________________
૩૪૬
પ્રતિમાશતક ભાગ-૩
નવપરિણાગાથા-ઉs.
ગાથાર્થ :
અહીંપૂજાદિમાં, (હિંસાની) અધિક નિવૃત્તિ પણ ભાવ વડે અધિકરણની નિવૃત્તિ થવાના કારણે છે, અને તદ્દર્શનના=ભગવાનના દર્શનના, શુભ યોગથી તેમાં=પૂજામાં ગુણાંતર પરિશુદ્ધ થાય છે. ૧૯કા ટીકાઃ___अधिकनिवृत्तिरप्यत्र-पूजादौ, भावेनाधिकरणानिवृत्तेः कारणात्, तदर्शनशुभयोगाद् गुणान्तरं, तस्यां पूजायामिति (पूजायां परिशुद्धमिति) गाथार्थः ॥१६६।। ટીકાર્ય :
થિનિવૃત્તિ ત્રિ.જાથા ! અહીં પૂજાદિમાં, હિંસાની અધિક નિવૃત્તિ પણ ભાવ વડે અધિકરણથી નિવૃત્તિ થવાના કારણે છે. તેમના દર્શનના=ભગવાનના દર્શનના, શુભયોગથી તેમાં પૂજામાં, ગુણાંતર પરિશુદ્ધ થાય છે. ૧૬
આ પ્રતિમાશતક મુ. પુસ્તકની પ્રસ્તુત ગાથાની ટીકામાં ‘પૂનામતિ પથાર્થ:' પાઠ છે. ત્યાં પૂના રિમિતિ થાર્થ:' પંચવસ્તુક ગ્રંથ ગાથા-૧૨૭૫ની ટીકામાં પાઠ છે, અને તે પાઠ સંગત જણાય છે; કેમ કે મૂળ ગાથામાં પરિશુદ્ધ પાઠ છે. તેથી પંચવસ્તક ગ્રંથની ટીકા મુજબ અહીં અમે તે પાઠ લઈ અર્થ કરેલ છે. ભાવાર્થ :
ભગવાનની પૂજા કરતી વખતે પૂજા કરનારને છકાયના જીવો પ્રત્યે દયાનો ભાવ વર્તે છે. આથી જ ભગવાનની ભક્તિમાં ઉપયોગી ન હોય તેવી કોઈ જીવની લેશ પણ હિંસા ન થાય અને ભગવાનની ભક્તિમાં વપરાતા પુષ્પાદિને પણ શક્ય એટલી કિલામણા ન થાય, એ પ્રકારના શુભ અધ્યવસાયથી વિવેકી ગૃહસ્થ પૂજામાં પ્રવૃત્તિ કરે છે.
ભગવાનની પૂજાથી પોતાને ભાવિમાં સંયમની પ્રાપ્તિ થાય તેવા શુભ અધ્યવસાયો પણ વિવેકી ગૃહસ્થને પ્રગટે છે, તેથી પૂજામાં થતી હિંસા અધિકરણરૂપ નથી; કેમ કે જેનાથી આત્મા કર્મબંધનો અધિકારી થાય તેને અધિકરણ કહેવાય, અને વિવેકી જીવમાં રહેલ ભાવના કારણે જ પૂજામાં થતી હિંસામાં અધિકરણની નિવૃત્તિ છે, તેથી ભાવિમાં સંયમની પ્રાપ્તિ દ્વારા પૂજાદિથી અધિક આરંભની નિવૃત્તિ પણ થાય છે. - જેમ કે વિર ભગવાને રંકને વસ્ત્રદાન આપ્યું, તે વસ્ત્રથી રેકે પોતાના જીવનનિર્વાહરૂપ આરંભસમારંભ કર્યો, તોપણ તે વસ્ત્રદાનથી રંકને જે બીજાધાન થયું, અને તેના કારણે ભાવિમાં સમ્યકત્વ અને સર્વવિરતિની પ્રાપ્તિ તેને થશે, તેથી ભગવાનનું વસ્ત્રદાન જેમ અધિકરણ નથી, તેમ ભગવાનની પૂજામાં થતી પુષ્પાદિ જીવોની હિંસા અધિકરણરૂપ નથી=પાપબંધનું કારણ નથી.
વળી, પૂજા વખતે પરમાત્માના દર્શનમાં પૂજકને શુભયોગ વર્તે છે, તેથી ભગવાનના વીતરાગાદિ ભાવો પ્રત્યે તેનું ખેંચાણ વધતું જાય છે. તેથી પૂજામાં પરિશુદ્ધ એવો ગુણાંતર અન્ય ગુણ, પ્રગટ થાય છે