________________
પ્રતિમાશતક ભાગ-૩ | સ્તવપરિક્ષા | ગાથા-૧૭૨
થઈ શકે ? કેમ કે વિપક્ષની અદૃષ્ટિ છે, એ પ્રકારે અર્થ છે.
ગ્રંથકારશ્રી ‘અત્રાદ’થી તેનો ઉત્તર આપે છે
અહીંયાં=પૂર્વપક્ષીની આશંકામાં, કહે છે
-
344
કોઈક રીતે ક્યારેક લૌકિક પિશાચવચન સંભળાય છે. વળી આ=અપૌરુષેય એવું વૈદિકવચન, સદા=હંમેશાં, જ સંભળાતું નથી. ।।૧૭૨ા
* અહીં ટીકામાં કહ્યું કે, લૌકિક એવું પિશાચવચન ક્યારેક અને કોઈક રીતે સંભળાય છે, તેનો આશય એ છે કે, કોઈક જીવ સાથે વૈરભાવ વગેરે થયેલ હોય અને તે જીવ મરીને પિશાચ થયેલો હોય ત્યારે ક્યારેક કોઈક કા૨ણે સામેના જીવને ડરાવવા માટે લૌકિક વચનો પિશાચ અદૃશ્ય રહીને બોલે ત્યારે પિશાચનાં વચનો સંભળાય છે, તે સિવાય સંભળાતાં નથી, અને તે વચનો સાંભળીને લોકોને શંકા થાય કે, આ વચનને બોલનાર પિશાચ અદૃશ્ય છે.
ભાવાર્થ:
પૂર્વે ગાથા-૧૭૧માં સ્થાપન કર્યું કે, કોઈ બોલનાર ન હોય એવું વચન જગતમાં સંભળાતું નથી, અને ક્યારેક સંભળાતું હોય તોપણ એ વચનનો બોલનાર કોઈક અદૃશ્ય જીવ છે, એ પ્રકારની થયેલી શંકા દૂર થતી નથી. તેથી એ નક્કી થાય છે કે, જે વચન હોય તેનો બોલનાર કોઈ અવશ્ય હોય જ. ત્યાં વેદને અપૌરુષેય માનનાર કહે છે કે, વેદવચન સિવાય અન્ય કોઈ વચન અદશ્યકર્તૃક સંભળાતું નથી. અર્થાત્ જો અન્ય કોઈ વચન અદૃશ્યકર્તૃક છે એમ સંભળાતું હોય=એમ લોકમાં કહેવાતું હોય, તો તેની જેમ વેદનો પણ કર્તા અદૃશ્ય છે કે તેનો કર્તા કોઈ નથી, એ પ્રકારે શંકા થઈ શકે, પરંતુ અન્ય કોઈ વચન અદશ્યકર્તૃક પ્રસિદ્ધ નથી, તેથી વેદવચનનો કર્તા કોઈ અદ્દેશ્ય છે તેવી શંકા ઉત્પન્ન થઈ શકે નહિ; કેમ કે વિપક્ષ દેખાતો નથી.
આશય એ છે કે, જેમ કોઈક પર્વતમાં અગ્નિ દેખાય અને અન્ય કોઈ પર્વતમાં અગ્નિ નથી તેમ પણ દેખાય છે. તેથી કોઈક વ્યક્તિ કોઈક પર્વતને જુએ તો શંકા થાય કે, આ પર્વતમાં અગ્નિ છે કે નહિ ? કેમ કે પર્વતમાં જેમ અગ્નિ પ્રાપ્ત થાય છે, તેમ અગ્નિનો અભાવ પણ પ્રાપ્ત થાય છે. તેથી વિપક્ષ જોવાને કા૨ણે પ્રસ્તુત પર્વતમાં પણ શંકા થઈ શકે કે, તેમાં અગ્નિ છે કે નથી ? પરંતુ અગ્નિ હંમેશાં બાળે છે, તેમ જ દેખાય છે, તેથી કોઈ અગ્નિને જોઈને એવી શંકા થતી નથી કે, આ અગ્નિ બાળશે કે નહિ ? કેમ કે જગતમાં અગ્નિ હોય અને બાળતો ન હોય તેવો કોઈ વિપક્ષ દેખાતો નથી.
પ્રસ્તુતમાં પણ તે જ રીતે વેદ સિવાય સર્વ વચનોનો કર્તા પ્રત્યક્ષથી દેખાય છે.(આ કથન પિશાચના વચનને ધ્યાનમાં લીધા વગરનું પૂર્વપક્ષીનું છે.) તેથી વેદવચનથી અન્ય સંભળાતાં વચનો માટે આ સંભળાતાં વચનોનો કર્તા અદૃશ્ય છે, તેવી શંકા થાય નહિ; કેમ કે જે વચનો સંભળાતાં હોય તેનો બોલનાર નજીક કે દૂર અવશ્ય હોય જ છે. જ્યારે વેદવચનો એવાં છે કે, જેનો કર્તા કોઈ દેખાતો નથી અને જેમ અગ્નિ હંમેશાં બાળે જ છે અને અગ્નિ હોય અને ન બાળે એવો વિપક્ષ મળતો નથી, તેથી અગ્નિને જોઈને શંકા થતી નથી
ન