________________
પ્રતિમાશતક ભાગ-૩/ સ્તવપરિજ્ઞા/ ગાથા-૧૬૮
૩૪૯ ટીકા :__तथा संभवद्रूपं सर्वं सर्वज्ञवचनत एतद्, यदुक्तं तत् निश्चित्य (निश्चितं) सर्वज्ञावगतकथितागमप्रयुक्तगुरुसंप्रदायेभ्यः (सर्वज्ञावगतकथितागमप्रयुक्तानिवारितगुरुसम्प्रदायेभ्यः सकाशादिति માથાર્થ) ૨૬૮ાા
પ્રસ્તુત ગાથા-૧૯૮ની ટીકા પાછળની સંગત જણાતી નથી. તેથી પંચવસ્તુક ગ્રંથ ગાથા-૧૨૭૭ પ્રમાણે ટીકા નીચે મુજબ સંગત જણાય છે.
तथा संभवद्रूपं सर्वं सर्वज्ञवचनत एतद्, यदुक्तं तद् निश्चित्य सर्वज्ञावगतकथितागमप्रयुक्तानिवारितगुरुसम्प्रदायेभ्यः सकाशादिति નાથાર્થ. ૨૨૭૭ી પંચવસ્તુક ગ્રંથ ગાથા-૧૨૭૭ની આ ટીકામાં તદ્ નિશ્વિત્ય પાઠ અશુદ્ધ જણાય છે, ત્યાં તદ્ નિશ્વિતમ્ પાઠ પ્રતિમાશતક મુદ્રિત ગ્રંથમાં છે, તે સંગત જણાય છે. બાકી પંચવસ્તુકનો પાઠ સંગત જણાવાથી તે મુજબ અમે પ્રસ્તુત ગાથાની ટીકાનો અર્થ કરેલ છે.
જ સંવકૂવૅસંભવી શકે તેવા સ્વરૂપવાળું એ પ્રમાણે દરેક જગ્યાએ સંભવતું સ્વરૂપનો અર્થ સમજવો. ટીકાર્ય :
તથા ” નાથાર્થ છે અને સર્વજ્ઞનું વચન હોવાને કારણે આ સર્વ=પૂર્વમાં કહ્યું કે, “વ્યસ્તવ અનુબંધથી અહિંસાવાળું છે તેથી મોક્ષનું કારણ છે” એ સર્વ, સંભવ–સંભવી શકે તેવા સ્વરૂપવાળું છે.
અહીં પ્રશ્ન થાય કે, દ્રવ્યસ્તવ અનુબંધથી અહિંસાવાળું છે ઇત્યાદિ કહેનાર સર્વજ્ઞનું વચન છે કે કોઈ અન્યનું વચન છે, તેનો નિર્ણય કઈ રીતે થાય ? તેથી કહે છે –
જે કહેવાયું અર્થાત્ દ્રવ્યસ્તવ ભાવસ્તવની પ્રાપ્તિ દ્વારા મોક્ષનું કારણ છે ઈત્યાદિ સર્વ સર્વજ્ઞ વડે કહેવાયું છે, એમ જે કહેવાયું, તે (સર્વજ્ઞ પાસેથી જણાયેલા અને કહેવાયેલા આગમથી પ્રયુક્ત, અવિવારિત એવા ગુરુના સંપ્રદાયથી–ગુરુની પરંપરાથી.) નિશ્ચિત છે. ૧૬૮ ભાવાર્થ :
દ્રવ્યસ્તવ કરવાથી શ્રાવકને સંયમની પ્રાપ્તિ વગેરે ગુણો થાય છે અને તેના દ્વારા દ્રવ્યસ્તવ મોક્ષનું કારણ બને છે, એ કથનને કહેનારું સર્વજ્ઞનું વચન હોવાને કારણે એ સર્વ કથન સંભવતુ–સંભવી શકે તેવા સ્વરૂપવાળું છે.
અન્ય દર્શનવાળા વેદને જેમ અપૌરુષેય માને છે, તેમ આગમને અપૌરુષેય સ્વીકારવામાં આવે તો દ્રવ્યસ્તવને કહેનારું વચન સંભવતુ–સંભવી શકે તેવા સ્વરૂપવાળું થાય નહિ, તે સ્વયં ગ્રંથકારશ્રી આગળ કહેવાના છે. પરંતુ દ્રવ્યસ્તવ મોક્ષનું કારણ છે, એ વસ્તુને કહેનારું સર્વજ્ઞનું વચન છે, તેથી તે સંભવતુ સ્વરૂપવાળું છે.
અહીં વિચારકને પ્રશ્ન થાય કે, દ્રવ્યસ્તવ મોક્ષનું કારણ છે તેને કહેનારું વચન સર્વજ્ઞનું છે કે કોઈ અન્ય વ્યક્તિનું છે, તે કઈ રીતે નક્કી થાય ? તેથી ગાથાના ઉત્તરાર્ધથી કહે છે –