________________
પ્રતિમાશતક ભાગ-૩ | સ્તવપરિજ્ઞા | ગાથા-૧૫૧
અવતરણિકા :
एतदेवाह
અવતરણિકા :
આવે જ કહે છે=શૂદ્ર-દ્વિજાદિ ભેદ વડે પાપભેદ છે એને જ કહે છે
ગાથા =
" सुद्दाण सहस्सेण वि ण बंभवज्झेह घाइएणं ति । जह तह अप्पबहुत्तं एत्थ वि गुणदोसचिंताए" ।। १५१ ।।
-
૩૨૯
ગાથાર્થ:
ઘાતિત=ઘાત કરાયેલા એવા સહસ્ર શૂદ્રો વડે પણ=હજાર શૂદ્ર વડે પણ, અહીંયાં=લોકમાં, બ્રહ્મહત્યા નથી, એ પ્રમાણે જે રીતે તમને છે, તે રીતે અલ્પબહુત્વ અહીંયાં પણ=એકેંદ્રિય અને પંચેન્દ્રિય જીવના વધમાં પણ, ગુણ-દોષની ચિંતામાં જાણવું. ૧૫૧||
ટીકા
शूद्राणां सहस्रेणापि ब्रह्महत्येह घातितेनेति यथा भवतां तथाऽल्पबहुत्वमत्रापि गुणदोषचिन्तायां ज्ञेयमिति गाथार्थ: ।।१५१।।
ટીકાર્થ
:
....
શૂદ્રાળાં . ગાથાર્થ: ।। ઘાતિત=ઘાત કરાયેલા એવા સહસ્ર શૂદ્રો વડે પણ=હજાર શૂદ્ર વડે પણ, અહીંયાં=લોકમાં, બ્રહ્મહત્યા નથી, એ પ્રમાણે જે રીતે તમને છે, તે રીતે અલ્પબહુત્વ અહીંયાં પણ= એકેન્દ્રિય અને પંચેંદ્રિય જીવની હિંસામાં પણ, ગુણદોષની ચિંતામાં જાણવું. ।।૧૫૧/
ભાવાર્થ
વેદને માનનાર પણ કહે છે કે, હજાર શૂદ્રોના નાશથી જે પાપ થાય છે, તેના કરતાં એક બ્રાહ્મણને મારવામાં વધારે પાપ થાય છે. તેને ગ્રંથકારશ્રી કહે છે કે,
જે પ્રકારે શૂદ્ર અને બ્રાહ્મણની હત્યામાં તને=પૂર્વપક્ષીને, અલ્પબહુત્વ માન્ય છે, તેમ એકેંદ્રિય જીવના ઘાતમાં અને પંચેંદ્રિય જીવના ઘાતમાં પણ અલ્પબહુત્વ અમને=સ્વસંપ્રદાયને, માન્ય છે. તેથી જ્યારે જે હિંસાથી ગુણની પ્રાપ્તિ થતી હોય અને જે હિંસાથી દોષની પ્રાપ્તિ થતી હોય તેની વિચારણા કરીએ ત્યારે પણ, આ એકેંદ્રિય જીવનો વધ છે કે આ પંચેંદ્રિય જીવનો વધ છે, તેની પણ વિચારણા કરવામાં આવે છે.
જેમ ભગવાનની પૂજામાં થતી હિંસાથી જીવને ગુણ પ્રગટે છે અને સંસારી જીવોને ભોગાદિમાં થતી હિંસાથી દોષ થાય છે, ત્યાં પણ એ વિચારવામાં આવે છે કે, એકેન્દ્રિય જીવના વધથી ભગવાનની પૂજા થાય છે, માટે ત્યાં બાહ્ય હિંસા અલ્પ માત્રામાં છે, અને જ્યારે કોઈક શાસનના કાર્યમાં પંચેંદ્રિય જીવના વધથી