________________
પ્રતિમાશતક ભાગ-૩ | સ્તવપરિજ્ઞા | ગાથા-૧૩૫-૧૩૬ મ્લેચ્છવચનથી પણ આ ઉભય છે=ધર્મ અને અદોષનો ભાવ એ ઉભય છે, ઇત્યાદિ કહેવા માટે શક્યપણું છે.
૩૦૭
અન્ય પણ કલ્પના આ પ્રમાણે=કવ—બ્રાહ્મણપરિગૃહીતત્વાદિની જેમ ભિલ્લપરિગૃહીતત્વાદિ પ્રકારથી=ભિલ્લ વડે ગ્રહણ કરાયેલ છે ઇત્યાદિ રૂપ પ્રકારથી, સાધર્મ્સ-વૈધર્મ્સને કારણે દુષ્ટ છે; એ પ્રમાણે ગાથાર્થ છે. ૧૩૫।।
ભાવાર્થ:
વેદવચનથી યાગાદિમાં પ્રવૃત્તિ કરાય છે, તેથી તે યાગાદિમાં ધર્મ અને અદોષનો ભાવ છે=હિંસાકૃત દોષનો અભાવ છે, એમ ન કહેવું; કેમ કે સમાન ભણિતી છે અર્થાત્ એમ કહી શકાય છે કે, મ્લેચ્છવચનથી વર બ્રાહ્મણનો ચંડિકાદિ દેવતાવિશેષની આગળ ભોગ ધરવામાં ધર્મ છે, અને હિંસાકૃત અદોષનો ભાવ છે અર્થાત્ હિંસાકૃત દોષ છે તેનો અભાવ છે. માટે વેદવચનથી જ થતી હિંસામાં ધર્મ અને અદોષનો ભાવ છે, એમ કહીએ તો મ્લેચ્છના વચનથી બ્રાહ્મણનો ચંડિકાદિ દેવતાવિશેષ આગળ કરાતા ભોગને પણ ધર્મ અને અદોષરૂપે કહેવાનો પ્રસંગ આવે. અને બ્રાહ્મણપરિગૃહીતત્વાદિરૂપ અન્ય પણ કલ્પના, એ રીતે જ ભિલ્લપરિગૃહીતત્વાદિ પ્રકારથી સાધર્મરૂપ વૈધર્મને કારણે દુષ્ટ છે અર્થાત્ યાગાદિમાં બ્રાહ્મણપરિગૃહીતત્વ અને ચંડિકાદિ દેવતાવિશેષની આગળ શ્રેષ્ઠ બ્રાહ્મણના ભોગમાં ભિલ્લપરિગૃહીતત્વ છે, એ રૂપ વૈધર્મ છે, તે સાધર્મરૂપ જ છે; કેમ કે ભિલ્લ અને બ્રાહ્મણકૃત ત્યાં ભેદ હોવા છતાં ત્યાં કોઈ વિશેષ ભેદક નથી. તેથી સાધર્મરૂપ વૈધર્મ હોવાને કારણે અન્ય પણ કલ્પના દુષ્ટ છે.
આશય એ છે કે યાગની હિંસા બ્રાહ્મણપરિગૃહીત છે માટે દોષરૂપ નથી, અને ચંડિકાદિ દેવતાવિશેષ આગળ શ્રેષ્ઠ બ્રાહ્મણના ભોગની હિંસા ભિલ્લપરિગૃહીત છે માટે દોષરૂપ છે, એમ કહી શકાય નહિ. તેથી જ કહ્યું કે, અન્ય પણ કલ્પના દુષ્ટ છે.
અહીં અન્ય પણ કલ્પના સાધર્મ-વૈધર્મને કારણે દુષ્ટ છે, એનાથી એ કહેવું છે કે, જેમ યજ્ઞમાં આલોકના ફળની આશંસામાત્ર પ્રયોજન છે, તેમ ચંડિકાદિ દેવતાવિશેષ આગળ ભોગ ધરવામાં પણ આલોકના ફળની આશંસા છે, તેથી યજ્ઞમાં અને ચંડિકાદિ દેવતાવિશેષ આગળ ભોગ ધરવામાં સાધર્મ છે; તોપણ યાગ બ્રાહ્મણપરિગૃહીત છે અને ચંડિકાદિ દેવતાવિશેષ આગળ શ્રેષ્ઠ બ્રાહ્મણનો ભોગ ધરવો એ ભિલ્લપરિગૃહીત છે, એટલું વૈધર્મ છે; માટે જો વેદથી કરાતી હિંસાને દુષ્ટ ન કહો તો ભિલ્લથી કરાયેલી હિંસાને પણ દુષ્ટ નથી, એમ માનવાનો પ્રસંગ આવે. II૧૩૫॥
અવતરણિકા :
यस्मादेवम्
અવતરણિકાર્થ :
જે કારણથી આમ છે અર્થાત્ પૂર્વે ગાથા-૧૨૪માં કહ્યું કે, અનુપપત્તિક=યુક્તિરહિત, એવા
-