________________
૨૨૬
પ્રતિમાશતક ભાગ-૩ | જીવપરિણા) ગાથા-૧૪૮-૧૪૯
ટીકા :
परिणामसुखं च न तेषां जिनभवनादौ हिंस्यमानानामिष्यते तनिमित्तं जैनैर्न च सुखमपि मन्दापथ्यकृतसमं विपाकदारुणमिष्यते, यस्मादेवं तस्मात्तदुपन्यासमात्रमेव ।।१४८।। ટીકાર્ચ -
નિસુ ... માત્રમેવ | તેઓએ=જિનભવાદિમાં હિસ્યમાન જીવોને, તવિમિત્તક પરિણામે સુખ જેનો વડે ઈચ્છાતું નથી, અને સુખ પણ મંદ-અપથ્થકૃત સુખસમાન, વિપાકે દારુણ ઇચ્છા નથી; જે કારણથી આ પ્રમાણે=હિસ્યમાન જીવોને પરિણામે સુખ જેનો વડે ઈચ્છાતું નથી અને વિપાકે દારુણ સુખ પણ ઈચ્છાતું નથી, તે કારણથી, ત=ગાથા-૧ર૧માં જે ઉપભ્યાસ કર્યો છે, ઉપચાસમાત્ર જ છે–અર્થ વગરનું કથન છે. I૧૪૮ ભાવાર્થ :
પૂર્વપક્ષીએ ગાથા-૧૨૧માં ઉપન્યાસ કરેલ કે, જિનભવનાદિમાં હિંસ્યમાન જીવોને પરિણામે સુખ છે, માટે અદોષ છે એમ તમે કહેતા હો તો યાગીય હિંસામાં પણ તેમ જ છે, તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે – એ ઉપન્યાસ માત્ર જ છે અર્થ વગરનું કથન છે; કેમ કે જેનો વડે હિંસ્યમાન જીવોને તગ્નિમિત્તક પરિણામે સુખ મનાયું નથી. વળી ગાથા-૧૨૧માં જ અન્ય ઉપપત્તિ-યુક્તિ, બતાવતાં પૂર્વપક્ષીએ કહ્યું હતું કે, “પરદા રાગમનમાં પરદારાને સુખ થાય છે, તેટલામાત્રથી પરદારાગમન કરનારને ધર્મ થતો નથી, તેથી વ્યભિચાર પણ છે.” તેના નિરાકરણરૂપે પ્રસ્તુત ગાથા-૧૪૮માં કહ્યું કે, જેનો વડે મંદ અને અપધ્યકૃત અને વિપાકથી દારુણ સુખ સુખરૂપે ઇચ્છાતું નથી.
આશય એ છે કે, રોગીને અમુક રોગમાં અપથ્ય ખાવાથી કાંઈક રોગની મંદતા થાય છે, તે અપધ્યકૃત સુખ મંદ તુચ્છ છે અને વિપાકમાં દારુણ હોય છે, કેમ કે અપથ્યને કારણે પાછળથી તે રોગ અતિ પીડા કરનાર બને છે. તેમ પદારાગમનમાં પરદારાને જે સુખ થાય છે, તે મંદ-અપથ્યકૃત સુખ સમાન છે અને વિપાકથી દારૂણ છે; કેમ કે પરદારાને તેનાથી પાપ બંધાય છે, અને પરદા રાગમનથી પરદારાને જેવું સુખ થાય છે, તેવું પણ સુખ જિનભવનાદિમાં હિંસ્યમાન જીવોને થાય છે, તેમ જૈનો વડે સ્વીકારાતું નથી. તેથી પૂર્વપક્ષીએ પોતાની પુષ્ટિ માટે ગાથા-૧૨૧માં જે ઉપન્યાસ કર્યો છે, તે ઉપન્યાસમાત્ર જ છે=નિરર્થક છે. ૧૪૮ાા
ગાથા -
"इय दिद्वैट्ठविरुद्धं जं वयणं एरिसा पवत्तस्स । मिच्छाइभावतुल्लो सुहभावो हंदि विण्णेओ" ।।१४९।।