________________
૩૩૨
પ્રતિમાશતક ભાગ-૩ નવપરિજ્ઞા | ગાથા-૧૫-૧૫૩ ભગવાન ક્રોધ-માન-માયા અને લોભના પ્રતિપક્ષ એવા ક્ષમા-માદવ-આર્જવ અને નિરીહતા એ ચાર ભાવોના પ્રકર્ષને પામેલા છે, માટે વીતરાગ છે; અને વિતરાગભાવ પ્રત્યેના બહુમાનથી જ્યારે શ્રાવક ભગવાનની પૂજા કરે છે, ત્યારે તેનું ચિત્ત ભગવાનના તે ભાવો તરફ ગમનવાળું થાય છે, જે અંતરંગ ભાવોની યતનાસ્વરૂપ છે. તેને જ અહીં ટીકામાં ભાવશુદ્ધિરૂપે યતનાથી પૃથ– ગ્રહણ કરીને ધર્મની પ્રવૃત્તિમાં ભાવશુદ્ધિની પ્રધાનતા બતાવેલ છે. * વળી, શ્રાવક જેમ ભગવાનની ભક્તિ કરે છે, તેમ છકાયના જીવો પ્રત્યે દયાળુ હોય છે. તેથી ભગવાનની ભક્તિના કાળમાં પોતાને ભગવાનની ભક્તિમાં ઉપયોગી ન હોય તેવી લેશ પણ પીડા કોઈ જીવને ન થાય તેવી જે યતના કરે છે, તે બહિરંગ યતના છે, અને આ બહિરંગ યતનાથી હેતુહિંસાનો પરિહાર થાય છે; અને અંતરંગ યતના ભાવિમાં સંયમની પ્રાપ્તિનું કારણ હોવાના કારણે અંતરંગ યતનાથી અનુબંધહિંસાનો પરિહાર થાય છે. તેથી શ્રાવકને ભગવાનની પૂજામાં ફક્ત સ્વરૂપહિંસાની પ્રાપ્તિ છે. I૧પરા અવતરણિકા :
પૂર્વે ગાથા-૧૫રમાં કહ્યું કે, યતના ધર્મનો સાર છે. તેને જ સ્પષ્ટ કરતાં કહે છે – ગાથા :
"जयणेह धम्मजणणी जयणा धम्मस्स पालणी चेव ।
તબુદ્ધિવારી ગયા પરંતસુહાવરા નયા” ગાથાર્થ :
અહીં જિનભવનાદિના નિર્માણમાં, ચતના ધર્મને પેદા કરનાર છે, ચતના ધર્મનું પાલન કરનાર છે અને યતના ધર્મની વૃદ્ધિ કરનાર છે, યતના એકાંતે સુખાવહા=સુખને આપનારી છે. II૧૫all ટીકા :
यतनेह धर्मजननी ततः प्रसूतेः, यतना धर्मस्य पालनी चैव प्रसूतरक्षणात्, तद्वृद्धिकारिणी यतना, इत्थं तवृद्धेः, एकान्तसुखावहा यतना सर्वतोभद्रत्वादिति गाथार्थः ।।१५३।। ટીકાર્ય :
યતિનેદ.... માથાર્થ ! અહીં=જિનભવવાદિતા નિર્માણમાં, યતના ધર્મને પેદા કરનાર છે; કેમ કે તેનાથી=યતનાથી, ધર્મની પ્રસૂતિ =ધર્મ પેદા થાય છે, અને યતના ધર્મનું પાલન કરનાર છે; કેમ કે પેદા થયેલ ધર્મનું યતનાથી રક્ષણ થાય છે, અને તેની વૃદ્ધિ કરનાર=ધર્મની વૃદ્ધિ કરનાર, યતના છે; કેમ કે આ રીતે યતનાનું પાલન કરાય છે એ રીતે, ધર્મની વૃદ્ધિ થાય છે. યતના એકાંતે સુખાવહા=સુખને આપનારી છે; કેમ કે યતના સર્વતોભદ્ર છે અર્થાત્ સર્વ કલ્યાણ કરનારી છે, એ પ્રમાણે ગાથાર્થ છે. NI૧૫૩.