________________
પ્રતિમાશતક ભાગ-૩ | સ્તવપરિજ્ઞા | ગાથા-૧૫૬, ૧૫૭ થી ૧૬૧
339
જે જલમાં ઘણી જાતના ત્રસ જીવો હોય તે જલ અપરિણત જલ કહેવાય અર્થાત્ અપ્રાસુક જલ કહેવાય, અને જે દલમાં=કાષ્ઠાદિમાં જીવાત-ઉધેઈ વગેરે હોય તે અપરિણત દલ કહેવાય; અને જે જલમાં અને લાકડામાં ત્રસ જીવો ન હોય તે જલ અને દલ પરિણત જલ અને પરિણત દલ કહેવાય. અને આવું પરિણત=પ્રાસુક જલ અને દલ જિનભવનાદિના નિર્માણમાં ગ્રહણ કરવાનું છે.
આ પ્રાસુક જલ અને દલની વિશુદ્ધિરૂપ યતના છે અર્થાત્ ત્રસ જીવો વગરનું પાણી પણ, કોઈ તેમાં સૂક્ષ્મ ત્રસ જીવ હોય તે જીવના રક્ષણ માટે ગાળવામાં આવે છે, જેથી એમાં કોઈ સૂક્ષ્મ જીવ હોય તેનું રક્ષણ થાય, તે પરિણત જલની વિશુદ્ધિ કહેવાય; અને પરિણત એવા કાષ્ઠાદિ દલમાં પણ કોઈ સૂક્ષ્મ જીવાતોકુંથવા વગેરે હોય તો તેને પૂંજીને ઉચિત રીતે સુરક્ષિત સ્થાને મૂકવામાં આવે, તો તે દલની વિશુદ્ધિ કહેવાય; અને એ રૂપ યતના જિનભવનાદિમાં ક૨વાની છે.
આ રીતે પ્રાસુક જલ અને પ્રાસુક દલને જિનભવનાદિના નિર્માણમાં વાપરવાનું છે અને તેમાં પણ જીવરક્ષા માટે શક્ય એટલી ઉચિત યતના કરવાની છે.
આ પ્રકારના પ્રાસુક જલ અને પ્રાસુક દલના ગ્રહણ માટે ઘણો અર્થવ્યય થાય છે; કેમ કે જળ વગેરે ગાળવા માટે માણસ રાખવા પડે, જ્યાં પ્રાસુક જલ-દલાદિ પ્રાપ્ત થતાં હોય ત્યાંથી મંગાવવાં પડે, તેર્થી અર્થવ્યય ઘણો થાય, પણ તે અર્થવ્યય ધર્મનું કારણ છે; કેમ કે આ રીતે જીવરક્ષા માટે સૂક્ષ્મ યતના કરનાર શ્રાવકને અહિંસા વ્રત પ્રત્યેનો તીવ્ર પક્ષપાત હોય છે. વળી ભગવાન પણ પરિપૂર્ણ અહિંસાને પાળીને મોક્ષમાં ગયા છે માટે તેમની ભક્તિ કરવાની છે. તેથી ભગવાનની ભક્તિ કરતી વખતે શક્ય એટલી હિંસાના નિવારણ માટે યતના કરવી જોઈએ, એવો શુભ અધ્યવસાય જિનભવનાદિમાં યતના કરનારને હોય છે. તેથી આવી યતના કરવામાં જે અર્થવ્યય થાય છે, તે સ્થાને વપરાયેલ છે, માટે તે સર્વ અર્થવ્યય ધર્મનું કારણ છે. ૧૫૬ા
અવતરણિકા :
प्रसङ्गमाह
અવતરણિકાર્થ ઃ
પ્રસંગને કહે છે અર્થાત્ પૂર્વે ગાથા-૧૫૫માં કહ્યું કે, યતનાપૂર્વક જિનભવનાદિનું નિર્માણ કરવાથી અધિક દોષનું નિવારણ હોવાને કારણે અનુબંધથી=ળથી, અહિંસા છે, તે કથનને બતાવનાર પ્રસંગને=દૃષ્ટાંતને, કહે છે
ગાથા =
-
" एत्तो च्चिय णिद्दोसं सिप्पाइविहाणमो जिणिंदस्स । लेसेण सदोसं पि हु बहुदोसणिवारणत्तेणं" ।। १५७ ।।