________________
પ્રતિમાશતક ભાગ-૩/ સ્તવપરિજ્ઞા | ગાથા-૧૪-૧૪૭, ૧૪૮
૩૨૫ જે કારણથી ગાથા-૧૪૯માં બતાવેલ વેદમાં કહેલ હિંસાની નિંદા કરનાર શ્રુતિ અને સ્મૃતિનાં વચનો છે, તે કારણથી યાગીય હિંસા ધર્મરૂપ નથી.
અહીં પૂર્વપક્ષી સમાધાન કરે કે, વેદની નિંદા કરનાર શ્રુતિ અને સ્મૃતિ વચન અન્યાર્થ છે અર્થાત્ કોઈ અવિધિથી યજ્ઞ કરે તો તે અવિધિથી થયેલા દોષના પાપની નિંદા માટે છે. તેને ગ્રંથકારશ્રી કહે છે –
જે શ્રુતિ અને સ્મૃતિ છે તે અવિધિદોષથી નિષ્પન્ન પાપની નિંદા માટે છે, તેમ કહી શકાય નહિ; કેમ કે તેવો નિર્ણય કરવા માટે કોઈ પ્રમાણ નથી.
આશય એ છે કે, શ્રુતિ અને સ્મૃતિમાં તેવો કોઈ ખુલાસો કર્યો નથી કે અવિધિથી કરાયેલા યાગની નિંદા માટે આ વચનો છે. માટે સ્વમતિકલ્પનામાત્રથી તે કહેવું ઉચિત નથી. અને જેમ વેદમાં યાગીય હિંસાની નિંદાનાં વચનો પ્રાપ્ત થાય છે, એ રીતે જૈનાગમમાં-પ્રવચનમાં જિનભવનાદિ વિષયક નિંદાનાં વચનો સંભળાતાં નથી.
આનાથી એ ફલિત થાય છે કે, યાગને કહેનારાં વેદવચનો સાથે વેદરૂપ જ આગમનો વિરોધ છે, જ્યારે જિનભવનાદિના નિર્માણનું કહેનારાં જૈનાગમનાં વચનોમાં ક્યાંય તેની નિંદા કરનારાં વચનો નહિ હોવાથી વિરોધ નથી. તેથી ગાથા-૧૪૪થી ૧૪૭ સુધીના કથનથી એ પ્રાપ્ત થયું કે, વેદવચન દૃષ્ટથી અને ઇષ્ટથી વિરોધવાળું છે અને જેનાગમનું વચન દૃષ્ટથી અને ઇષ્ટથી વિરોધવાળું નથી. માટે ગાથા-૧૩૭માં કહ્યા મુજબ જૈનાગમનું વચન દૃષ્ટથી અવિરુદ્ધ પ્રથમ સ્થાન, ઇષ્ટથી અવિરુદ્ધ દ્વિતીય સ્થાન અને દષ્ટઇષ્ટથી અવિરુદ્ધરૂપ તૃતીય સ્થાન સંક્રાંત છે અને વેદવચન દૃષ્ટથી અને ઇષ્ટથી વિરુદ્ધ છે. માટે તૃતીય સ્થાન સંક્રાંત નથી. ૧૪૬-૧૪ના અવતરણિકા -
પૂર્વે ગાથા-૧૨૧માં કહ્યું કે તેઓને=જિનભવનાદિમાં હિંસ્યમાન જીવોને, પરિણામે સુખ જ છે, અને ત્યાં ઉપપત્તિ અંતર બતાવતાં કહ્યું કે, પદારાગમનમાં પરદાદાને સુખ થાય છે તેટલામાત્રથી પારદારિકને ધર્મ થતો નથી તેથી વ્યભિચાર પણ છે. એ કથનનું નિરાકરણ કરતાં પ્રસ્તુત ગાથામાં કહે છે –
ગાથા :
"पारिणामियं सुहं नो तेसिं इच्छिज्ज णय सुहं पि ।
मंदापत्थकयसमं ता तमुवण्णासमित्तं तु" ।।१४८।। ગાથાર્થ :
તેઓને=જિનભવનાદિમાં હિંસ્યમાનોને=હિંસા કરાતા જીવોને, પરિણામે સુખ ઈચ્છાતું નથી, અને સુખ પણ મંદ અપધ્યકૃત સુખસદશવિપાકદારુણઈચ્છાતું નથી. તેથી તે ગાથા-૧૨૧માં જે ઉપન્યાસ કર્યો તે, ઉપન્યાસમાત્ર જ છે. ll૧૪૮II