________________
પ્રતિમાશતક ભાગ-૩
નવપરિ/ ગાથા-૧૫૭ થી ૧૧, ૧૨
૩૪૧
રાગાદિભાવ થાય, તેમાં ભગવાન લેશ પણ નિમિત્ત નથી. જેમ વીર ભગવાને બ્રાહ્મણને વસ્ત્રદાન કર્યું અને તે વસ્ત્રદાનથી બ્રાહ્મણે આજીવિકા કે સંસારની પ્રવૃત્તિ કરી, છતાં વસ્ત્રદાન તો ફક્ત બ્રાહ્મણને બીજાધાનનું કારણ બને એવા શુભાશયથી જ ભગવાને કરેલ. તેથી બ્રાહ્મણને ભાવિમાં સર્વવિરતિના કારણભૂત છે સમ્યકત્વની પ્રાપ્તિ થશે તેના જ ઉપાયરૂપ ભગવાનની વસ્ત્રદાનની ક્રિયા છે. તે જ રીતે ભાવિના અનર્થના નિવારણનું નિમિત્ત બને તે રીતે જ આઘતીર્થંકરનું શિલ્પાદિ વિધાન છે, પરંતુ શિલ્પાદિ દ્વારા જીવો રાગમાં પ્રવૃત્તિ કરે તે આશયથી ભગવાનનું શિલ્પાદિનું વિધાન નથી.
તેની જેમ જિનભવનાદિના નિર્માણમાં થતી હિંસા પણ અધિક દોષની નિવૃત્તિપ્રધાન હોવાથી અનુબંધને= ફળને, આશ્રયીને અહિંસારૂપ છે; કેમ કે યતનાપૂર્વક જિનભવન કરાવવાથી ભગવાનની ભક્તિ અર્થે અશક્યપરિહારરૂપ જેટલી હિંસા છે તેટલી જ હિંસા થાય છે, અને તેનાથી અધિક કઈગણી હિંસાનો પરિહાર થાય છે, અને જિનભવનના નિર્માણથી ઘણા ગુણો પ્રગટે છે, તેથી અનુબંધને આશ્રયીને હિંસાની નિવૃત્તિપ્રધાન એવી જિનભવનના નિર્માણમાં થતી હિંસા છે. તેથી જિનભવનના નિર્માણમાં થતી હિંસા અહિંસારૂપ છે.
તે જ રીતે યતનાપૂર્વક કોઈ જીવ ભગવાનની પૂજા કરતો હોય તો તેમાં થતી જે હિંસા છે, તે પણ ભાવિમાં સંયમની પ્રાપ્તિનું કારણ હોવાથી અહિંસારૂપ છે. II૧પ૭થી ૧૦થા અવતરણિકા :
प्रसङ्गमाह - અવતરણિકાર્ય :- .
પ્રસંગને કહે છે પૂર્વે ગાથા-૧૪રમાં કહ્યું કે, જિનપૂજામાં થતી પૃથિવી આદિ જીવોને જે પીડા છે, તે મોક્ષફળવાળી છે, માત્ર અભ્યદયને જ માટે નથી. એ કથનમાં પૂજાને મોક્ષલા કહી ત્યાં દોષની પ્રાપ્તિરૂપ જે પ્રસંગ છે તેને કહે છે – ગાથા -
"सिय पूआओवगारो ण होइ को वि पुज्जणिज्जाणं ।
कयकज्जत्तणओ तह जायइ आसायणा चेव" ।।१६२।। ગાથાર્થ :
સિવ=થાય અર્થાત્ પૂર્વપક્ષીના મતે આ પ્રમાણે થાય -
પૂજાથી ભગવાન પૂજક ઉપર ખુશ થશે, તેવો કોઈપણ ઉપકાર થતો નથી; કેમકે પૂજ્યોનું તીર્થકરોનું કૃતકૃત્યપણું છે. તથા આ રીતે=પૂજાથી કોઈ ઉપકાર થતો નથી છતાં પૂજા કરવામાં આવે છે એ રીતે, તે પ્રકારે પૂજા કરીને, ભગવાનની આકૃતકૃત્યત્વના આપાદાનરૂપ, આશાતના થાય છે. II૧૯શા