________________
૫૦.
પ્રતિમાશતક ભાગ-૩/ આવપરિજ્ઞા | ગાથા-૧૧૮-૧૧૯ સર્વશે કેવલજ્ઞાનથી જાણ્યું કે, આ રીતે અધિકારી જીવને દ્રવ્યસ્તવ સંસારના ઉચ્છેદનું કારણ છે, અને તે જાણીને કહેવાયેલાં જે આગમો, તે આગમથી પ્રયુક્ત એવી જે અનિવારિત ગુરુપરંપરા આગમમાં બતાવેલી વિધિ પ્રમાણે પ્રવૃત્ત એવી જે અસ્મલિત ગુરુપરંપરા, તે ગુરુપરંપરાથી વર્તમાનનાં આગમો સર્વજ્ઞ વડે કહેવાયેલ છે, તે નિશ્ચિત છે.
આનાથી એ ફલિત થાય છે કે, તે કાળે તે સર્વજ્ઞ એવા તીર્થકરે કેવલજ્ઞાનથી જગતના પદાર્થો જાણ્યા, અને જાણ્યા પછી તેમણે તે પદાર્થો તે રીતે જ કહ્યા, અને સર્વજ્ઞ એવા તીર્થંકરે કહેલા તે પદાર્થો આગમમાં ગૂંથાયા. એ આગમમાં બતાવેલ વિધિ પ્રમાણે જેઓ સંયમ ગ્રહણ કરીને વર્તે છે, તેવા ગુરુઓની જે અનિવારિત પરંપરા ચાલે છે, તેવા અનિવારિત ગુરુના સંપ્રદાય પાસેથી તે નિર્ણય થાય છે કે, “આ આગમને કહેનારા કોઈ છદ્મસ્થ નથી, પરંતુ સર્વજ્ઞ છે.” તેથી તે સંપ્રદાયના વચનના બળથી નક્કી થાય છે કે, આ સર્વજ્ઞનું વચન છે અને તે સર્વજ્ઞનું વચન જ દ્રવ્યસ્તવને મોક્ષનું કારણ કહે છે. માટે “સર્વજ્ઞનું વચન આવું કહે છે” એ કથન, અત્યંત અસંભવી નથી, પરંતુ સંભવી શકે તેવું છે, કેમ કે કોઈકથી કહેવાયેલ છે, પરંતુ અપૌરુષેય હોય તો અત્યંત અસંભવી બને. માટે વિચારકને તે વચન પ્રવૃત્તિનું કારણ બને છે. એ પ્રકારે પ્રસ્તુત ગાથાનો સંબંધ ગાથા-૧૩૭ના કથન સાથે છે.
અહીં વિશેષ એ છે કે, સર્વજ્ઞના વચનથી પ્રવૃત્તિ કરવી જોઈએ, એમ કહેવામાં આવે તો તે વચન સંભવત્ સ્વરૂપવાળું છે; કેમ કે સર્વજ્ઞ એવા કોઈ પુરુષ દ્વારા કહેવાયેલું છે, તેથી સંભવી શકે છે. પરંતુ અપૌરુષેય વચનથી પ્રવૃત્તિ કરવી જોઈએ એમ કહેવામાં આવે તો, કોઈ કહેનાર ન હોવાથી અપૌરુષેય એવું વચન પ્રવૃત્તિનું નિયામક છે એમ કહેવું અત્યંત અસંભવ લાગે. માટે સંભવતું સ્વરૂપવાળું સર્વજ્ઞનું વચન છે એમ અહીં કહેલ છે, અને તે સર્વજ્ઞનું વચન છે, એ અનિવારિત ગુરુપરંપરાથી નિર્મીત થયેલું છે. I૧૬૮ અવતરણિકા -
પૂર્વે ગાથા-૧૧૯માં કહ્યું કે, દ્રવ્યસ્તવમાં કરાતી હિસા જો ઘર્મ માટે હોય તો વેદવિહિત હિંસા પણ ધર્મ માટે સ્વીકારવી પડશે. ત્યાર પછી તે પૂર્વપક્ષીનું કથન પુષ્ટ કરવા માટે ગાથા-૧૨૩ સુધી યુક્તિ બતાવી અને તેનું નિરાકરણ ગાથા-૧૨૪થી કર્યું, અને ગાથા-૧૩૭માં સ્થાપન કર્યું કે, વિશિષ્ટ વચન જ પ્રવૃતિનિમિતક થઈ શકે છે અને તે વિશિષ્ટ વચન દષ્ટ-ઈષ્ટ સાથે અવિરોધી અને સંભવત સ્વરૂપવાળું હોવું જોઈએ અને યજ્ઞ કહેનારું વચન એવું નથી માટે તે વચન પ્રવૃતિનિમિતક બની શકે નહિ. ત્યાર પછી દ્રવ્યસ્તવને કહેનારું વચન દષ્ટ-ઈષ્ટ સાથે કઈ રીતે અવિરોધી છે, તે બતાવ્યું, અને ગાથા-૧૬૮માં દ્રવ્યસ્તવને કહેનારું વચન સંભવત્ સ્વરૂપવાનું છે તેમ બતાવ્યું અને તેથી કલ્યાણના અર્થી માટે તે વચન પ્રવૃતિનિમિત્તક બની શકે તેમ સ્થાપન કર્યું, અને યજ્ઞને કહેનારું વેદવચન દષ્ટઈષ્ટ સાથે અવિરોધી નથી, તે વાત પણ ગાથા-૧૩૭થી ૧૪૩ સુધીમાં બતાવી. હવે યશને કહેવાયું વચન સંભવત=સંભવી શકે તેવા, સ્વરૂપવાળું પણ નથી, તે બતાવવા માટે કહે છે –