________________
૩૨૪
ટીકાર્થ ઃ
પ્રતિમાશતક ભાગ-૩ / સ્તવપરિજ્ઞા | ગાથા-૧૪૬–૧૪૭
‘નિ
ગાથાર્થ:।। “અગ્નિ મને આ હિંસામૃત પાપથી મુકાવો" અર્થાત્ અગ્નિદેવતા મને આ હિંસામૃત પાપથી મુકાવો, એ પ્રકારે શ્રુતિ પણ વિદ્યમાન છે અર્થાત્ એ પ્રકારે વેદવચન છે. તે પાપના ફ્ળથીતેમાં અર્થાત્ વેદમાં, કહેવાયેલ હિંસાથી થતા પાપના ફ્ળને આશ્રયીને ‘તમસિ’ ઇત્યાદિ સ્મૃતિ પણ વિદ્યમાન છે. તેમાં હેતુ કહે છે “જે અમે પશુઓ વડે યજ્ઞ કરીએ છીએ તે અમે ગાઢ અંધકારમાં ડૂબી રહ્યા છીએ. હિંસા ધર્મરૂપ થાય એ કદી બન્યું નથી અને બનશે નહિ,” એ પ્રમાણે વચન છે, એ પ્રકારે ગાથાર્થ છે. ।।૧૪૬॥
–
* अग्निर्मामेतस्माद्धिंसाकृतादेनसः पापान्मुञ्चतु इति छान्दसत्वान्मोचयत्विति श्रुतिरपि विद्यते - अहीं पापान्मुञ्चतु એ પ્રયોગ છે ત્યાં છંદના કારણે પાપાોષયતુ એ પ્રમાણે પ્રે૨ક પ્રયોગ સમજવો.
ટીકા –
अस्ति यतः श्रुतिः स्मृतिश्च न चैषाऽन्यार्था = अविधिदोषनिष्पन्नपापार्था, शक्यते इह वक्तुम्, कुतः ? इत्याह-अविनिश्चयात् = प्रमाणाभावादित्यर्थः न चैवम् इह = जिनभवनादी, श्रूयते पापवचनं प्रवचन इति गाथार्थः । ।१४७।।
ટીકાર્ય ઃ
अस्ति ગાથાર્થ: ।। જે કારણથી યાગીય હિંસાની નિંદા કરનાર શ્રુતિ અને સ્મૃતિ છે અને આ=શ્રુતિ અને સ્મૃતિ અહીં=લોકમાં, અત્યાર્થ છે=અવિધિદોષથી નિષ્પન્ન પાપને બતાવવા માટે છે, એમ કહેવા માટે શક્ય નથી; કેમ કે અવિનિશ્ચય=પ્રમાણાભાવ છે, એ પ્રમાણે અર્થ જાણવો. અને એ રીતે=જે રીતે વેદવચનમાં વિરોધી શ્રુતિ અને સ્મૃતિ છે એ રીતે, અહીં=જિનભવનાદિ વિષયક, પાપવચત પ્રવચનમાં સંભળાતું નથી, (તે કારણથી યાગને કહેનાર વેદવાક્યનો વેદ સાથે જ વિરોધ છે અને દ્રવ્યસ્તવને કહેનાર વચનનો આગમ સાથે વિરોધ નથી, એમ અધ્યાહાર છે.) એ પ્રમાણે ગાથાર્થ છે. ।।૧૪૭।।
ભાવાર્થ :
યજ્ઞને કહેનારાં જેમ વેદવચનો છે, તેમ યજ્ઞની નિંદા કરનારાં વેદવચનો છે. એમાં ‘નિઃ ' એ પ્રકારે “યાગીય હિંસામાં થતા પાપથી મને અગ્નિદેવતા બચાવો,” આ પ્રકારનું વેદનું શ્રુતિવચન એ બતાવે છે કે, ભૂતિકામનાથી યજ્ઞ કરવામાં આવે તોપણ તેનાથી પાપ થાય છે.
વળી, ‘તસિ’ ઇત્યાદિ સ્મૃતિવચન પણ યજ્ઞની હિંસાને પાપ બતાવનાર છે અને તે વચન આ પ્રમાણે છે “જે અમે પશુઓ વડે યજ્ઞ કરીએ છીએ તે અમે ગાઢ અંધકારમાં ડૂબેલા છીએ; કેમ કે હિંસાથી ક્યારેય ધર્મ થઈ શકતો નથી.” આ વેદનું સ્મૃતિવચન જ બતાવે છે કે, સ્વર્ગની કામનાથી કરાતી યાગીય હિંસા પણ પાપરૂપ છે.