશતક ભાગ-૩ નવપરિણા | ગાથા-૧૭૩-૧૭૪
૩પ૯ પ્રસ્તુત ગાથા-૧૭૩ના કથનથી એ ફલિત થયું કે – જ અસત્કાર્યવાદની દૃષ્ટિથી અપૌરુષેય વચન નથી, પરંતુ જે કોઈ વચન હોય તે પૌરુષેય જ હોય છે.
સત્કાર્યવાદની દૃષ્ટિથી વેદવચન પણ અપૌરુષેય છે અને સર્વ લૌકિક વચનો પણ અપૌરુષેય છે. અવતરણિકા -
પૂર્વે ગાથા-૧૭૩માં સ્થાપન કર્યું કે, વેદને અપૌરુષેય સ્વીકારશો તો તે જ રીતે લૌકિક વચનો પણ અપૌરુષેય છે, માટે અપૌરુષેય એવાં વેદવચન જ પ્રવૃત્તિનાં નિયામક છે, એમ કહી શકાય નહિ.
ત્યાં પૂર્વપક્ષી કહે કે, તમે, પુરુષના પ્રયત્નથી લૌકિક વચનોજન્ય નથી, પણ જગતમાં વિદ્યમાન એવા તે વચનો અભિવ્યક્ત થાય છે માટે પુરુષજન્ય નથી, એમ સ્વીકારીને, લૌકિક વચનોને અપીરુષેય માનો છો; અને તેમ સ્વીકારવામાં પુરુષથી અભિવ્યક્ત થતા શબ્દમાં પણ પુરુષકૃત દોષની પ્રાપ્તિ થઈ શકે, પરંતુ અમારા મત પ્રમાણે તો વેદવચનોનો કર્તા કોઈ નથી અને તેનો અભિવ્યંજક પણ કોઈ નથી. માટે પુરુષકૃત દોષતો સ્પર્શ વેદવચનમાં નથી, માટે વેદવાક્યથી જ પ્રવૃત્તિ કરવી ઉચિત છે. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે – ગાથા :
"ण य णिच्छओ वि हु तओ जुज्जइ पायं कहिंचि सण्णाया ।
जं तस्सत्थपगासणविसएह अइंदियासत्ती" ।।१७४।। ગાથાર્થ :
તેનાથી=વેદવાક્યથી, પ્રાયઃ કરીને કોઈ વસ્તુમાં સસ્થાયથી=સદ્ગતિથી, નિશ્ચય પણ=વાક્યર્થનો નિર્ણય પણ, થઈ શકતો નથી; જે કારણથી તેના=વેદવયનના, અર્થપ્રકાશનના વિષયમાં અહીંયાં=પ્રક્રમમાં= યજ્ઞમાં થતી હિંસાના વિષયમાં, અતીન્દ્રિય શક્તિ છે. II૧૭૪ll ટીકા :
न च निश्चयोऽपि ततो वेदवाक्याद् युज्यते प्रायः क्वचिद्वस्तुनि सन्यायात्, यद्=यस्मात्, तस्य वेदवचनस्य, अर्थप्रकाशनविषये इह प्रक्रमेऽतीन्द्रिया शक्तिरिति गाथार्थः ।।१७४।। ટીકાર્ચ -
= = .. થાઈ છે તેનાથી=વેદવાક્યથી પ્રાયઃ કરીને કોઈ વસ્તુમાં સથાયથી=સયુક્તિથી, નિશ્ચય પણ=વાક્યર્થનો નિર્ણય પણ, થઈ શકતો નથી; જે કારણથી તેના=વેદવચનના, અર્થપ્રકાશનના વિષયમાં અહીંયાં=પ્રક્રમમાં યજ્ઞમાં થતી હિંસાના વિષયમાં, અતીન્દ્રિય શક્તિ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. II૧૭૪. મૂળ ગાથામાં ‘
fછો વિ' અને ટીકામાં ‘નિશ્વયોગવિ' કહ્યું, ત્યાં “પથી એ કહેવું છે કે, કોઈનાથી