________________
પ્રતિમાશક ભાગ-૩ | નવપરિણા/ ગાથા-૧૫-૧૬
૨૪૫
ટીકાર્ય :
પર્વ ... ગાથા એ રીતે=ચિંતામણિ આદિથી ઉપકાર થાય છે એ રીતે, પૂજ્ય એવા કૃતકૃત્યથી તેના ભાવમાંsઉપકારના ભાવમાં, કોઈ વિરોધ નથી. આથી કરીને જ=કૃતકૃત્યત્વ ગુણથી જ, તેઓ=ભગવંતો, પૂજ્ય જ છે. (તેથી) તે પૂજા વડે=ભગવાનની પૂજા વડે, કઈ આશાતના ? અર્થાત કોઈ આશાતના નથી. ૧૬પ ભાવાર્થ
પૂર્વે ગાથા-૧૬૪માં ચિંતામણિ આદિના દૃષ્ટાંતથી બતાવ્યું કે, ચિંતામણિ આદિ કોઈ ઉપકાર કરતા નથી તોપણ વિધિસેવકને ઉપકાર થાય છે, એ રીતે અહીં બતાવ્યું કે, કૃતકૃત્ય એવા ભગવાનથી ઉપકાર સ્વીકારવામાં કોઈ વિરોધ નથી.
આશય એ છે કે, જડ એવું પણ ચિંતામણિરત્ન ઉપાસના કરનારને વાંછિત ફળ આપવા સમર્થ છે, તેનું કારણ તે પુગલ દ્રવ્યનો તેવો સ્વભાવ છે. તે જ રીતે કૃતકૃત્ય એવા ભગવાનનું અવલંબન લેવામાં આવે અને વિધિપૂર્વક તેમની ઉપાસના કરવામાં આવે તો ભગવાનને અવલંબીને થતા ભાવોનો તેવો સ્વભાવ છે કે, જીવને પુણ્યાનુબંધી પુણ્ય અને નિર્જરા કરાવીને સંયમની પ્રાપ્તિ કરાવે છે. તેથી કૃતકૃત્ય એવા ભગવાનથી ઉપકાર સ્વીકારવામાં કોઈ વિરોધ નથી.
વળી, ભગવાન કૃતકૃત્ય છે, માટે જ પૂજ્ય છે. જો તેઓ કૃતકૃત્ય ન હોય તો અન્ય સંસારી જીવો જેવા જ રાગ-દ્વેષી છે એમ સિદ્ધ થાય, અને તેમની ઉપાસના કરવાથી પુણ્યાનુબંધી પુણ્ય કે નિર્જરાની પ્રાપ્તિ થઈ શકે નહિ. પરંતુ ભગવાન કૃતકૃત્ય છે તેવું જણાવાથી જ ભગવાન પૂજ્ય છે એવું જણાય છે, અને તે રીતે જ ભગવાનને પૂજવાથી ભગવાન દ્વારા પૂજકને ઉપકાર થાય છે. તેથી પૂર્વપક્ષીએ જે કહેલ કે, પૂજાથી ભગવાનની આશાતના થાય છે, તે વાત અર્થ વગરની છે.
વસ્તુતઃ ભગવાનની પૂજા કરવાથી જ ભગવાનના કૃતકૃત્યભાવની ઉપાસના થાય છે, અને તેના બળથી જ પૂજક પણ ભગવાન જેવો કૃતકૃત્ય બને છે. ૧૬પા અવતરણિકા :
પૂર્વપક્ષીએ પૂર્વે ગાથા-૧૬૩માં કહ્યું કે, ભગવાન કૃતકૃત્ય હોવાને કારણે સંયમના હેતુભૂત એવી અધિક હિંસાની નિવૃત્તિ દ્વારા પૂજામાં ગુણાંતર નથી. તેનો ખુલાસો કરતાં કહે છે –
ગાથા -
"अहिगणिवित्ति वि इहं भावेणाहिगरणाणिवित्तीओ । तहंसणसुहजोगा गुणंतरं तीइ परिसुद्धं" ।।१६६।।