________________
૩૦૮
પ્રતિમાશતક ભાગ-૩ | જીવપરિજ્ઞા | ગાથા-૧૩૬-૧૩૭ બુદ્ધિમાન લોકોને પ્રવૃત્તિનું નિમિત્ત બનતું નથી; કેમ કે ઉપપત્તિ વગરનું વચન જેમ વેદમાં છે તેમ સંસારમોચકાદિના મતમાં પણ છે, અને મ્લેચ્છોનું ચંડિકાદિ દેવતા આગળ શ્રેષ્ઠ બ્રાહ્મણના ઘાતનું પણ વચન છે. તેથી વિચારક લોક “આ અમારા શાસ્ત્રનું વચન છે” – તેના બળથી પ્રવૃત્તિ કરતા નથી, પરંતુ જે વચન યુક્તિથી સંગત હોય તેવા જ વચનથી પ્રવૃત્તિ કરે છે. આવો નિયમ હોવાને કારણે હિતાદિ પ્રવૃત્તિમાં આ શાસ્ત્રવચન છે એ રીતે દ્રષ્ટવ્ય માનવા યોગ્ય બનતું નથી, પરંતુ આ શાસ્ત્રવચન ઉપપત્તિયુક્ત= યુક્તિયુક્ત, છે તેવો નિર્ણય થાય તો જ પ્રવર્તક બને છે. અને આથી જ સર્વદર્શનવાળાનાં શાસ્ત્રો પરસ્પર જુદા જુદા વક્તવ્યને કહેનારાં છે; આમ છતાં જે વચન પરિપૂર્ણ ઉપપત્તિયુક્ત યુક્તિયુક્ત, છે, તે જ વચન સર્વજ્ઞકથિત છે, તેવો નિર્ણય કરીને, તે વચનાનુસાર જ વિચારક જીવ પ્રવૃત્તિ કરે છે. I૧૩છા અવતરણિકા :
પૂર્વે ગાથા-૧૩૬માં કહ્યું કે, વચનમાત્ર પ્રવૃતિનિમિત્તક ન બને. તેથી કયું વચન પ્રવૃત્તિનિમિત્ત બને તે બતાવવા કહે છે –
ગાથા :
"किं पुण विसिट्ठगं चिय जं दिट्टेट्ठाहिं णो खलु विरुद्धं ।
तह संभवं सरूवं वियारिउं सुद्धबुद्धीए" ।।१३७।। ગાથાર્થ :
વળી કયું વચન=કયું વચન પ્રવૃત્તિનિમિતક બને? તેનો ઉત્તર કહે છે કે, વિશિષ્ટ જ વચન પ્રવૃત્તિનિમિતક બને.
વિશિષ્ટ વચન કેવા પ્રકારનું હોય તે બતાવે છે –
જે દષ્ટ અને ઈષ્ટથી વિરુદ્ધ ન હોય તથા શુદ્ધ બુદ્ધિ વડે વિચારીને સંભવત્ સ્વરૂપવાળું=સંભવતા સ્વરૂપવાળું હોય (તે વિશિષ્ટ વચન કહેવાય છે.) ટીકા :___किं पुनः? विशिष्टमेव वचनं प्रवृत्तिनिमित्तमिह द्रष्टव्यम्, किं भूतम् ? यद् दृष्टेष्टाभ्यां न खलु विरुद्धं तृतीयस्थानसङ्क्रान्तमित्यर्थः, तथा संभवत्स्वरूपं यन्त्र पुनरत्यन्तासंभवीति विचार्य शुद्धबुद्ध्या मध्यस्थयेति गाथार्थः ।।१३७ ।। ટીકાર્ય :
િ... થાર્થ છે વળી કયું વળી કયું વચન પ્રવૃત્તિનિમિત્ત બને? તેથી કહે છે –
વિશિષ્ટ જ વચન અહીં=લોકમાં, પ્રવૃતિનિમિત્તક જાણવું. વિશિષ્ટ વચન કેવા પ્રકારનું હોય? તેથી કહે છે –