________________
૩૩૪
પ્રતિમાશતક ભાગ-૩ | જીવપરિજ્ઞા) ગાથા-૧પ૪
ગાથાર્થ :
ચતના વડે વર્તમાન જીવી શ્રદ્ધા, બોધ અને આસેવનના ભાવ વડે સમ્યક્ત, જ્ઞાન અને સાત્રિનો આરાધક કહેલો છે. II૧૫૪ll ટીકા :
___ यतनया वर्तमानो जीवः परमार्थेन सम्यक्त्वज्ञानचरणानां त्रयाणामपि श्रद्धाबोधासेवनभावेन हेतुनाऽऽराधको भणितस्तथाप्रवृत्तेरिति गाथार्थः ।।१५४।। ટીકાર્ય :
વતનવા ....નાથા: યતના વડે વર્તમાન જીવ પરમાર્થથી સમ્યક્ત, જ્ઞાન અને ચરણ=ચારિત્ર, ત્રણેયનો પણ શ્રદ્ધા, બોધ અને આસેવાભાવરૂપ હેતુ વડે આરાધક કહેલો છે.
અહીં પ્રશ્ન થાય કે, યતના એ ઉપયોગપૂર્વકની આચરણસ્વરૂપ છે. તેથી યતના વડે વર્તમાન જીવ સમ્યકત્વ, જ્ઞાન અને ચારિત્ર એ ત્રણેયનો પણ આરાધક કઈ રીતે સંભવે ? તેથી હેતુ કહે છે –
તે પ્રકારની પ્રવૃત્તિ છે અર્થાત્ જીવ જે શાસ્ત્રનાં વચનોથી આરાધના કરે છે, તે શાસ્ત્રનાં વચનો પ્રત્યે તેને શ્રદ્ધા રુચિ હોય છે, કે આ વચનો જ પરમાર્થરૂપ છે; અને તે વચનોનો બોધ હોય છે અર્થાત કઈ રીતે યતના કરવાથી ઉત્તરોત્તર વૃદ્ધિમતુ થઈને ગુણની પરાકાષ્ઠા પ્રાપ્ત થાય, તે પ્રકારનો બોધ હોય છેઅને તે બોધપૂર્વક સ્વશક્તિને અનુરૂપ પ્રવૃત્તિ કરતો હોવાથી જીવ રત્નત્રયનો આરાધક બને છે. II૧૫૪ના ભાવાર્થ :
અપુનબંધક જીવ મતનાપૂર્વક જિનભવનાદિ નિર્માણરૂપ દ્રવ્યસ્તવ કરતો હોય કે સમ્યગ્દષ્ટિ કે દેશવિરતિધર યતનાપૂર્વક જિનભવનાદિ નિર્માણરૂપ દ્રવ્યસ્તવ કરતો હોય, ત્યારે દેશવિરતિધરને તો દેશચારિત્ર હોવાને કારણે યતનાપૂર્વકની દ્રવ્યસ્તવની પ્રવૃત્તિથી સમ્યક્ત, જ્ઞાન અને ચારિત્ર ત્રણેયની પણ આરાધના સંભવે, પરંતુ અપુનબંધક અને સમ્યગ્દષ્ટિ જીવને ત્રણેયની આરાધના કઈ રીતે સંભવે ? કેમ કે ત્યાં વિરતિનો અસંભવ છે. તેનું તાત્પર્ય એ છે કે,
અપુનબંધક જીવ પણ જ્યારે પોતાના સ્કૂલબોધ પ્રમાણે યતનાપૂર્વક પ્રવર્તતો હોય ત્યારે, સૂક્ષ્મબોધ નહિ હોવાને કારણે પૂર્ણ તત્ત્વરુચિ નહિ હોવા છતાં પૂર્ણ તત્ત્વરુચિને અભિમુખ એવી સ્કૂલથી તત્ત્વરુચિ છે, અને સૂક્ષ્મબોધ નહિ હોવા છતાં સૂક્ષ્મબોધને અનુકૂળ એવો પૂલબોધ છે; તેથી એ બંને હેતુથી સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન સ્વરૂપ છે; કેમ કે સ્વરૂપથી સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન ચોથા ગુણસ્થાનકમાં પ્રગટે છે અને તેની પૂર્વે તે બંને હેતુરૂપે હોય છે. તેથી અપુનબંધક અવસ્થામાં સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન હેતુરૂપે હોય છે, અને તે વખતે જે યતનાની પ્રવૃત્તિ છે, તે દ્રવ્યચારિત્રરૂપ હોવા છતાં ભાવચારિત્રને અભિમુખ છે. તેથી જ અપુનબંધક જીવ યતનાપૂર્વક પ્રવૃત્તિ કરતો હોય ત્યારે સ્થૂલરુચિ, સ્કૂલબોધ અને પ્રધાનદ્રવ્યચારિત્ર