________________
૩૨૦
પ્રતિમાશતક ભાગ-૩ |
પરિણાગાથા-૧૫૧-વપર
ગુણ થતો હોય ત્યારે ત્યાં બાહ્ય હિંસામાં બહુ માત્રા છે, એવી વિચારણા કરવામાં આવે છે; તેમ સંસારના કાર્યમાં પણ કોઈ જીવ એકેન્દ્રિયના વધથી આરંભ-સમારંભ કરતો હોય ત્યાં અલ્પહિંસા છે, અને પંચંદ્રિય જીવના વધથી સંસારની પ્રવૃત્તિ થતી હોય ત્યાં ઘણી હિંસા છે, એ પ્રકારનો વ્યવહાર પ્રવર્તે છે. આથી જ ભગવાનની પૂજામાં શ્રાવક વડે એકેંદ્રિય જીવોનો વધ થતો હોવા છતાં ગુણ થતો હોવાને કારણે પ્રતિદિન પ્રવૃત્તિ કરે છે, પરંતુ સંઘના રક્ષણનો વિશેષ પ્રસંગ હોય અને પંચંદ્રિય જીવના વધ વગર તે અશક્ય હોય, ત્યારે ક્વચિત્ સંઘના રક્ષણ માટે પંચેંદ્રિય જીવનો વધ ઇષ્ટ હોવા છતાં, શક્ય હોય ત્યાં સુધી તેનો વધ ન થાય તે રીતે તેના નિવારણ માટે યત્ન કરે છે; કેમ કે એકેન્દ્રિય જીવના વધમાં અને પંચેંદ્રિય જીવના વધમાં ભેદ છે. ll૧પવા અવતરણિકા :
હવે જિનભવનાદિમાં યતવાથી પ્રવર્તમાનને અલ્પ હિંસા થાય છે, તે બતાવે છે – ગાથા -
"अप्पा च होइ एसा एत्थ जयणाइ वट्टमाणस्स ।
जयणा उ धम्मसारो विनेया सव्वकज्जेसु" ॥१५२।। ગાથાર્થ :
અને અલ્પ આ=હિંસા, અહીં જિનભવનાદિમાં ચેતનાથી પ્રવર્તમાનને થાય છે, અને યતના (ગ્લાનાદિ) સર્વ કાર્યોમાં ધર્મનો સાર જાણવો. ll૧પણા ટીકા :___ अल्पा च भवत्येषा हिंसात्र यतनया प्रवर्त्तमानस्य जिनभवनादौ, यतना च धर्मसारो विज्ञेया सर्वकार्येषु ग्लानादिषु, यतनाभावशुद्धिभ्यां हेत्वनुबन्धहिंसाऽभावे स्वरूपतः पर्यवसानमेवाल्पत्वं, न चाल्पोऽपि ततो बन्यो “इट्ठा एसावि हु मोक्खफल” त्ति प्रागेवोक्तत्वादिति प्रामाणिकाः, “अणुमित्तो वि न कस्सइ बंधो परवत्थुपच्चया भणिओ"त्ति सैद्धान्तिकाः ।।१५२।।
ગાથા-૧૫રની ટીકામાં ‘ધર્મસારો' છે ત્યાં પંચવસ્તુક ગાથા-૧૨૭૧ની ટીકામાં “ધર્મસારો ' આ પ્રમાણે
ટીકાર્ય :- અત્યાર ..... નાનાવિ, અને અલ્પ આ=હિંસા અહીં=જિનભવનાદિમાં, યાતનાથી પ્રવર્તમાનને થાય છે, અને યતના ગ્લાનાદિ સર્વ કાર્યોમાં ધર્મનો સાર જાણવો.
અહીં પ્રશ્ન થાય કે, આ રીતે તો યતનાપૂર્વક જિનભવનાદિમાં પ્રવર્તમાનને પણ અલ્પ હિંસા થાય છે, એવું પ્રાપ્ત થાય, અને તેથી જિનભવનાદિના નિર્માણમાં પણ હિંસારૂપ પાપની પ્રાપ્તિ થાય. તેથી કહે છે -