________________
૩૨૦
પ્રતિમાશતક ભાગ-૩ | સ્તવપરિજ્ઞા) ગાથા-૧૪૩, ૧૪-૧૫
પ્રગટે છે, માટે દ્રવ્યસ્તવથી એકેન્દ્રિયાદિ જીવોને જે પીડા થાય છે તેમાં અધર્મ નથી. આ રીતે પદાર્થનું સ્થાપન કર્યા પછી ગાથા-૧૨૦માં જે કહેલ તે વૈદ્યનું દૃષ્ટાંત પણ ગુણાંતરભાવને કારણે યુક્ત છે, એમ બતાવે છે.
આશય એ છે કે, દ્રવ્યસ્તવ માત્ર ભાવઆપત્તિના નિવારણમાં સમર્થ ગુણવાળું છે એવું નથી, પરંતુ દ્રવ્યસ્તવથી ગુણાંતરભાવ અન્ય ગુણ, પણ થાય છે અને તેથી જ દ્રવ્યસ્તવમાં વૈદ્યનું દૃષ્ટાંત યુક્ત છે. જો દ્રવ્યસ્તવમાં પોતાની ભાવઆપત્તિનું નિવારણ માત્ર થતું હોય તો, ભગવાનના વિરહકાળમાં હું ભગવાનની ભક્તિ કરી શકું, તેટલું જ કાર્ય થઈ શકે; પરંતુ દ્રવ્યસ્તવ હિંસાત્મક છે, માટે તેનાથી કોઈ ગુણાંતરભાવ= ભાવઆપનિવારણથી અન્ય ગુણ, થતો નથી, તેમ માનવામાં આવે તો, કોઈ ગૃહસ્થ વિધિપૂર્વક પણ દ્રવ્યસ્તવ કરે તોપણ હિંસાત્મક હોવાને કારણે ત્યાં ગુણાંતર થતો નથી તેમ માનવું પડે; કેમ કે ભગવાનની ભક્તિ કરવાનો પોતાનો ભાવ હતો પણ ત્યાં હિંસા છે, છતાં કરે છે માટે ગુણાંતર નથી, તેમ કહીને અધર્મરૂપ દ્રવ્યસ્તવને કહેવામાં આવે તો વૈદ્યને પણ અધર્મ માનવાની આપત્તિ આવે; કેમ કે વૈદ્ય પણ રોગીને ઔષધાદિ આપે છે, તેથી રોગીને પીડા ઉત્પન્ન થાય છે.
આનાથી એ કહેવું છે કે, દ્રવ્યસ્તવમાં ભગવાનના વિરહમાં ભગવાનની ભક્તિ કરવારૂપ જે ભાવ આપત્તિ છે, તેનું નિવારણ કરવારૂપ માત્ર ગુણ નથી, પરંતુ અનેક ગુણાંતરો=અન્ય ગુણો છે, અને આથી જ સંયમાદિની પ્રાપ્તિ કરાવીને દ્રવ્યસ્તવ મોક્ષનું કારણ બને છે. માટે દ્રવ્યસ્તવથી થતી પીડામાં અધર્મ નથી. જેમ વૈદ્યનો શુભ આશય છે, તેથી રોગીને પીડા થવા છતાં રોગનાશરૂપ ગુણ હોવાના કારણે અધર્મ નથી, તેમ દ્રવ્યસ્તવથી હિંસા થવા છતાં સંયમની પ્રાપ્તિ આદિના કારણભૂત શુભાશયો છે માટે ભાવરોગ નાશ પામે છે તેથી અધર્મ નથી. II૧૪૩
અવતરણિકા :
જિનભવવાદિમાં થતી હિંસા જેવી વેદમાં કહેલ હિંસા નથી, એ બતાવીને જિનભવનાદિમાં થતી હિંસાના બળથી વેદની હિંસાને ધર્મ માનવાની પૂર્વપક્ષીની યુક્તિનું નિરાકરણ કરતાં કહે છે –
ગાથા :
"ण य वेअगया चेवं सम्मं आवईगुणनिया एसा । ण य दिट्ठगुणा तज्जुयतदंतरनिवित्तिदा नेव" ।।१४४।।
ગાથાર્થ :
અને આ રીતે=જિનભવનાદિગત હિંસાની જેમ વેદગત પણ આ હિંસા, સખ્ય આપદ્ ગુણાન્વિત= જિનભવનની જેમ ભાવપગુણયુક્ત, નથી, દષ્ટ ગુણવાળી પણ નથી અને તદ્યુક્ત તદત્તર નિવૃત્તિ આપનારી નથી અર્થાત્ હિંસાયુક્ત ક્રિયાન્તરની નિવૃત્તિને આપનારી નથી. II૧૪૪ll