________________
૩૩૫
પ્રતિભાશતક ભાગ-૩/ સવપરિજ્ઞા | ગાથા-૧પ૪-૧પપ ત્રણેયની સમ્યગુ આરાધના થાય છે, જે ઉત્તરોત્તર વૃદ્ધિમતુ થઈને ભાવથી રત્નત્રયીનું કારણ બને છે. તેથી અપુનબંધક જીવ રત્નત્રયીનો આરાધક છે.
સમ્યગ્દષ્ટિ જીવ પણ જ્યારે યતનાપૂર્વક દ્રવ્યસ્તવમાં વર્તતો હોય ત્યારે યતનાના ઉપયોગથી તત્ત્વની રુચિ અને તત્ત્વનો સૂક્ષ્મબોધ બંને અતિસૂક્ષ્મ બને છે, અને અનંતાનુબંધી કષાયના ક્ષયોપશમથી જે યત્કિંચિત્ ચારિત્રનો ભાવ છે, તેનાથી સંવલિત તે યતનાની આચરણા બનવાથી અતિશય એવા ચારિત્રની નિષ્પત્તિનું કારણ બને છે. તેથી સમ્યગ્દષ્ટિ જીવ પણ ઉપયોગપૂર્વક યતનાની ક્રિયાથી રત્નત્રયીનો આરાધક બને છે. વિપકા
ગાથા -
"एसा य होइ णियमा तयहिगदोसणिवारिणी जेण ।
तेण णिवित्तिपहाणा विनेया बुद्धिमंतेणं" ।।१५५।। ગાથાર્થ :
અને આચતના, કારણથી નિયમથી=નક્કી, તાધિક દોષનિવારિણી છે, તે કારણથી બુદ્ધિમાન એવા જીવ વડે નિવૃત્તિપ્રધાન જાણવી અર્થાત્ દોષની નિવૃત્તિપ્રધાન જાણવી. I૧પપા ટીકા :
एषा च भवति नियमाद् यतना तदधिकदोषविनिवारिणी येनानुबन्धेन तेन निवृत्तिप्रधाना तत्त्वतो विज्ञेया बुद्धिमता सत्त्वेन ॥१५५।। ટીકાર્ય :
pષા ... સન છે અને જે કારણથી આકયતના, નિયમથી=નક્કી, અતુબંધ વડે, તઅધિક દોષનિવારિણી છે=ભગવાનની પૂજાના કાળમાં થતી હિંસાના દોષ કરતાં અધિક દોષનિવારિણી છે, તે કારણથી બુદ્ધિમાન એવા જીવ વડે તત્વથી નિવૃત્તિપ્રધાન જાણવી અર્થાત્ દોષની નિવૃત્તિપ્રધાન જાણવી. II૧૫પા
ભાવાર્થ :
જિનભવનાદિ નિર્માણમાં જીવ યતનાપૂર્વક પ્રવર્તે છે ત્યાં યદ્યપિ પૃથ્વી આદિ જીવોની હિંસા થાય છે, તોપણ તેના દ્વારા અનુબંધથી-ફળથી, અધિક દોષનું નિવારણ થાય છે; કેમ કે જો યતનાપૂર્વક પણ જિનભવનાદિનું નિર્માણ જ કરવામાં ન આવે તો તેમાં થતી પૃથ્વી આદિ જીવોની હિંસા ન થાય, પરંતુ ભગવાનનો વિનય ન કરવારૂપ જે ભાવઆપત્તિ છે, તેનું નિવારણ ન થવાથી તે રૂપ અધિક દોષની પ્રાપ્તિ થાય છે. અને યતનાપૂર્વક જિનભવનાદિનું નિર્માણ થવાથી ભગવાનનો વિનય થાય છે, અને ભગવાન પ્રત્યેના વિનયને કારણે ભગવાનના સંયમમાર્ગ પ્રત્યે સામર્થ્ય પ્રગટે છે, તેથી ભાવિમાં સંયમની પ્રાપ્તિ