________________
૩૪૦
પ્રતિમાશતક ભાગ-3| સ્તવપરિજ્ઞા | ગાથા-૧૫૭ થી ૧૪ બહુદોષનિવારણમાં પ્રધાન અંશ છે તેથી શુભયોગ છે એ રીતે, અતુબંધને ફળને, આશ્રયીને નિવૃત્તિપ્રધાન એવી આ=જિનભવનાદિ કારણમાં કરાવવામાં, થતી હિંસા, તત્વથી અહિંસા જાણવી. વળી યતનાવાળાની વિધિ વડે કરાતી પૂજાદિગત હિંસા પણ એ પ્રકારે જ=જે પ્રકારે જિનભવવાદિ કારણમાં–કરાવવામાં, થતી હિંસા તત્વથી અહિંસા છે એ પ્રકારે જ, તત્વથી અહિંસા છે, એ પ્રમાણે ગાથાર્થ છે. II૧૬૧ ભાવાર્થ :
પૂર્વે સ્થાપન કર્યું કે, યતનાપૂર્વક જિનભવનાદિમાં પ્રયત્ન કરવાથી ધર્મની નિષ્પત્તિ થાય છે. તેથી અર્થથી એ પ્રાપ્ત થાય કે, યતનાપૂર્વક જિનભવનાદિમાં યત્ન કરનાર શ્રાવકની દ્રવ્યસ્તવની પ્રવૃત્તિ નિર્દોષ છે, અને તે નિર્દોષ છે તેને જ દઢ કરવા માટે આઘતીર્થંકરનો પ્રસંગ દષ્ટાંતરૂપે બતાવે છે -
આઘતીર્થંકર શ્રીઋષભદેવ ભગવાન જાણતા હતા કે, શિલ્પાદિની પ્રવૃત્તિ સંસારી જીવોને રાગનું કારણ છે, તોપણ જો આ શિલ્પાદિ કળાઓ લોકોને મળશે નહિ તો જીવોનો અધિક વિનાશ થશે.
અહીં શિલ્પાદિ કળામાં દિ' પદથી સુતોને દેશોનું વિભાજન અને રાજનીતિનું ગ્રહણ કરેલ છે. સામાન્ય રીતે સંસારની કળાઓ રાગાદિની વર્ધક છે, તો પણ જો આ કળાઓ લોકોને આઘતીર્થકર ન આપે અને રાજ્યાદિ વ્યવસ્થા લોકમાં પ્રવૃત્ત ન થાય તો લોકોમાં વર્તતી રાગાદિની પરિણતિ અન્યત્ર વર્તીને અરાજકતા, અનાચાર અને અતિ અનુચિત પ્રવૃત્તિ કરાવીને વિનાશને પ્રાપ્ત કરાવે; જેમ છઠ્ઠો આરો આવશે ત્યારે તેમાં રાજ્યાદિ વ્યવસ્થા ન હોવાથી અત્યંત અનુચિત પ્રવૃત્તિ કરીને પ્રાયઃ જીવો દુર્ગતિમાં જશે. જોકે આ રીતે શિલ્પાદિ અને રાજનીતિ વગેરેથી તેઓના રાગાદિ ભાવો કાંઈક પોષાશે, તોપણ અધિક અનર્થના નિવારણરૂપ હોવાથી, માત્ર લોકોના ઉપકાર અર્થે ભગવાને શિલ્પાદિ કળાઓ તેમને શીખવાડી છે; પરંતુ પોતે કળામાં નિપુણ છે અને જગતમાં પોતે કાંઈક કળાસંપન્ન છે અથવા લોકોમાં પોતાની પ્રતિષ્ઠાને વધારવાના કોઈ આશયથી ભગવાને લોકોને શિલ્પાદિ કળાઓ આપી નથી; કેમ કે તીર્થંકરો વરબોધિના લાભથી જ સર્વોત્તમ પુણ્યસંયુક્ત હોય છે અને સ્વભાવથી જ એકાંતે પરહિતમાં રત હોય છે અને મહાસાત્ત્વિક હોય છે. તેથી પોતાની શક્તિથી જગતમાં પ્રતિષ્ઠા મેળવવાની લાલસાવાળા તીર્થંકર ભગવાન હોતા નથી. તેથી જગતના જીવોના ઉપકાર માટે શિલ્પાદિ કળાઓ બતાવવી તે જ માત્ર ઉપાય છે, તેમ જાણીને તે જીવોના હિતને માટે ભગવાને તે કળાઓ બતાવી છે.
આનાથી એ ફલિત થાય છે કે, કોઈ જીવ શિલ્પાદિ કળાઓ પોતાની પ્રતિષ્ઠા-અર્થાદિની પ્રાપ્તિ આદિ અર્થે કરે તે દોષરૂપ છે અને કરનારને અવશ્ય કર્મબંધ થાય છે, અને તે શિલ્પાદિ કળાઓ દ્વારા જે જીવો અશુભ આશયથી રાગાદિ ભાવ કરશે, તેમાં પોતાનો નિમિત્ત ભાવ પણ થાય છે. તેથી કળા પ્રગટ કરીને અન્યના રાગની ઉત્પત્તિમાં તે જીવ નિમિત્ત બને છે. જ્યારે ભગવાન તો શુભાશયથી કળાઓને પ્રગટ કરીને પણ સામા જીવના અધિક અનર્થના નિવારણમાં નિમિત્ત બન્યા, તેથી તે શિલ્પાદિ કળાઓથી લોકોને જે