________________
પ્રતિમાશતક ભાગ-૩ | જીવપરિજ્ઞા / ગાથા-૧૫૩-૧પ૪
333
ભાવાર્થ :
પ્રસ્તુત ગાથા-૧૫૩માં યતના ધર્મને પેદા કરનાર, યતના ધર્મનું પાલન કરનાર અને યતના ધર્મની વૃદ્ધિ કરનાર છે એમ કહ્યું, તે આ રીતે –
(૧) કોઈ પણ ગુણસ્થાનકને ઉચિત પ્રવૃત્તિ કરવા માટે જીવ જ્યારે પ્રારંભ કરે છે, ત્યારે પ્રથમ શ્રુતસંકલ્પરૂપ અભિગ્રહ કરે છે, અને અતિ સાત્ત્વિક જીવ હોય તેને તરત જ તે ગુણસ્થાનક નિષ્પન્ન થાય છે. પરંતુ કેટલાક જીવોને તે ગુણસ્થાનકની નિષ્પત્તિ તરત થતી નથી, આમ છતાં તે ગુણસ્થાનકને અનુરૂપ જે ઉચિત ક્રિયાઓ છે, તે શાસ્ત્રવચનાનુસાર યતનાપૂર્વક કરે તો તેને ક્રમસર તે ગુણસ્થાનકની નિષ્પત્તિ થાય છે. તેથી યતનાને ધર્મની જનની કહેલ છે.
(૨) કોઈ જીવને શ્રુતસંકલ્પરૂપ પ્રતિજ્ઞા કરવાના કાળમાં તે ગુણસ્થાનક નિષ્પન્ન થયું હોય, અને તથાવિધ કર્મના ઉદયે તે ગુણસ્થાનક નિષ્પન્ન થયા પછી કોઈક રીતે પાતને અભિમુખ પરિણામ થાય ત્યારે, અથવા પાતને અભિમુખ પરિણામ ન હોય તોપણ, પ્રતિજ્ઞાથી પ્રગટ થયેલ ધર્મનું રક્ષણ, તે શ્રુતસંકલ્પરૂપ પ્રતિજ્ઞાને અનુકૂળ યતનાથી થાય છે; કેમ કે તેનાથી નિષ્પન્ન થયેલો ધર્મ યતનાથી જ રક્ષિત થાય છે.
(૩) વળી, શ્રુતસંકલ્પરૂપ પ્રતિજ્ઞાકાળમાં કોઈને તે ગુણસ્થાનકની નિષ્પત્તિ થઈ હોય તો તેનાથી તેની વૃદ્ધિ થાય છે, કેમ કે નિષ્પન્ન થયેલો તે ધર્મ યતનાના ભાવથી પુષ્ટ બને છે, વૃદ્ધિમતું બને છે.
(૪) વળી, નિષ્પન્ન થયેલો આશય યતનાના ભાવથી વૃદ્ધિમતુ થઈને સર્વ કર્મોનો ક્ષય કરી નિર્વાણની પ્રાપ્તિનું કારણ બને છે. આમ એકાંત સુખરૂપ મોક્ષને પ્રાપ્ત કરાવનાર યતના છે, તેથી યતનાને સર્વતોભદ્રસર્વ કલ્યાણનું કારણ કહેલ છે.
આનાથી એ પ્રાપ્ત થાય છે કે, મોક્ષમાર્ગની સાધના અતિદુષ્કર છે, આમ છતાં જે જીવ સંસારથી ભય પામેલો છે, તે જીવ યતનાપૂર્વક મોક્ષમાર્ગની આરાધના કરવા માંડે તો અવશ્ય તે તે ગુણસ્થાનકની નિષ્પત્તિ થાય છે અને યાવત્ વૃદ્ધિમતુ થઈને યતના મોક્ષફળમાં વિશ્રાંત પામે છે. માટે જ અપ્રમાદભાવરૂપ યતના ધર્મનો સાર છે; કેમ કે ભગવાનનો ઉપદેશ મુખ્યતયા અપ્રમાદભાવરૂપ જ છે.
અહીં “યતના” શબ્દનો ફરી ફરી પ્રયોગ કરેલ છે, તેના દ્વારા યતનાની અતિપૂજ્યતા બતાવેલ છે. અને આ યતના બાહ્ય રીતે તે તે અનુષ્ઠાનમાં અપેક્ષિત એવી જીવરક્ષાને અનુકૂળ યત્નસ્વરૂપ ગ્રહણ કરવાની છે, અને અંતરંગ રીતે પોતાના આત્મગુણોને વિકસાવવા માટેના અંતરંગ યત્નસ્વરૂપ પણ ગ્રહણ કરવાની છે. અને આવી યતના સર્વગુણસ્થાનકોની પ્રાપ્તિ દ્વારા મોક્ષફળમાં વિશ્રાંત પામે છે, આથી જ આવી યતનાપૂર્વક ભગવાનની પૂજા કરનાર નાગકેતુને પુષ્પપૂજાના કાળમાં પણ કેવલજ્ઞાનની પ્રાપ્તિ થયેલ છે. II૧૫માં
ગાથા -
"जयणाए वट्टमाणो जीवो सम्मत्तणाणचरणाणं । સવોદાસેવUTમાવેરી માગો” ૫૪