________________
૩૨૮
પ્રતિમાશતક ભાગ-૩ | સ્તવપરિજ્ઞા | ગાથા ૧૫૦
ગાથાર્થ ઃ
એકેંદ્રિયાદિનો ભેદ પણ અહીંયાં=પૂજાના વ્યતિકરમાં=પ્રસંગમાં, પાપભેદનો હેતુ છે, એ પ્રકારે તારા પણ સ્વમતમાં તે પ્રકારે શૂદ્ર-દ્વિજાદિ ભેદ વડે ઈષ્ટ છે. II૧૫૦ના
ટીકા ઃ
एकेन्द्रियादिभेदोऽप्यत्र व्यतिकरे ननु पापभेदहेतुरित्येवमिष्टस्तवापि स्वमते तथा = तेनप्रकारेण शूद्रद्विजादिभेदेनेति गाथार्थः । । १५० ।।
ટીકાર્ય ઃ
ન્દ્રિયાવિ..... ગાથાર્થઃ ।। આ વ્યતિકરમાં=દ્રવ્યસ્તવના પ્રસંગમાં, એકેન્દ્રિયાદિનો ભેદ પણ=યાગીય હિંસામાં પંચેંદ્રિયના વધ કરતાં ભગવાનની પૂજામાં એકેંદ્રિયાદિની હિંસા છે એ રૂપ ભેદ પણ, પાપભેદનો હેતુ છે, એ પ્રકારે તારા પણ મતમાં તે પ્રકારે શૂદ્ર-દ્વિજાદિભેદ વડે ઇષ્ટ છે. એ પ્રમાણે ગાથાર્થ છે. ૧૫૦ના
ભાવાર્થ:
પૂર્વે ગાથા-૧૨૩માં પૂર્વપક્ષીએ કહેલ કે, જિનભવનાદિમાં એકેંદ્રિયાદિ જીવોની હિંસા છે માટે ત્યાં પાપ નથી, જ્યારે યાગમાં તો પંચેન્દ્રિય જીવનો વધ કરવામાં આવે છે માટે ત્યાં પાપ છે, એમ જો તમે કહેતા હો તો તે પણ ઉચિત નથી; કેમ કે યાગમાં થોડા પંચેન્દ્રિય જીવોનો વધ થાય છે, જ્યારે જિનભવનાદિમાં ઘણા એકેન્દ્રિય જીવોનો વધ છે. માટે એકેંદ્રિય અને પંચેન્દ્રિય જીવના વધમાં ભેદ છે, તેમ સ્વીકારીને દ્રવ્યસ્તવ ઉચિત છે અને યાગીય હિંસા અનુચિત છે, તેમ કહી શકાય નહિ. પરંતુ ધર્મ માટે કરાતી બધી હિંસા સમાન છે, તેમ સ્વીકારવું જોઈએ. એ પ્રકારના પૂર્વપક્ષીના આશયનું નિરાકરણ કરતાં કહે છે
હિંસાના પ્રસંગમાં એકેંદ્રિય અને પંચેન્દ્રિયનો ભેદ પાપભેદનો હેતુ છે, તે વાત તને=પૂર્વપક્ષીને, પણ ઇષ્ટ છે; કેમ કે, પૂર્વપક્ષી પણ માને છે કે, શૂદ્રની હિંસા કરતાં બ્રાહ્મણની હિંસામાં મહાપાપ લાગે છે, અને જો પૂર્વપક્ષી શૂદ્રની હિંસાથી બ્રાહ્મણની હિંસામાં મહાપાપ સ્વીકારી શકે તો એકેન્દ્રિય જીવોની હિંસા કરતાં પંચેન્દ્રિય જીવની હિંસામાં અધિક પાપ છે તે પણ તેણે સ્વીકારવું જોઈએ.
-
આનાથી એ કહેવું નથી કે, દ્રવ્યસ્તવમાં એકેંદ્રિય જીવોની હિંસા છે માટે ઓછું પાપ છે, પરંતુ એ કહેવું છે કે, પંચેન્દ્રિય જીવના વધમાં જેવું પાપ છે, તેવું પાપ એકેંદ્રિય જીવના વધમાં નથી, અને ગૃહસ્થો એકેંદ્રિય જીવના વધમાં પ્રવૃત્ત છે, અને એકેંદ્રિય જીવના વધમાંથી નિવૃત્ત થવાનો ઉપાય દ્રવ્યસ્તવ છે, માટે દ્રવ્યસ્તવ ક૨ના૨ શ્રાવક પંચેંદ્રિય જીવનો વધ કરનાર જેવો હિંસક નથી, અને શ્રાવક જ્યારે ભગવાનની ભક્તિ કરે છે, ત્યારે વિવેકપૂર્વકની ભક્તિ હોવાને કારણે તે ભક્તિ સર્વથા અહિંસકભાવની પ્રાપ્તિનું કારણ છે.
પૂર્વપક્ષી ધર્મ માટે કરાતી એકેંદ્રિય જીવોની હિંસાને અને યજ્ઞમાં કરાતી પંચેંદ્રિય જીવની હિંસાને સમાન કહેવા માંગે છે, તેનું તે વચન બરાબર નથી, એ વાત પ્રસ્તુત ગાથા-૧૫૦થી ગ્રંથકારશ્રી સ્થાપન કરે છે. ૧૫૦મા