________________
૩૪૪
પ્રતિમાશતક ભાગ-૨ | નવપરિડા ગાથા-૧૪-
૧૫
ટીકા :
उपकाराभावेऽपि चिन्तामणिज्वलनचन्दनादिभ्यः सकाशाद् विधिसेवकस्य पुंसो जायते तेभ्य एव स=उपकारः, प्रसिद्धमेतल्लोक इति ।।१६४।। ટીકાર્ય :
૩૫રમાવેલર ....તિ | ચિંતામણિ, અગ્નિ અને ચંદનાદિથી ઉપકારના અભાવમાં પણ વિધિસેવક એવા પુરુષને તેનાથી જ તે=ઉપકાર, થાય છે. આ=ચિંતામણિ આદિથી ઉપકાર થાય છે એ, લોકમાં પ્રસિદ્ધ છે. ૧૬૪મા ભાવાર્થ :
ભગવાન વીતરાગ છે, તેથી કોઈના પ્રત્યે ઉપકાર કરવો કે અનુપકાર કરવો એવો ભાવ ધરાવતા નથી. તે જ રીતે ચિંતામણિરત્ન જડ છે, તેથી પૂજક ઉપર ખુશ થઈને તે ઉપકાર કરતું નથી અને અગ્નિ તેનું સેવન કરનાર જીવ ઉપર ખુશ થઈને ઠંડકમાં ગરમી વડે હૂંફ આપતો નથી કે ચંદન તેનો લેપ કરનારને ખુશ થઈને શીતળતા આપતું નથી, તોપણ ચિંતામણિ આદિનું વિધિપૂર્વક સેવન કરનારને તેનાથી તે તે લાભ થાય જ છે. તેમ ભગવાન ખુશ થઈને કાંઈ કરતા નથી, તોપણ વિધિપૂર્વક ભગવાનની પૂજા કરનારને ભગવાનની પૂજાથી નિર્જરા અને પુણ્યાનુબંધી પુણ્યનો લાભ થાય છે, અને તેનાથી સંયમની પ્રાપ્તિ અને મોક્ષની પ્રાપ્તિ પણ થાય છે. વળી ચિંતામણિ આદિ ખુશ થઈને ઉપકાર કરતા નથી, તોપણ વિધિસેવકને તેનાથી ઉપકાર થાય છે, એ વાત લોકમાં પ્રસિદ્ધ છે, તેની જેમ જ ભગવાનથી ઉપકાર થાય છે, તેમ માનવામાં કોઈ વિરોધ નથી.ll૧૪ ગાથા :
"इय कयकिच्चेहितो तब्भावे णत्थि कोइ वि विरोहो ।
एत्तोच्चिय ते पुज्जा का खलु आसायणा तीए" ।।१६५।। ગાથાર્થ :
એ રીતે=ચિંતામણિ આદિથી ઉપકાર થાય છે એ રીતે, કૃતકૃત્ય એવા ભગવાનથી તેના=ઉપકારના, ભાવમાં કોઈ વિરોધ નથી. આથી કરીને જ કૃતકૃત્ય ગુણ હોવાથી જ, તેઓ=ભગવંતો, પૂજ્ય છે. (તેથી) તે પૂજા વડે કઈ આશાતના? અર્થાત્ કોઈ આશાતના નથી. II૧૬૫ll ટીકા :
एवं कृतकृत्येभ्यः पूज्येभ्यः सकाशात्तद्भावे उपकारभावे, नास्ति कश्चिद विरोध इति । अत एव कृतकृत्यत्वाद् गुणात्ते भगवन्तः पूज्या एव, का खल्वाशातना तया पूजयेति गाथार्थः Tઠ્ઠા