________________
૩૪ર
ટીકા
પ્રતિમાશતક ભાગ-૩ | સ્તવપરિજ્ઞા | ગાથા-૧૬૨-૧૬૩
स्यात्, पूजयोपकारस्तुष्ट्यादिरूपो न भवति कश्चिदिह, पूज्यानां तीर्थकृतां, कृतकृत्यत्वादिति युक्ति:, तथा जायते आशातना चैवमकृतकृत्यत्वापादनेनेति गाथार्थः । । १६२।। ટીકાર્થ =
1
स्यात्, .... થાર્થ: ।। ચા થાય, અર્થાત્ પૂર્વપક્ષીના મતે આ પ્રમાણે થાય. તે દોષને બતાવે છે પૂજાથી તુષ્ટિ આદિરૂપ=ભગવાન પૂજક ઉપર ખુશ થશે, તેવો કોઈ ઉપકાર અહીં લોકમાં થતો નથી; કેમ કે પૂજ્યોનું=તીર્થંકરોનું, કૃતકૃત્યપણું છે, એ પ્રકારે યુક્તિ છે. અને આ રીતે=પૂજાથી કોઈ ઉપકાર થતો નથી છતાં પૂજા કરવામાં આવે છે એ રીતે, અકૃતકૃત્યત્વના આપાદનથી, આશાતના થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ૧૬૨।
* તુતિરૂપો - અહીં ‘આફ્િ’થી પૂજકને ભગવાન ન્યાલ કરી દે કે ઇચ્છિતને પૂરી દે વગેરે ગ્રહણ કરવાનું છે.
ભાવાર્થ :
પૂજ્ય એવા તીર્થંકર ભગવંતો કૃતકૃત્ય છે, તેથી તેઓને પૂજાથી પૂજક ઉપર ખુશ થવું વગેરે કૃત્ય બાકી નથી. માટે પૂજા કરવાથી પૂજક ઉપર ભગવાન તુષ્ટ થઈને તે જીવની ઇચ્છાઓ પૂરી કરશે તેવો સંભવ નથી. આમ છતાં પૂજક જીવ ભગવાનની પૂજા કરે છે, તેથી એ પ્રાપ્ત થાય છે કે, ભગવાનની તુષ્ટિ માટે આપણે પૂજા કરીએ છીએ. તેથી ભગવાનને તુષ્ટ થવાનું કૃત્ય બાકી છે, એવો ભાવ ઘોતિત થાય છે અને તેથી તેઓ કૃતકૃત્ય નથી એમ જણાય છે. અને આ રીતે કૃતકૃત્ય એવા ભગવાનને અકૃતકૃત્યરૂપે બતાવવા તે ભગવાનની આશાતના ક૨વારૂપ છે, એ પ્રકારનો પૂર્વપક્ષીનો આશય છે. II૧૬૨ા
ગાથા:
"ता अहिगणिवत्तीए गुणंतरं णत्थि एत्थ नियमेणं ।
इय एयगया हिंसा सदोसमो होइ णायव्वा" ।। १६३ ।।
ગાથાર્થઃ
તે કારણથી=ભગવાન કૃતકૃત્ય હોવાથી પૂજકને કોઈ ઉપકાર કરતા નથી તે કારણથી, અહીંયાં= પૂજામાં, અધિક હિંસાની નિવૃત્તિ દ્વારા ગુણાંતર નિયમથી નથી. એથી કરીને થવા=પૂજાગત, હિંસા સદોષ જ્ઞાતવ્ય=જાણવા યોગ્ય, છે. II૧૬૩||
ટીકા ઃ
तदधिकनिवृत्त्या हेतुभूतया गुणान्तरं नास्त्यत्र नियमेन पूजादौ, इयमेतद्गता (इति एतद्गता) हिंसा सदोषैव भवति ज्ञातव्या, कस्यचिदनुपकारादिति गाथार्थः । ।१६३ । ।