________________
પ્રતિમાશતક ભાગ-૩) સ્તવપરિજ્ઞા | ગાથા-૧૩૮-૧૩૯
૩૧૩
ભગવાનની ગમે તેટલી સારી ભક્તિ કરો છો, પરંતુ તે ક્રિયાથી બીજા જીવોને પીડા થાય છે તેનું શું? આવા સ્થાનમાં પ્રત્યુત્તરમાં એમ જ કહેવામાં આવે છે કે, આ પીડાથી વસ્તુતઃ ઉપકાર જ થાય છે.
જેમ કે શાસ્ત્રમાં કહ્યું છે કે, (૧) સૂત્રવિધિ સમગ્ર હોય, (૨) યતનાપરાયણ હોય અને (૩) અધ્યવસાયથી વિશુદ્ધ હોય એવા જીવની જે વિરાધના છે, તે નિર્જરાફળવાળી છે. આ સ્થાનમાં પણ વિચારક જીવને એ જ પ્રશ્ન ઊઠે કે, વિરાધના અને નિર્જરાફળવાળી કઈ રીતે હોઈ શકે ?
વસ્તુતઃ તે વિરાધના છે માટે નિર્જરાફળવાળી નથી, પરંતુ ભગવાનની ભક્તિમાં સમ્યગુ યત્ન કરતાં અશક્યપરિહારરૂપ વિરાધના થાય છે, અને તે વિરાધનાયુક્ત ભક્તિની ક્રિયા છે, પરંતુ તે વિરાધનારૂપ અંશ જીવનાશના અધ્યવસાયથી ઊઠેલો નથી, પરંતુ ભગવાનની ભક્તિના પરિણામથી કરાતી ક્રિયામાં અશક્યપરિહારરૂપે રહેલ છે, તેથી તે વિરાધનાને નિર્જરાફળવાળી કહેલ છે. ll૧૩૮ અવતરણિકા :
एतदेव स्पष्टयति - અવતરણિતાર્થ :
આને જ સ્પષ્ટ કરે છે અર્થાત્ પૂર્વે ગાથા-૧૩૭માં કહ્યું કે, દષ્ટ અને ઈષ્ટથી અવિરુદ્ધ અને સંભવત=સંભવી શકે તેવા, સ્વરૂપવાનું વિશિષ્ટ વચન જ પ્રવૃતિનિમિતક બને છે, અને તેમાં દષ્ટાંતરૂપે ગાથા-૧૩૮માં દ્રવ્યસ્તવ દષ્ટવિરુદ્ધ નથી તે કહ્યું, અને ત્યાં કહ્યું કે, જિતભવન કરાવવા આદિરૂપ દ્રવ્યસ્તવ ભાવઆપત્તિના નિવારણમાં સમર્થ ગુણયુક્ત છે. અને જિનભવન કરાવવાથી ઘણા ગુણો થાય છે, માટે તે દષ્ટઅવિરુદ્ધ છે. તે સર્વ વાત ગાથા-૧૩૯થી ૧૪૩ સુધી સ્પષ્ટ કરે છે. ત્યાં સૌ પ્રથમ પ્રસ્તુત ગાથા-૧૩૯માં દ્રવ્યસ્તવ ભાવઆપત્તિના નિવારણ માટે કઈ રીતે સમર્થ છે, તે બતાવે છે –
ગાથા :
"सइ सव्वत्थाभावे जिणाण भावावईई जीवाणं ।
तेसिं नित्थरणगुणं णियमेण इहं तदायतणं" ।।१३९।। ગાથાર્થ :
સદા સર્વત્ર ક્ષેત્રમાં જિનોનો અભાવ હોતે છતે, જીવોની ભાવઆપત્તિમાં તેઓનો જીવોનો, નિસ્તરણ ગુણ=વિસ્તાર પામવા માટે ગુણ, નિયમથી=નક્કી, અહીં=લોકમાં, તદાયતન=જિનાયતન, છે. ll૧૩૯II ટીકા :
सदा सर्वत्र क्षेत्रेऽभावे जिनानां भावापदि जीवानाम् तेषां निस्तरणगुणं नियमेनेह लोके तदायतनं जिनायतनम् ।।१३९।।