________________
૩૨૨
પ્રતિમાશતક ભાગ-૩ | તાપસિડLI ગાથા-૧૪-૧૫ ટીકાર્ચ -
Rs... થાઈ અને ફળના ઉદ્દેશથી પ્રવૃત્તિ હોવાને કારણે આ=હિંસા, મોક્ષણાધિકા પણ તથી; કેમ કે શ્વેત અને વાયવ્ય બકરાને=વાયુદેવ સંબંધી બકરાને, ભૂતિકામનાવાળો હોમે, એ પ્રકારે શ્રુતિ છે અને મોક્ષફળવાળું સુવચન=સુઆગમ છે, અને શેષ અર્થાદિ વચન સમાન છે અર્થાત્ ફળના ભાવમાં પણ અર્થશાસ્ત્રાદિ તુલ્ય છે અર્થાત શેષવચન પ્રમાણે પ્રવૃત્તિ કરવાથી ભૂતિકામનારૂપ ફળ થવા છતાં પણ તે વચન અર્થશાસ્ત્રાદિ તુલ્ય છે. II૧૪૫ ભાવાર્થ :
(૧) જિનભવનાદિમાં થતી હિંસા જેમ સમ્યગુ ભાવઆપત્તિનિવારણગુણયુક્ત છે, તેવી વેદગત હિંસા નથી.
આશય એ છે કે, ભગવાનના વિરહકાળમાં ભગવાનની ભક્તિ કરવી અશક્ય બને છે, તેથી ભગવાનની ભક્તિના વિરહની આપત્તિના નિવારણના ગુણવાળું જિનભવનનું નિર્માણ છે; જ્યારે વેદગત હિંસા તેના જેવી નથી; કેમ કે યજ્ઞ-યાગાદિ ન કરે તોપણ ભગવાનની ભક્તિ તેઓ કરી શકે છે, જ્યારે જિનભવન ન કરવામાં આવે તો ભગવાનની ભક્તિ થઈ શકે નહિ.
(૨) વળી, જિનમંદિર કરાવવાથી ભગવાનના દર્શન માટે આવેલા સાધુઓ ત્યાં અલગ વિભાગમાં નિવાસ કરે તેનાથી સાધુનો ઉપદેશ, સાધુની ભક્તિ આદિ દષ્ટ ગુણોની પ્રાપ્તિ થાય છે, જ્યારે યજ્ઞ કરવાથી તેવા કોઈ ગુણોની પ્રાપ્તિ થતી નથી.
(૩) વળી, દ્રવ્યસ્તવની ક્રિયા કરતી વખતે ગૃહસ્થોને સંસારની હિંસાયુક્ત ક્રિયાન્તરની અન્ય હિંસાયુક્ત ક્રિયાની, નિવૃત્તિ થાય છે, અને તે નિવૃત્તિ ફક્ત કાયાથી નથી થતી, પરંતુ ભગવાનની ભક્તિકાળમાં મનથી પણ હિંસાથી વિરુદ્ધ એવા સંયમને અભિમુખ પરિણામથી થાય છે, અને આથી જ ભગવાનની પૂજા ક્રમે કરીને સંયમનું કારણ બને છે. જ્યારે યજ્ઞની ક્રિયા સંસારની હિંસાની ક્રિયાની નિવૃત્તિને આપનાર બનતી નથી; કેમ કે યજ્ઞ કરનારાઓ પૂર્વે પોતાના ભોગાદિ અર્થે બકરાદિના વધમાં પ્રવૃત્ત નથી કે જેથી ભોગાદિ અર્થે બકરાદિના વધની નિવૃત્તિ યજ્ઞથી થાય. જ્યારે દ્રવ્યસ્તવમાં તો ગૃહસ્થો પૂર્વમાં સંસારના આરંભમાં પ્રવૃત્ત છે અને ભગવાનની ભક્તિના કાળમાં તેની નિવૃત્તિ થાય છે.
(૪) વળી, યાગીય હિંસા ભૂતિકામનારૂ૫ ફળના ઉદ્દેશથી થયેલી હોવાને કારણે મોક્ષને સાધનારી નથી, અને મોક્ષના ફળને કહેનારું વચન સુવચ છે=આત્માના હિતને કરનારું વચન છે.
આનાથી એ પ્રાપ્ત થાય છે કે, ભગવાનની ભક્તિ માટે કરાતી હિંસા મોક્ષફળવાળી છે, માટે સુવચ છે આત્માના હિતને કરનારું વચન છે, અને યાગીય હિંસા ભૂતિકામનારૂપ ફળથી કરાયેલી છે, માટે સુવચ નથી=આત્માના હિતને કરનારું વચન નથી; પરંતુ જેમ અર્થાદિને કહેનારાં શાસ્ત્રોથી કોઈ ગૃહસ્થ અર્થ ઉપાર્જન માટે પ્રયત્ન કરે અને તેનાથી અર્થની પ્રાપ્તિ થાય, તોપણ તેના માટે કરાતી હિંસાનું ફળ તે ગૃહસ્થને મળે છે, પરંતુ તે હિંસાથી મોક્ષરૂપે ફળ મળતું નથી. તેમ ભૂતિકામના માટે યજ્ઞ કરવામાં આવે